ક્યાં અમેરિકા ને ક્યાં ભારત!! શું આવી રીતે વિશ્વગુરૂ બનશે ભારત?

અમેરિકામાં સરકારી હોસ્પિટલો છે નહિ. પણ કોઈ હોસ્પિટલ ક્યારેય એવું ના કહે કે એડવાન્સ પૈસા ભરો. તમારી જોડે ઈન્સ્યોરન્સ હોય કે ના હોય એમની સારવાર કરવાની ફરજ છે. સાજા થયા પછી તમારા ઘેર બીલ મોકલ્યા કરે. તમે ઓછી આવકના પુરાવા રજુ કરો એટલે એ બધા બીલ ચેરિટીમાં જતાં રહે.