પ્રકરણ ૧૧ : હિન્દુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે

Wjatsapp
Telegram

“હિન્દુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે” સિરીઝ આર્ટિકલમાં આજે “હિંદુરાષ્ટ્ર ખેડૂતો માટે પ્રાણઘાતક છે.” તેના વિશે વાત કરીશું, આંકડા, માહિતી સાથે વાત કરીશું.

મને ઘણા લોકો કહે છે કે, કૌશિકભાઈ હિન્દુ ધર્મના જાતિવાદી લોકોનો વિરોધ કરો, હિન્દુ ધર્મમાં ચાલતા દુષણોનો વિરોધ કરો પણ આખા ધર્મનો વિરોધ ના કરો.
પણ,
મારું સ્પષ્ટ માનવું છે કે, “હિન્દુ એ ધર્મ નહિ, અધર્મ છે.” હિન્દુ હોવું, હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ જીવવું, અનુકરણ કરવું, એ પોતે જ એક દુષણ છે. હવે તમારે દુષણને દૂર કરવું જોઈએ કે દુષણને સુધારવું જોઈએ? આખી પોસ્ટ વાંચો, સમજો અને જાતે નક્કી કરો.

ગુજરાતના જાણીતા અર્થશાસ્ત્રી ડૉ. હેમંત શાહની આ ફેસબુક પોસ્ટ વાંચો.

બિહારમાં APMC નથી, ગુજરાતમાં છે: ખેડૂતો વધુ ગરીબ ક્યાં છે?

  • હેમન્તકુમાર શાહ

GSTV પરની આજની ચર્ચામાં રજૂ કરવામાં આવેલા મુખ્ય મુદ્દા:
(1) ભારત સરકારના કાયદો અને ન્યાય મંત્રાલયે તા.05-02-2020ના રોજ ‘કાયદા પૂર્વે પરામર્શ નીતિ’ (Pre-Legislative Consultation Policy-PLCP) નામની એક નીતિ ઘડી છે. આ નીતિમાં એમ જણાવવામાં આવ્યું છે કે નવો કાયદો ઘડવાનો હોય ત્યારે જે તે મંત્રાલયે તેની નકલ નેટ ઉપર મૂકીને કે અન્ય રીતે પ્રકાશિત કરવી. તેની અસર જે લોકોને થવાની હોય તેનું દસ્તાવેજીકરણ કરવું અને તે પણ જાહેર કરવું.
(2) સવાલ એ છે કે નાણાં પ્રધાને હમણાં એમ કહ્યું હતું કે સરકારે ખેતી અંગેના ત્રણ કાયદા લાવતાં પહેલાં સંબંધિત લોકો સાથે પરામર્શ કર્યો છે. તો કોની સાથે પરામર્શ થયો તે જાહેર કરો અને તેની નોંધ પણ જાહેર કરો. આ નીતિમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે પર્યાવરણ, મૂળભૂત અધિકારો અને લોકોના જીવન તથા જીવનનિર્વાહ વગેરે પર નવા કાયદાની શી અસર થઈ શકે તેમ છે તે પણ જે તે મંત્રાલયે જણાવવું જોઈએ. વળી, કાયદાની સાથે તેના અમલ માટેના નિયમો પણ જે તે મંત્રાલયે જાહેર કરવા જોઈએ એમ આ નીતિ કહે છે.
(૩) પ્રશ્ન એ છે કે શા માટે સરકારે લોકડાઉન હતું ત્યારે ઉતાવળ કરીને આ કાયદા કર્યા છે? અને શા માટે રાજ્ય સભામાં મૌખિક મતદાનથી તે પસાર કરાવી દીધા? રાજ્ય સભામાં તે સમયે જેઓ અધ્યક્ષ તરીકે હતા તેમણે તદ્દન પક્ષપાતી વર્તન કર્યું છે એ દેખાઈ આવે છે. તેનાથી જ ખેડૂતોને શંકા જાય એ સ્વાભાવિક છે.
(4) આ નીતિમાં તો એમ પણ કહેવામાં આવ્યું છે કે જો કોઈ વિભાગને કે મંત્રાલયને એમ લાગે કે કાયદો કરતાં પહેલાં કોઈ વિચાર-વિમર્શ કરવાની જરૂર નથી તો વિભાગે પ્રધાનમંડળને તે અંગે કારણો પણ જણાવવાં. શું આવાં કોઈ કારણો આ કિસ્સામાં આપવામાં આવ્યાં છે ખરાં? કે પછી પરામર્શ કર્યો છે એમ જે નાણાં પ્રધાન કહે છે તે એક જુઠાણું છે?
(5) બિહારમાં 2006માં APMCની વ્યવસ્થા કાયદો કરીને કાઢી નાખવામાં આવી. બિહારમાં 97 ટકા નાના અને સીમાન્ત ખેડૂતો છે. ત્યાં ખેતીની આવક તેના જીડીપીમાં 23 ટકાનો ફાળો આપે છે. હવે સવાલ એ છે કે APMC જવાથી શું બિહારના ખેડૂતો બાકીનાં બધાં રાજ્યોના ખેડૂતો કરતાં વધુ સમૃદ્ધ થયા છે? જો APMC સિવાય ખાનગી બજારો ઊભાં થાય તો ખેડૂતોને લાભ થાય એવી જે સરકારની દલીલ છે તે આ ઉદાહરણથી આસાનીથી સમજી શકાય છે. બિહારમાં લઘુતમ ટેકાના ભાવની સરકારી વ્યવસ્થા લાગુ પડતી નથી અને તેઓ ખાનગી વેપારીઓ કે કંપનીઓને જ પોતાનો માલ વેચે છે. તો તેમની સ્થિતિ છેલ્લાં 15 વર્ષમાં સુધરવી જોઈતી હતી. તેઓ ભારતનાં અન્ય રાજ્યોના ખેડૂતો કરતાં વધુ ભાવ મેળવતા થવા જોઈતા હતા.
(6) પટનાની એ. એન. સિંહા ઇન્સ્ટિટ્યુટ ઓફ સોશ્યલ સ્ટડીઝના ભૂતપૂર્વ નિયામક ડી. એમ. દિવાકર એમ કહે છે કે ભારત સરકારે ચાલુ વર્ષે ડાંગરના લઘુતમ ટેકાના ભાવ રૂ. 1,868 જાહેર કરેલા ત્યારે બિહારના ખેડૂતોએ ડાંગર રૂ. 900થી રૂ. 1000માં વેચી છે. આમ, લઘુતમ ટેકાના ભાવ કરતાં લગભગ અડધા ભાવ ખેડૂતોને મળ્યા છે. તો APMC નહિ હોય તો ખેડૂતોને વધુ ભાવ મળશે એવી દલીલ અનુભવને આધારે ખોટી સાબિત થાય છે.
(7) ભારત સરકારની પોતાની સંસ્થા NCAER દ્વારા ગયા વર્ષે જ કરાયેલા અભ્યાસમાં એમ કહેવાયું છે કે બિહારના ખેડૂતો ખાનગી વેપારીઓની દયા પર જીવે છે અને તેમને તેમના માલના બહુ ઓછા ભાવ મળે છે. બિહાર મકાઈ પેદા કરતું એક મોટું રાજ્ય છે. આ વર્ષે ખેડૂતોને બજારમાં મકાઈના ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 1000-1300 મળ્યા છે કે જ્યારે સરકારે જાહેર કરેલો લઘુતમ ટેકાનો ભાવ રૂ. 1850 હતો.
(8) જો બિહારમાં ખેડૂતોને APMCનું મરણ થવાથી ફાયદો થયો જ હોત તો બિહારના ખેડૂતો ગરીબ ના હોત અને બિહાર પણ ગરીબ ના હોત. બિહારની માથાદીઠ આવક 2019-20માં રૂ. 46,664 છે અને ભારતની માથાદીઠ આવક રૂ. 1,35,050 છે. ગુજરાતમાં માથાદીઠ આવક રૂ. 1,98,000 છે. ગુજરાતમાં ખેતીની આવક જીડીપીમાં 15 ટકાની આસપાસ છે અને બિહારમાં 24 ટકા છે છતાં બિહાર ગરીબ છે. એનો અર્થ જ એ થયો કે બિહારમાં APMC નથી તો ખેડૂતોને સારા ભાવ મળતા નથી!
(9) એવી દલીલ કરવામાં આવે છે કે APMCમાં જે કમિશન એજન્ટ્સ છે તેઓ દલાલી ખાય છે અને તેથી ખેડૂતોને ભાવ ઓછા મળે છે. એટલે નવા કાયદાને લીધે આ વચેટિયા જતા રહેશે અને તેથી ખેડૂતોને ફાયદો થશે. પ્રથમ તો રાજ્ય સરકારો જે વેરા APMC ઉપર નાખે છે તે દૂર કરવામાં આવે તો સ્વાભાવિક રીતે જ ખેડૂતોને ફાયદો થઈ શકે છે. પણ એવું કશું જ નવા કાયદામાં લખવામાં આવ્યું નથી. રાજ્ય સરકારોના વેરા આ કાયદાને છ મહિના થઈ ગયા છતાં માર્કેટ યાર્ડ પર ચાલુ જ છે. હવે જો APMCની બહાર વેરા ના લાગે અને APMCમાં વેરા લાગે તો સાહજિક જ છે કે બધી APMC ધીમે ધીમે બંધ થઈ જાય અને ખેડૂતો ખાનગી વેપારીઓના કે ખાનગી કંપનીઓના ગુલામ થઈ જાય કે જેનો ખેડૂતોને ડર છે. APMCમાં પણ જે વેપારીઓ છે તે બધા ખાનગી વેપારીઓ જ છે, એ કંઈ સરકારી વેપારીઓ નથી. પણ તેઓ લઘુતમ ટેકાના ભાવે ઘઉં અને ચોખા ખરીદે છે તેથી ખેડૂતોને લાભ થાય છે. રાજ્ય સરકારોના વેરા ચાલુ રહે તો સ્પષ્ટ છે કે APMC ખતમ થઇ જાય. એટલે કાયદામાં સીધે સીધું એમ નથી કહેવામાં આવ્યું કે APMC બંધ થઇ જશે પણ ઈરાદો તો તેમને બંધ કરવાનો અને ખેતપેદાશોનો વેપાર મોટી કંપનીઓને હવાલે કરવાનો છે.
(10) 2015માં શાંતાકુમાર સમિતિએ એમ કહ્યું હતું કે માત્ર છ ટકા ખેડૂતોને જ લઘુતમ ટેકાનો લાભ મળે છે. તો સરકારે તે લાભ વધુ ખેડૂતોને મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. જો કે, આ વ્યવસ્થા જાહેર વિતરણ વ્યવસ્થા છે ત્યાં સુધી રહેશે જ કારણ કે સરકારે ખરીદી કરવી જ પડશે. પણ જો APMC ખતમ થાય તો સરકારે ખાનગી કંપનીઓ પાસેથી ખરીદી કરવી પડે. એટલે પછી વધુ ભાવ ખાનગી કંપનીઓને મળે.
(11) ખેતપેદાશોના વેચાણ માટે ખેડૂતોની ભાગીદારીવાળી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી છે. એમની સંગ્રહની ક્ષમતા વધે તો જ તેઓ પોતાને માટે યોગ્ય ભાવ મેળવી શકે. ગુજરાત સરકારે આ વર્ષે બજેટમાં ૩૦,૦૦૦ ખેડૂતોને માટે ગોદામ બાંધવા યોજના શરૂ કરી છે અને તેને માટે રૂ. ૩૦૦ કરોડ ફાળવ્યા છે.પણ ગુજરાતમાં ખેડૂતોની સંખ્યા તો 54 લાખ છે. કેટલી અપૂરતી વ્યવસ્થા છે!

તા.08-12-2020

હવે તમે સમજો કે ખેડૂતોના શોષણ માટે હિન્દુ ધર્મ કેવી રીતે જવાબદાર છે.

હિન્દુ ધર્મમાં માનનાર વ્યક્તિ જાતિવાદની પ્રેક્ટિસ કરે છે. જાણતા કે અજાણતા, કટ્ટર રીતે કે સોફ્ટ રીતે. હિંદુઓ પોતાની જાતિ સિવાય અન્ય જાતિમાં લગ્નો નથી કરતા. એ તો સર્વવિદિત છે. સમાજની વાડીઓ, સમાજના મંદિરો, સમાજના કોચિંગ કલાસ, સમાજના નોકરી ભરતીની તૈયારીઓની એકેડેમી, વિગેરે વિગેરે.. આમ, એક હિન્દુ પોતાની સત્તા, સંપત્તિ, બુદ્ધિ સમગ્ર હિન્દુ સમાજ માટે નહીં પણ ફક્ત પોતાની જાતિના હિત માટે જ કરે છે.

સાથે સાથે જે એમ કહે કે હું જાતિવાદમાં નથી માનતો એ સનાતની કે હિન્દુ પણ “વર્ણ વ્યવસ્થા”માં માને તો છે. જેને કર્મનું વિભાજન કહેવામાં આવે છે. આવો જ એક હિન્દુ હતો, મોહનદાસ કરમચંદ ગાંધી. કે જે જાતિવાદમાં નોહતા માનતા પણ વર્ણ વ્યવસ્થામાં તો ૧૦૦% માનતા હતા.

આ વર્ણ વ્યવસ્થા મુજબ,
બ્રાહ્મણ – બુદ્ધિજીવી વર્ગ
ક્ષત્રિય – શાસક વર્ગ
વૈશ્ય – વેપારી વર્ગ
શુદ્ર – મહેનત-મુજરી કરનાર વર્ગ જેમાં ખેડૂત, લુહાર, સુથાર, કુંભાર, મજૂર, વિગેરે આવી જાય. આમ, સૌથી ઉપર શુદ્ર એ વર્ણ આમ, શુદ્ર એ હિન્દુ વર્ણ વ્યવસ્થામાં સૌથી નીચે છે અને શાસ્ત્રો મુજબ એણે ઉપરના ત્રણ વર્ણોની સેવા કરવાની છે, ધન-જ્ઞાન અર્જિત કરવાનો અધિકાર તેને નથી.

આટલા દિવસના ખેડૂત આંદોલન અને ઉપરના આંકડા માહિતી પરથી, આટલી સીધી સાદી સમજણ તો દરેકને પડી જ હશે કે આજે દેશમાં જે ત્રણ કૃષિબીલ પસાર કરવામાં આવ્યા છે તે વેપારી વર્ગ એટલે કે હિન્દુ ધર્મના વૈશ્ય વર્ગના ફાયદા માટે છે અને ખેડૂત વર્ગ એટલે કે હિન્દુ ધર્મના શુદ્ર વર્ગને લૂંટવા માટે છે.

આપણે સૌ જાણીએ છીએ કે,
દર વર્ષે ઉદ્યોગોતિઓની લાખો કરોડો રૂપિયાની લોન માફ થાય છે, NPA થાય છે. આ વર્ણ વ્યવસ્થા મૂજબ વૈશ્ય વર્ગ છે અને તમે આ ઉદ્યોગોતિઓની જાતિ જોશો તો સમજાશે કે મોટા ભાગના સવર્ણ હિંદુઓ છે. તેમાં દલિત, આદિવાસી, ઓબીસી અને મુસ્લિમ ખૂબ ઓછા અથવા નહિવત જોવા મળશે.

આમ, લાખો કરોડોની લોન માફ કરવા માટે પણ આ દેશમાં જાતિ જોવાય છે, વર્ણ જોવાય છે અને ખેડૂતોના એટલા જ રૂપિયાની લોન માફ કરવી હોય તો સરકારોને જોર પડે છે. કેમ કે, ખેડૂત એ હિન્દુ ધર્મમાં શુદ્ર કહેવાયો છે. જેને હિન્દુ ધર્મ પ્રમાણે ધન રાખવાનો અધિકાર નથી ફક્ત ઉપરના ત્રણ વર્ણોની સેવા જ કરવાની છે. આટલેથી ના અટકતા હવે તો પાક વીમા માટે પણ વચેટીયાઓ રાખ્યા છે. એટલે પાકવીમાની રકમ જેટલી ચૂકવાય છે એનાથી બે-ત્રણ રકમ આ સવર્ણ હિન્દુ વીમા કંપનીઓને ચૂકવાય છે. સીધેસીધું ખેડૂતના નામે વૈશ્ય વર્ગના ગજવા ભરવાનું કારસ્તાન છે આ.

સરકારી સબસીડી ખેડુત(શુદ્ર) માટે કે વીમા કંમ્પની(વૈશ્ય) માટે?

ઉદાહરણ તરીકે મહારાષ્ટ્રના એક જિલ્લામાં કિસાનોએ 19.2 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભર્યું હતું; અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી 77-77 કરોડ રુપિયા એટલે કે કુલ 173 કરોડ રુપિયા રીલાયન્સ ઈન્શ્યોરન્સ કંપનીને આપ્યા હતા. પાક નિષ્ફળ જતાં કંપનીએ કિસાનોને 30 કરોડ ચૂકવ્યા. એક પણ રૂપિયાનું રોકાણ કર્યા વિના કંપનીએ 143 કરોડનો નફો કર્યો ! આ તો એક જિલ્લાની વાત છે. આખા રાજ્યની/બીજા રાજ્યોમાંથી કેટલો નફો કર્યો હશે, તે અનુમાન કરી શકાય તેમ છે. પ્રધાનમંત્રી ફસલ બિમા યોજના રાફેલ કરતા મોટો ગોટાળો છે !”

ભાજપ અને કોંગ્રેસ બેઉ આખરે તો સવર્ણ હિન્દુ પાર્ટીઓ જ છે. બેઉના એજન્ડા એક જ છે. #હિંદુરાષ્ટ્ર પણ બેઉની ગતિ અલગ-અલગ છે. એક ધીમે ધીમે હિંદુરાષ્ટ્ર બનાવે છે તો એકને રાતોરાત હિંદુરાષ્ટ્ર બનાવવું છે.

તારીખ ૧૯ સપ્ટેમ્બર ૨૦૨૦ની ડૉ. હેમંતકુમાર શાહની આ પોસ્ટ વાંચો.

ભાજપ-કોંગ્રેસના ઢંઢેરા અને ખેતી અંગેના ત્રણ વટહુકમો

  • પ્રો. હેમન્તકુમાર શાહ

અત્યારે ખેતી અંગેના તા. 05-06-2020ના જે ત્રણ વટહુકમો મોદી સરકારે બહાર પાડ્યા છે તેના વિષે ભારે ઊહાપોહ થઈ રહ્યો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના 2019નાં લોકસભાની ચૂંટણી સમયના ઢંઢેરામાં આ અંગે શું લખેલું છે તે જાણવું રસપ્રદ થઈ પડશે:

ભાજપ
ભાજપે તેના ચૂંટણી ઢંઢેરામાં “ખેડૂતોની આવક બમણી કરવી” એવા શીર્ષક સાથે ચાર પાનાં લખેલાં છે અને તેમાં 29 મુદ્દા લખેલા છે; પણ તેમાં કરારી ખેતી માટે કે APMCનાં અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય તેવા પ્રકારના કાનૂની સુધારા કરવામાં આવશે કે નવા કાયદા લાવવામાં આવશે એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. તો પછી આ કાયદા લાવવાની એવી કઈ જરૂરિયાત અચાનક ઊભી થઈ તે સમજાતું નથી. જ્યારે લોકડાઉન ચાલુ હતું ત્યારે કોઈ પણ ચર્ચા વિના જ આ કાયદા લાવવામાં આવ્યા તે પણ મોદી સરકારનું સરમુખત્યારી માનસ છતું કરે છે એમાં કોઈ શંકા નથી.

કોંગ્રેસ
કોંગ્રેસ અત્યારે આ ત્રણ વટહુકમોનો વિરોધ કરી રહી છે. ત્યારે એમ લાગે છે કે તે તેણે પોતે તેના ઢંઢેરામાં જણાવેલી નીતિથી વિરુદ્ધ વર્તન કરી રહી છે. કોંગ્રેસે તેના ઢંઢેરામાં ખેતી વિષે જે મુદ્દા લખેલા છે તેમાં જે જણાવ્યું છે તે આ મુજબ છે:
(1) ઢંઢેરાનો 11મો મુદ્દો આ મુજબ છે: “કોંગ્રેસ ખેત ઉત્પન્ન બજાર સમિતિ(APMC) ધારો પાછો ખેંચશે અને નિકાસ તથા આંતર-રાજ્ય વેપાર સહિત ખેત પેદાશોનો વેપાર તમામ નિયંત્રણોથી મુક્ત કરશે.”
(2) ઢંઢેરાનો મુદ્દો નં. 21 આ મુજબ છે: “1955નો આવશ્યક ચીજવસ્તુ ધારો નિયંત્રણોના જમાનાનો છે. કોંગ્રેસ વચન આપે છે કે તે આ કાયદાને બદલશે અને તેને સ્થાને એવો કાયદો લાવશે કે જેનો ઉપયોગ માત્ર આપત્તિના સંજોગોમાં જ કરી શકાય.”
સ્પષ્ટ છે કે અત્યારે જે વિરોધ કોંગ્રેસ કરી રહી છે તે તો શુદ્ધ રીતે રાજકીય મુદ્દો બની જાય છે. કોંગ્રેસે એ યાદ રાખવાની જરૂર છે કે દેશમાં તેણે પોતે જવાહરલાલ નેહરુનો સમાજવાદ છોડીને 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ દાખલ કરી તેના ભાગ રૂપે જ આ ત્રણ કાયદા થયા છે. શું કોંગ્રેસનું મન ખેતી ક્ષેત્રે આવા સુધારા ના કરવાનું થયું છે? શું તે અત્યારે સરકારમાં હોત તો તેણે ઢંઢેરામાં જે બે વચનો આપ્યાં છે તેમનું પાલન કર્યું હોત કે ના કર્યું હોત?

ભાજપ વચન આપ્યા વિના વર્તી રહ્યો છે અને કોંગ્રેસ પોતે જે વચન આપ્યું હતું તે ભાજપ કેમ પાળે છે એવો સવાલ ઉઠાવે છે. કોંગ્રેસ પાસે આ કાયદાનો વિરોધ કરવા માટેની કોઈ નૈતિક ભૂમિકા તેના ઢંઢેરાને જોતાં રહેતી નથી.

તા.19-09-2020.

——-

હવે તમે વિચારો કે, કોંગ્રેસ કાઢી ભાજપ લાવવાનો શો ફાયદો થયો? અને આજે ફરી ભાજપ કાઢી નાંખી કોંગ્રેસ લાવશો તો શું ફાયદો થશે?

જાતિવાદી સવર્ણ હિન્દુ વાણિયો અરવિંદ કેજરીવાલ
જે લોકો AAP ને વિકલ્પ તરીકે વિચારી રહ્યા હોય તે લોકોએ અરવિંદ કેજરીવાલને પૂછવું જોઈએ કે, “દિલ્હીના ૬ વર્ષના શાસનમાં શુ તેણે ખેડૂતોને MSP આપી?”
કેજરીવાલે પોતાની સરકારના પહેલા પાંચ વર્ષમાં દલિતો માટે ફાળવેલ ૫૬,૯૭૯ કરોડ રૃપિયામાંથી ૨૩,૬૧૮ હજાર કરોડ રૂપિયા અન્ય જગ્યાએ ખર્ચી નાંખ્યા.
આવું જ આદિવાસીઓ માટે ફાળવેલ ફંડ બાબતે પણ આ સવર્ણ હિન્દુ વાણિયા કેજરીવાલે કર્યું. આદિવાસીઓ માટે ૩૩,૬૨૩ હજાર કરોડ ફાળવ્યા અને તેમાંથી ૧૪,૨૦૨ હજાર કરોડ અન્ય જગ્યાએ વાપર્યા. મતલબ, દલિત-આદિવાસી જે હિન્દુ નથી તેમના રૂપિયા આ હિન્દુ વાણિયાએ અન્ય જગ્યાએ વાપરી નાંખ્યા. આ જ કામ ગુજરાતમાં સવર્ણ હિન્દુ પાર્ટી ભાજપ પણ કરે છે. તો આ ભાજપ, કોંગ્રેસ, આપ ફરક શુ રહ્યો?

આ બધા આખરે સવર્ણ હિન્દુ માનસિકતાથી પીડાતી પાર્ટીઓ જ છે. શુદ્રોનું શોષણ, વિધર્મીઓ પર અત્યાચાર હિન્દુ ધર્મ ગ્રંથો મુજબ વ્યાજબી છે. અને એટલે જ આઝાદીના ૭૩ વર્ષ બાદ પણ ખેડૂતોની, દલિતોની, આદિવાસીઓની સ્થિતિ દયનિય બની રહી છે.

હવે તમે ગમે તેટલી સરકારો બદલો ખેડૂતોની સ્થિતિમાં સુધારો ક્યાંથી આવે જ્યારે સરકાર ચલાવનાર લોકો જ હિન્દુ હોય. વર્ણ વ્યવસ્થામાં માનતા હોય, જાતિ વ્યવસ્થામાં માનતા હોય.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હિન્દુ ધર્મ નહિ, અધર્મ છે. આને ખતમ કર્યા વગર ભારત દેશમાં શાંતિ, એકતા, ભાઈચારો શક્ય નથી.

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.