જાતિવાદ | કોરોન્ટાઈન સેન્ટરમાં દલિતના હાથે બનેલું જમવાનો કર્યો ઈન્કાર

Wjatsapp
Telegram

હઝારીબાગ:

વિશ્વભરમાં ભલે કોરોનાએ દેશની બધી સીમાઓ તોડીને રોગચાળાનું રૂપ લઈ લીધું હોય, પરંતુ ભારતીય સમાજમાં કેટલાક લોકો હજી પણ રૂઢિચુસ્ત વિચારસરણી અને હલકી માનસિકતામાંથી બહાર આવી શક્યા નથી. 21મી સદીના ટેકનોલોજીના યુગમાં હજુય ભારતના લોકો પુરાતન વિચારસરણી છોડવા તૈયાર નથી.

આવો જ એક કિસ્સો હજારીબાગ જિલ્લાના વિષ્ણુગઢ પ્રખંડના બનાસો કોરેન્ટિન સેન્ટરમાં જોવા મળ્યો છે. અહીં રાખેલા બ્રાહ્મણોએ અનુસુચિત જાતિના વ્યક્તિ દ્વારા રાંધેલ ખોરાક ખાવાની ના પાડી દીધી હતી. બ્રાહ્મણોએ કહ્યું કે રસોઈયા અનુસૂચિત જાતિના છે, તેમના હાથનું બનેલું નહીં જમીએ.

બ્રાહ્મણોના આવા નિર્ણયથી જિલ્લા પ્રશાસન મુશ્કેલીમાં મુકાઈ ગયું હતું. ત્યારબાદ આ બ્રાહ્મણોને પકવેલા ભોજનના બદલે સૂકો ખોરાક અપાયો હતો. મળતી માહિતી મુજબ બનાસો કોરેન્ટીન સેન્ટરમાં 100 જેટલા પરપ્રાંતિઓને રાખવામાં આવ્યા છે. જેમાંથી 4 બ્રાહ્મણો અને કેટલાક મુસ્લિમો તથા અન્ય સમાજના લોકોનો સમાવેશ થાય છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

બ્રાહ્મણો અને મુસ્લિમ લોકોએ સૂકા ખોરાકની માંગણી કરી હતી. ત્યારબાદ આગેવાન લક્ષ્મી દેવીએ તેમને સૂકા ખોરાકની વ્યવસ્થા કરી આપી હતી.

આવી કોરોના જેવી મહામારીમાં હજુય લોકો જાતિવાદ કરવાનું છોડતા નથી, આના પરથી જ સમજી શકાય છે કે ભારતમાં જાતિવાદનું ઝેર કેટલું અસર કરી ગયું છે. સમગ્ર ભારતમાં જાતિવાદ વ્યાપ્ત છે. અહીં વિચારવા જેવી બાબત એ છે કે આવી જાતિવાદી પ્રજાનું દેશના વિકાસમાં શુ યોગદાન હશે જે આવી મહામારીમાં પણ માણસ બનીને વિચારતા નથી?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.