વ્યક્તિ વિશેષ | વગડાનો સુગંધી સ્વર એટલે દિવાળીબેન ભીલ

ગાયકીની દુનિયામાં નામ કમાવા કે ટકી રહેવા માટે ગાયકો રિયાઝથી લઈને નિતનવું શીખતાં રહેતાં હોય છે. આમ છતાં ધાર્યું નિશાન પાર પડશે જ એની કોઈ ગેરંટી હોતી નથી. આજે તો ગાયકો પણ સ્વપ્રચાર અને માર્કેટિંગ માટે પીઆર એજન્સી રોકતાં થઈ ગયા છે ત્યારે લોકગાયિકા દિવાળીબહેન ભીલ ચોક્કસ યાદ આવે.