Category: Poorness

કવિતા | ભૂખ લાગી છે? ખાવાનું જોઈએ છે? પૈસા જોઈએ છે?

કવિતા | ભૂખ લાગી છે? ખાવાનું જોઈએ છે? પૈસા જોઈએ છે?

■ ભૂખ લાગી છે ? ખાણોમાં કોલસા વીણીને, ખેતરોમાં દાડિયું કરીને, પેટીયું રળતી ‘માથાભાંગી’ આ ‘માથાભાંગી’ એટલે નાનપણમાં એનું માથું ભાંગી ગયું હતું ત્યારનું એનું નામ, ‘માથાભાંગી’ પડ્યું હતું. એક દિવસ સમૂહ સાથે એ...

કેવડિયા | આદિવાસીની પીડા ન સમજી શકતા હોવ તો તમારૂ શિક્ષણ અને સંસ્કાર ખાડે ગયા સમજો

પહેલાં નર્મદા બંધ અને ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કારણે જગ વિખ્યાત બની ગયું છે કેવડિયા. આપણે કેવડીયા જઈએ ત્યારે સરદારનુ લોખંડનુ (મેડ ઈન ચાઈના વાળું) સ્ટેચ્યુ, ફ્લાવર ગાર્ડન, કેક્ટ્સ એટલે કે થોરનો બગીચો અને નર્મદા ડેમને જોઈને અભિભૂત થઈ જતા હોય છે અને જેતે સરકારની પ્રશંસા કરતા થાકતા પણ નથી. પણ આજે અસલી કેવડીયાની ખમીર, અને ખમતી જાજેરીમાન વિકાસથી વંચિત આદિવાસી જનતાની વાત કરવી છે.

લોકડાઉન | મ્હારી છોરી છોરોં સે કમ હૈ કે?

આજે ૧૫ વર્ષની જ્યોતિ દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. એક દીકરીએ એની જવાબદારી અને પિતા પ્રત્યેની મમતાને સન્માનીય સ્થાને પહોંચાડી છે. જ્યોતિએ નક્કી કર્યું ૫૦૦ રૂપિયામાં ખરીદેલી સાયકલ લઈને ઘરે પહોંચી જવું, પિતાએ તો ચોખ્ખી ના પાડી દીધી હતી, “આ કંઈ ૫ કિલોમીટર જેટલું અંતર નથી, ૧૨૦૦ કિલોમીટર છે, એમ સાયકલ લઈને ના જવાય”

કોરોના અને લોકડાઉન જેવા સંજોગોમાં સ્ત્રીઓની હાલત કેવી છે?

ગઈ કાલે એક વેબિનાર યોજાઈ ગયો. એમાં સ્ત્રીઓ પર કોરોના કટોકટી ની અસર અંગે મંજુલાબેન, સુશીલાબેન
અને પૂર્ણીમાબેનની પેનલે કોરોના મહામારી અને લોક ડાઉનમાં સ્ત્રીઓની પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો.

ભારતમાં સફાઈ કામદારોના મોત પાછળ જવાબદાર કોણ?

ગટરમાં માનવ મળમૂત્ર અને કચરો, તીવ્ર ગંધાતી વાસ હોય છે. ગટરની અંદર પુરતી સુરક્ષા વિના ઉતરવાનો ડર, તીવ્ર દુર્ગંધ અને કચરા-માનવમળના સડવાથી મિથેન, કાર્બન મોનોક્સાઇડ, હાઈડ્રોજન સલ્ફાઇડ અને એમોનિયા જેવા ઝેરીલા વાયુઓ દર વર્ષે ૬૦૦ જેટલા સફાઈ કામદારોનો જીવ લે છે. જે આતંકવાદથી થતા મ્રુત્યુ કરતાં દસ ગણો વધુ છે.

કોરોનામાં કવિતા | અમે અને તમે !

અમે અને તમે ! તમે કહ્યું, વીસ સેકન્ડ હાથ ધુઓ તો રાષ્ટ્રપ્રેમી! અમારી પાસે એટલું પાણી જ ક્યાં ? તમે કહ્યું, રાખો દો ગજ દુરિયાં તો રાષ્ટ્રપ્રેમી! અમારું તો ઘર જ ચાર ગજનું !...

જાતિવાદ | એય કુંભાર..!! માટલું કેમ કેમ બને ? અને આખો વર્ગખંડ મારા ઉપર હસી ગયો.

મને આખા વર્ગમાં ઉભો કરે અને પૂછે કે એય કુંભાર બોલ માટલું કેમ કેમ બને? મને કહેવા લાગ્યા કે હું તને બરાબર ઓળખું છું. તારો બાપો પણ મારી જોડે ભણેલો ! હમજ્યો ? એ બધુંય જાણતા હોય છતાંય મને જાણી જોઈને પૂછે. અને હું નીચું જોઈ રહેતો. આખો વર્ગખંડ મારા ઉપર હસતો.

ચાલો! “આત્મનિર્ભરતા” ની શરૂઆત અહીંથી કરીએ

ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનતા તો દાયકાઓ લાગી શકે પણ વ્યક્તિગત આત્મનિર્ભરતા તો મેળવવી શક્ય છે. સરકાર માત્ર કાયદો બનાવી કે હયાત કાયદામાં ફેરફાર કરી કે પછી અધ્યાદેશ લાવીને પણ આવું કરી શકે.

અનામત | જો મેરિટ જ સર્વસ્વ હોત તો….

અનામત આખી દુનિયામાં એક વિલન હોય એમ દિવસ રાત એની જ પોસ્ટો મૂકતા રહેવાવાળા ડોક્ટરોની આટલા બધા ડોક્ટર કે સ્ટાફ બાબતે સરકારની બેજવાબદારી વિશેની કે આરોગ્ય મંત્રીની લાયકાત ને વખોડતી એક પણ પોસ્ટ જોઈ નહી મેં.