ચાણક્ય | શુદ્ર ગણાતા મોટાભાગના OBCએ કયા પ્રકારના વ્યવસાયો કરવા જોઈએ?

ચાણક્યના સમયે શૂદ્રો(મોટેભાગે OBC પછાત સમાજ) એ કેવા વ્યવસાય કરવા તેની આછી પાતળી માહિતી નીચેના શ્લોક દ્વારા મળે છે, અને એક શ્રેષ્ઠ બ્રાહ્મણ બનવા માટે શું શું કરવું જોઈએ અને કેવા વ્યવસાય ન કરવા જોઈએ, શૂદ્રોના વ્યવસાય ભૂલથી પણ જો બ્રાહ્મણ કરે તો તેને સાચો બ્રાહ્મણ કહેવામાં આવતો નથી. ચાણક્યનું સમસ્ત શિક્ષણ જે-તે સમયના ધર્મગ્રંથોને આધારે થયેલ હતું માટે તેમની વિચારસરણી પણ એવી હોય તે સ્વાભાવિક છે.
लौकिके कर्मणि रतः पशूनां परिपालकः ।
वाणिज्यकृषिकर्ता यः स विप्रो वैश्य उच्यते।।१३ ।।
અર્થાત:― “જે બ્રાહ્મણે સાંસારિક કાર્યોમાં વ્યસ્ત રહે છે , પશુઓ પાળે છે, વ્યાપાર અને ખેતી કરે છે તે તો વૈશ્ય છે .” // ૧૩ //
બ્રાહ્મણનું કાર્ય સમાજમાં સરસ્વતીનો પ્રચાર – પ્રસાર કરવાનું છે. તેનું મુખ્ય કામ સમાજમાં જ્ઞાનનો દીપ પ્રગટાવવાનું છે. તે ક્ષત્રિય અને વૈશ્ય સમાજનાં બાળકોમાં તેમના મૂળ સંસ્કારોનું સિંચન કરે છે. જે બ્રાહ્મણ પોતાના મૂળ કર્મથી વિચલિત થઈ સાંસારિક કાર્યોમાં ઓતપ્રોત થઈ જાય છે , પશુઓ પાળે છે અને વ્યાપાર-ધંધામાં ઝંપલાવે છે તે વૈશ્ય સમાન છે. ખેતી અને વ્યાપાર તો વૈશ્યનું કર્મ છે .
लाक्षादितैलनीलानां कुसुम्भमधुसर्पिषाम् ।
विक्रेता मद्यमांसानां स विप्रः शूद्र उच्यते।।१४ ।।
અર્થાત:― “જે બ્રાહ્મણ લાખ, તેલ, ગળી, રંગ, મધ, ઘી, દારૂ અને માંસનો વેપાર માંડીને બેઠો હોય તે શૂદ્ર ગણાય.” // ૧૪ //
परकार्यविहन्ता च दाम्भिकः स्वार्थसाधकः ।
छली द्वेषी मृदुः क्रूरो विप्रो मार्जार उच्यते ।।१५ ।।
અર્થાત:― “બીજાનું કામ બગાડનાર, દંભી, સ્વાર્થી, કપટી, દ્વેષી, વાણીથી મીઠો પરંતુ મનથી મેલો બ્રાહ્મણ એ બિલાડા સમાન છે.” // ૧૫ //
બિલાડો બીજાનું કામ બગાડે છે. તે સરળ હોવાનો ઢોંગ કરે છે અને તેનો અવાજ મીઠો હોય છે, પરંતુ તે દંભી અને મનથી મેલો હોય છે. તક મળતાં જ તે પોતાના સ્વાર્થમાં અંધ થઈને બીજાની ચીજવસ્તુ આંચકી લેતા અચકાતો નથી. જે બ્રાહ્મણમાં આ પ્રકારના ગુણ હોય તે બિલાડા જેવો છે .
સંપૂર્ણ ચાણક્ય નીતિ પૃ.132-133 અગિયારમો અધ્યાય, 13મો, 14મો અને 15મો શ્લોક.
સંદર્ભ