પ્રકરણ-૫ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

૧૦-૦૬-૨૦૨૦
બુધવાર
પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથો પર શ્રદ્ધા ધરાવતા નવા હિંદુ સંપ્રદાયો, પંથોમાં પણ કચરો લખ્યો છે.
હિંદુ ધર્મમાં ગણાતા અને સમય સમયે નવા પેદા થતા સંપ્રદાયો પર પણ પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથોની અસર રહે છે અને એટલે જ નવા સંપ્રદાયમાં પણ વેદો, પુરાણો, વિગેરેની અસરો જોવા મળે છે. જ્યારે પ્રાચીન ધર્મ ગ્રંથોમાં ખરાબ બાબતો લખેલી હોય તો નવા સંપ્રદાયમાં પણ એ બાબતો આપોઆપ ઉતરી આવે છે.
આમ, નવા હિંદુ સંપ્રદાયમાં સુધારાને કોઈ અવકાશ રહેતો નથી. આજે ઉદાહરણ તરીકે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીશું. પણ, આને ઉદાહરણ જ સમજવાનું, ફક્ત સ્વામિનારાયણ સંપ્રદાય એકલું નહિ સમજવાનું. અને બાકીના હિંદુ સંપ્રદાયોને જાતે તપાસી જોવાનું.
શિક્ષાપત્રી એ દરેક સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓએ પાળવા પડતા નિયમો છે. જો તમે આ નિયમો પાડતા નથી તો તમે સાચા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી નથી.
શિક્ષાપત્રીના નિયમો:
શિક્ષાપત્રી (શ્લોક નંબર ૯૩-૯૪) પ્રમાણે 8 શાસ્ત્રો વાંચવા અને પાલન કરવા કહ્યા છે જેને “સચ્છાસ્ત્ર” કહ્યા છે.
૧) ચાર વેદ,
૨) વ્યાસસૂત્ર,
૩) શ્રીમદ ભાગવત પુરાણ,
૪) મહાભારત વિષે શ્રી વિષ્ણુ-સહસ્ત્રનામ,
૫) શ્રીમદ ભગવત ગીતા,
૬) વિદુરજીએ કહેલી નીતિ,
૭) સ્કંદપુરાણનો જે વિષ્ણુખંડ અને,
૮) શ્રી વાસુદેવ માહાત્મ્ય
મતલબ, ઉપરોક્ત આઠ હિંદુ ધર્મ ગ્રંથોમાં સ્વામિનારાયણ સંપ્રદાય શ્રદ્ધા ધરાવે છે. અને તેને વાંચવા અને પાલન કરવા કહે છે. હવે ધારો કે ઉપરોક્ત આઠ ગ્રંથોમાં જ ખરાબ લખેલું હોય તો તે આપોઆપ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી જાય. જેમ કે ભગવત ગીતા, વેદો ચાર વર્ણોને પવિત્ર માને છે તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ આ ચાર વર્ણ વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે. શાસ્ત્રોમાં બ્રાહ્મણ ઊંચો અને શુદ્ર નીચો છે તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ ઊંચ-નીચમાં માને છે. વખતોવખત સ્વામિનારાયણ સંતો જાતિવાદી ટિપ્પણી કરે છે તેનું મૂળ કારણ આ છે. જાતિવાદ ઉપર અલગથી આર્ટિકલ કરીશું. હાલ તો મારે તમને સ્ત્રીઓ માટે શું લખ્યું છે એ જણાવવું છે.
શ્લોક-૧૭૩:
અને સુવાસીની ને વિધવા એવી જે સ્ત્રીઓ તેમણે વસ્ત્ર પહેર્યા વિના ન્હાવું નહિ, અને પોતાનું જે રજસ્વલાપણું તે કોઈ પ્રકારે ગુપ્ત ન રાખવું.
સુવાસીની મતલબ સૌભાગ્યવતી, પરણેલી, જેનો પતિ જીવતો હોય. રજસ્વલા મતલબ માસિક, પિરિયડમાં હોય તેે સ્ત્રી.
મતલબ સ્ત્રીઓ માસિકમાં હોય તો તેણે ગુપ્ત રાખવાનું નહિ. અન્ય લોકોને જણાવી દેવાનું. હવે તમે જુઓ કે સ્ત્રીઓએ કપડાં પહેરીને નહાવું કે કપડાં પહેર્યા વગર એ સંપ્રદાય શીખવાડે છે. હશે આની પાછળ પણ કોઈ લોજીક. પણ શું સંપ્રદાય સ્ત્રીઓના બાથરૂમના નિયમો નક્કી કરી શકે. વળી, માસિક છુપાવવું નહિ. જણાવી દેવું. કેમ જણાવી દેવું? તેના માટે આગળના શ્લોકો વાંચો.
શ્લોક-૧૭૪:
અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ, અને ચોથે દિવસે નાહીને અડવું.
માસિકમાં સ્ત્રી છે એ ના છુપાવવા પાછળનું લોજીક આ છે. આભડછેટ. માસિકના ત્રણ દિવસ, સ્ત્રીઓએ કોઈને અડવું નહિ. અહીં માસિકને અપવિત્ર ઘોષિત કર્યું હોય એવું નથી લાગતું તમને?
હવે આવી માસિકવાળી સ્ત્રીઓ ખાવાનું બનાવે અને આપણે ખાઈએ તો આપણો પણ ધર્મ ભ્રષ્ટ થાય કે નહી? તો સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કૃષ્ણસ્વરૂપ દાસજીએ શુ ખોટું કહ્યું હતું? (આ સ્વામિનારાયણ સંતનો માસિકવાળો વિવાદ યાદ છે કે ભૂલી ગયા?)
શ્લોક-૧૬૧:
અને પતિવ્રતા એવી જે સુવાસિની(સૌભાગ્યવતી) સ્ત્રીઓ તેમણે પોતાની નાભિ(ડુંટી), સાથળ, અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢયાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું, અને ભાંડ ભવાઈ જોવા ન જવું, અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્વલી એવી જે સ્ત્રીઓ તેમનો સંગ ન કરવો.
આજે મહિલાઓ પૂછે છે કે “સ્ત્રીઓએ કેવા કપડાં પહેરવા કેવાં ના પહેરવા એ નક્કી કરનાર તમે કોણ?”
તો જવાબ છે, “અમે ધર્મ. અમે સંપ્રદાય.” અમે સ્ત્રીઓએ શુ પહેરવું અને શું ના પહેરવું એવું બધું નક્કી કરી રાખ્યું છે. અને એ નક્કી કરેલું હિંદુ પુરુષો તમારી પાસે પાલન કરાવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં “ભાંડ ભવાઈ ના જોવું” એવું કહ્યું છે પણ આજે ભાંડ ભવાઈ એટલે કે નાટક, ફિલ્મ, વેબ સિરીઝ લગભગ બધી સ્ત્રીઓ જુએ છે. એટલું જ નહીં આ ભાંડ ભવાઈમાં સ્ત્રીઓ કામ પણ કરે છે. પણ, સ્વામિનારાયણ સંપ્રદાએ તો નિયમ બનાવ્યો જ છે કે સ્ત્રીઓએ ભાંડ ભવાઈ ના જોવી.
શ્લોક-૧૬૨:
અને સુવાસિની(જેનો પતિ જીવતો છે) સ્ત્રીઓ તેમણે પોતાનો પતિ પરદેશ ગયે સતે આભૂષણ ન ધારવા, ને રૂડાં વસ્ત્ર ન પહેરવાં, અને પારકે ઘેર બેસવા ન જવું અને હાસ્ય વિનોદાદીક ત્યાગ કરવો.
પતિ પરદેશ ગયો હોય કે મૃત્યુ પામ્યો હોય, પત્નીનો શુ દોષ? અને તોય એણે સારા આભૂષણ નહિ પહેરવાના, સારા કપડાં નહિ પહેરવાના, બહુ હસવાનું નહિ. હવે તમે જ વિચારો કે પતિના સાથે જોવાથી જ સ્ત્રીઓને સારા કપડાં, સારા આભૂષણ, હાસ્ય-વિનોદ કરવાની છૂટ મળતી હોય તો સ્ત્રીઓ દિવસ રાત પતિના લાંબા આયુષ્ય માટે વ્રતો ના કરે તો બીજું શું કરે? હિંદુ સ્ત્રીઓ માટેના અસંખ્ય વ્રતો અમસ્તા જ નથી ફૂટી નીકળ્યા પણ હિંદુ ધર્મ ગ્રંથોમાં સ્ત્રીઓને પુરુષોના ગુલામ જેવી સ્થિતિમાં રાખીને, પુરુષના અસ્તિત્વ સાથે જ સ્ત્રીનું અસ્તિત્વ જોડીને બિચારી અને પરતંત્ર બનાવી દીધી છે. પતિ સલામત તો જ પત્ની સલામત.
શ્લોક-૧૬૮:
અને વિધવા સ્ત્રીઓ તેમણે એકવાર આહાર કરવો, અને પૃથ્વીને વિષે સૂવું, અને મૈથુનાસક્ત એવાં જે પશુ પક્ષી આદિક જીવ પ્રાણીમાત્ર તેમને ક્યારેય જાણીને જોવાં નહિ.
છે ને એકથી એક ચડિયાતા નિયમો! આગળ વાંચો.
શ્લોક-૧૬૯:
અને તે વિધવા સ્ત્રીઓ તેમણે સુવાસિની(સૌભાગ્યવતી) સ્ત્રીના જેવો વેષ ન ધારવો, તથા સન્યાસણી તથા વેરાગણી તેના જેવો વેષ ન ધારવો, અને પોતાના દેશ, કુળ, અને આચાર તેને વિરુદ્ધ એવો જે વેષ તે પણ ક્યારેય ન ધારવો.
વિધવાની જિંદગી કુટુંબ, સમાજ નર્ક નથી બનાવતું પણ ધર્મ ગ્રંથો નર્ક બનાવે છે. જ્યારે કહેવાતા પવિત્ર ધર્મ ગ્રંથો વિધવાઓ સાથે ભેદભાવ, વિધવાઓને દયનિય સ્થિતિમાં રાખવાનું શીખવતો હોય તો તે ગ્રંથોમાં શ્રદ્ધા ધરાવનાર હિંદુઓ તેનું પાલન કેમ ના કરે?
બસ હવે,
મારે કેટકેટલું તૈયાર ભાણું આપવાનું?
બાકીનું તમે, જાતે, પોતે, શિક્ષાપત્રી વાંચીને જોઈ લેજો.
પણ,
સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરતાં માલુમ પડે છે કે પ્રાચીન હિંદુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે તો નવા પેદા થતા હિંદુ સંપ્રદાયમાં કચરો આપોઆપ આવી જાય છે.
સ્વામિનારાયણ શિક્ષાપત્રી
સંદર્ભ
સ્વામિનારાયણ સંપ્રદાયની શિક્ષાપત્રી ડાઉનલોડ કરવા માટેની લિંક.
સાહેબ,
ખૂબ સરસ..
આગળ વધો….
જ્ઞાન વહેંચતા રહો..
કૌશીકભાઇ તમે બાહોશ છો અને યોગ્ય દિશામાં હિન્દુ સમાજ સુધારણાનું કામ કરી રહ્યા છો
ધર્મ, ધાર્મિક ગ્રંથો અને સંપ્રદાયોથી હું ઘણો દૂર છુ.
એની કોઈ જરૂર નથી.
Puru to nathi Vachi you mey khali 2 Slock na Matlab read kar ya vaat ma dam to Che tamari e 101% pan Aa no Upay Su e vaat Mahatva ney 6. Su tamne lage 6 tamri j aaju baju vada Relaties Friend Cricul aa Vat Svikar se ? Ane Su ghar na Modhi atly k mota ney upervat jai aa no amal kar se??
Very good Kaushik Bhai 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Haju adhuru છે..
श्लोक no. 34 and શ્લોક no.45 ઉમેરો..
श्लोक no. 45 મુજબ શુદ્ર લોકોએ ફક્ત ચાંદલો કરવો. ઉર્ધ્વપુંડ્ર તિલક ન કરવું.
શ્લોક નં. ૩૪ મુજબ પુરૂષોએ સ્ત્રીના મુખે કથા ન સાંભળવી.