જાતિવાદી પંડિત મદન મોહન માલવીય

Wjatsapp
Telegram

પૂનાકરાર ભાગ_11

ગાંધીજી ગોળમેજી પરિષદમાં એમની સાથે બે કટ્ટર જાતિવાદી, કોમવાદી, રૂઢિચુસ્ત જનસંઘીઓને લઈ ગયા હતા. એક હતા મદનમોહન માલવીયા અને બીજા હતા ઘનશ્યામદાસ બિરલા. ત્રણેય જણા રાજપુતાના નામની આગબોટમાં બેસીને મુંબઈથી નીકળ્યા હતા. ત્યાંથી એડન, અરબસ્તાન, પોર્ટ સૈયદ, સુએઝની નહેર થઇને ફ્રાંસ દરિયા માર્ગે પહોંચ્યા અને ફ્રાંસથી લંડન ગાડીમાં બેસીને ગયા હતા.

માલવીયા વિષે બિરલા ડાયરીમાં લખે છે,

“પંડિતજી વિષે અહીં (પોર્ટ સૈયદના) છાપામાં આવ્યું છે કે પંડિતજી માટલું ભરીને માટી લાવ્યા છે અને રોજ તેની મૂર્તિ બનાવીને પૂજા કરે છે. પીવા માટે ગંગા નદીનું પાણી રોજ આવતું રહેશે, જેનું કુલ ખર્ચ રૂ. 15,000 થશે, જે એમના એક પૈસાદાર મિત્રે આપ્યું છે.”

1931માં રૂ. 15,000 જેટલી માતબર રકમ એક વહેમી માણસ આ રીતે વેડફી રહ્યો હતો. બ્રિટન મલેચ્છોનો દેશ છે અને ત્યાંનું પાણી પીવાય નહીં એવી માન્યતા સનાતની બામણોમાં હતી.

આ પંડિત મદનમોહન માલવીયાએ બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના કરેલી. એ યુનિવર્સિટી માટે ભંડોળ એકઠું કરવા માલવીયા સમગ્ર ભારતમાં ફર્યા હતા અને એકવાર વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ પાસે ગયા હતા. સયાજીરાવે પાંચ લાખ રૂપિયાનું દાન આપવાની ઓફર કરી હતી અને બદલામાં યુનિવર્સિટીમાં દર વર્ષે એક દલિત, એક આદિવાસી, એક મુસ્લિમ, એક ખ્રિસ્તી, એક ઓબીસી વિદ્યાર્થીને મફતમાં ભણાવવાની શરત મૂકી હતી.

તસવીર – માલવીયા સાથે ગાંધીજી

માલવીયાને આટલી મામૂલી શરત પણ આકરી લાગી. તેમણે પાંચ લાખ જતા કર્યા, પરંતુ મહારાજાની શરત સ્વીકારી નહોતી. આ એક સત્ય ઘટના છે. ટાઢા પહોરનું ગપ્પુ નથી. મહારાજાના ફેમિલી ડોક્ટર સુમંત મહેતાએ એમના પુસ્તકમાં આ ઘટનાની નોંધ લીધી છે.

દલિતોદ્ધારની મસમોટી વાતો કરનારા મહાત્મા ગાંધી આવા કટ્ટર જાતિવાદી પંડિત માલવીયાને પોતાની બગલમાં બેસાડતા હતા અને બાબાસાહેબને અછૂતોના પ્રતિનિધિ માનવાનો ઇન્કાર કરતા હતા. હિન્દુ મહાસભાના સ્થાપક માલવીયાને આજે ભાજપે રાષ્ટ્રીય આઇકોન તરીકે અમસ્તા પ્રસ્થાપિત નથી કર્યા.

રાજુ સોલંકી (11 સપ્ટેમ્બર, 2019)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *