પ્રકરણ-૬ | હિંદુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે

Wjatsapp
Telegram

11 જૂન 2020
ગુરુવાર

જ્યારે આટલા બધા હિંદુ ધર્મગ્રંથો સ્ત્રીઓ વિશે ઘૃણા ફેલાવતા હોય, સ્ત્રીઓને હલકી ચિતરતા હોય, (આગળના 5 પ્રકરણના આર્ટિકલ વાંચવા) ત્યારે પુરુષ સમાજના મનમાં પણ સ્ત્રીઓ પ્રત્યે ઘૃણા પેદા થાય છે અને તે તેમની વાણી, વર્તન, લખાણોમાં વ્યક્ત થાય છે. પહેલા ત્રણ ઉદાહરણ જોઈએ અને પછી આગળ વાત કરીએ.

૧. સ્વામિનારાયણ સંત કૃષ્ણ સ્વરૂપ દાસ

એમણે કહ્યું કે,
૧) શાસ્ત્રોમાં લખ્યું છે.
૨) આ કહીએ તો બધાને કડક લાગે.
૩) મેં ૧૦ વર્ષ પછી પહેલી વાર ટકોર કરી.
૪) મને સંતો ના પાડતા કે આ ધર્મની સિક્રેટ વાત કહેવાય.
૫) પણ કહીએ નહિ તો ખબર નથી પડતી.
૬) આ ધરમ-નિયમની વાતો છે, સંતો નહિ કહે તો કોણ કહેશે?

મતલબ,
૧) આ ધર્મ શાસ્ત્રોમાં લખ્યું છે.
૨) ૧૦ વર્ષ પહેલાંથી સ્વામિનારાયણ સંત જાણતા હતા.
૩) અન્ય સંતો પણ આ જાણે છે પણ આપણને બીજા કોઈ સંત કહેતા નથી.
૪) શાસ્ત્રોમાં જે લખ્યું છે તે આપણાથી છુપાવવામાં આવે છે. (અને હું જણાવું છું તો હિંદુઓ જ મને ગાળો આપે છે.)

સ્વામિનારાયણ શિક્ષાપત્રી વાંચો તો તેમાં આવા લખાણો મળી રહેશે અને માસિકવાળી સ્ત્રીના હાથે ખાવાથી સ્ત્રીને કુતરીનો જન્મ મળે તેવી પણ વાર્તા કોઈ એક ગ્રંથમાં છે જ.

૨. આચાર્ય ચાણક્ય
આચાર્ય ચાણક્યને ખૂબ મોટા વિદ્વાન, રાજનીતિના પ્રકાંડ પંડિત તરીકે ભારતીય સમાજમાં ઓળખવામાં આવે છે અને તેનું પુસ્તક “ચાણકયનીતિ” પણ ખૂબ આદર અને સન્માન મેળવે છે. આ ચાણક્ય નીતિમાં સ્ત્રીઓ વિશે શું લખેલું છે એ જોઈએ.

“સ્ત્રીઓને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ નથી હોતો. તે વાતચીત કોઈ વ્યક્તિ સાથે કરતી હોય છે, પણ હાવભાવપૂર્વક જુએ છે કોઈ બીજાને. અને મનમાં રટણ તો કોઈ ત્રીજી જ વ્યક્તિના નામનું ચાલતું હોય છે. આ જ તેમનો સ્વભાવ છે.” [સંપૂર્ણ ચાણક્યનીતિ અધ્યાય ૧૬, શ્લોક : ૨]

“જે પુરુષ એવું માનવાની મુર્ખતા કરે છે કે આ સુંદર સ્ત્રી માત્ર મને જ પ્રેમ કરે છે, તે કઠપૂતળીના મોરલાની જેમ એની આંગળીએ નાચતો રહે છે.” [સંપૂર્ણ ચાણક્યનીતિ અધ્યાય ૧૬, શ્લોક : ૩]

૩. તુલસીદાસ
ગોસ્વામી તુલસીદાસે કહ્યું હતું એમ,
“ઢોલ, ગંવાર, પશુ, શુદ્ર, નારી,
સબ તાડના કે અધિકારી.”

તાડના મતલબ પીટવું. ઢોલ પર લાકડી મારીએ અને ઢોલ વાગે એમ નારીને પણ જ્યાં સુધી પીટતા રહીશું તો બરાબર ચાલશે.

આમ,
હિંદુ સમાજમાં પ્રતિષ્ઠિત લોકોએ પણ સ્ત્રીઓને પુરુષો કરતા ફક્ત નીચી નહિ પણ સાવ તુચ્છ, શુદ્ર સમકક્ષ અને ચરિત્રહીન ગણી છે.

આમ,
હિંદુ ધર્મ ગ્રંથોના સદીઓ પહેલા લખાયેલ કચરાને લીધે ચાણક્ય, તુલસીદાસ અને કૃષ્ણ સ્વરૂપ સ્વામી એમ ત્રણ અલગ અલગ કાલ ખંડમાં સ્ત્રીઓને નીચી બતાવતા રહે છે. હવે જો હિંદુ સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓ જ સ્ત્રીઓ વિશે આવી વાતો કરે, આવી વાતો લખે તો સામાન્ય હિંદુ તેનું પાલન કેમ ના કરે? હિંદુ સમાજ પર તેની ખરાબ અસરો કેમ ના પડે? પછી હિન્દૂ પુરુષો હિન્દૂ સ્ત્રીઓને નીચી, હલકી, ચરિત્રહીન કેમ ના સમજે? અને આ ત્રણ તો એવા દાખલા છે કે જેમણે લખ્યું, બોલ્યું છે. જે લોકોનું વર્તન લેખિત કે વિડિઓ પુરાવા તરીકે નથી એ કેટલું હશે? જાહેરમાં જો આટલું લખે, બોલે તો પોતાની વ્યક્તિગત જિંદગીમાં સ્ત્રીઓ સાથે કેટલો ભેદભાવ નહિ કરતાં હોય?

આ લખાણો સત્વરે દૂર થવા જોઈએ અને જ્યાં સુધી આવા સ્ત્રી વિરોધી લખાણો દૂર ના થાય, આ કચરો દૂર ના થાય, ત્યાં સુધી આને પવિત્ર ગ્રંથ અને ધર્મ ગ્રંથ કે કોઈ આદર્શ ગ્રંથ માનવાનું બંધ થવું જોઈએ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આવતી કાલે હિંદુ કોડ બિલ પર ચર્ચા કરીશું. જેણે સ્ત્રીઓને પુરુષ સમકક્ષ અધિકારો આપ્યા, સમાનતા આપી અને ભારતીય સમાજમાં સન્માનભેર જીવી શકે તેવો આધાર આપ્યો. અત્યારે ભારતમાં હિંદુ સ્ત્રીઓની જે કાંઈ પણ, થોડી ઘણી પણ સારી સ્થિતિ જોઈ રહ્યા છો તે હિંદુ કોડ બીલને કેવી રીતે આભારી છે તેની વાત કરીશું. તમારા ઘરની સ્ત્રીઓને ખાસ વંચાવજો.

✍️ કૌશિક શરૂઆત

નોંધ : આ આર્ટિકલ કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. તમારા સૂચનો, પ્રશ્નો પણ લખજો અને ખાસ સ્પ્રેડ કરજો, અન્ય લોકોને જાગૃત કરજો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

14 Responses

 1. pravin says:

  great kip it up sgood work

 2. Manoj Kumar Maurya says:

  Great affort.Salyut.

 3. Yogesh parmar says:

  ખુબજ સરસ કામ છે તામારું કૌશિકભાઈ

  આવુજ જ્ઞાન પીરસવા નું ચાલુ રાખજો
  જય ભીમ

 4. LAXMANBHAI SUNDHA says:

  કૌશિકભાઈ,

  તમારા આ પ્રયત્નો ખરેખર પ્રશંસનીય છે. જે સમાજ ને જાગૃત કરવામાં મદદ કરશે.

  કેટલાય લોકો હિન્દુ ધર્મ નો પૂરો અભ્યાસ કર્યા વગર કેટલીય પેઢીઓ થી અનુસરે કરે છે.

  લોકો આ આર્ટિકલ્સ થકી સાચું જ્ઞાન પ્રાપ્ત કરશે અને આ વાંચ્યા પછી સમજદાર લોકો હવે હિન્દુ ધર્મ નો ત્યાગ કરશે એવું મારું માનવું છે.

  જય ભીમ

 5. Kuntal says:

  આ લેખ લખવા બદલ તમને કદાચ અસંખ્ય ફોન અને ધમકી મળતી હશે તે પણ share કરતા રહેજો

 6. Bablu Chanchani says:

  એ કથા કરે છે એને કોઈક કહો કે પેલા તું આ બધાય ને આ જનમ મા તો બધાય ને સિધિરિતે જીવવાદે પછી આવતા જનમ ની કુંડલી કાઢજે પછી તું આવતા જનમ મા બધાને બળદિયા બનાવજે….. જો એ લોકો એ બેન કે માં ના હાથ નું રાંધેલું નઈ જમે તો આજ જનમ માં બળદિયા કરતા પણ ખરાબ હાલત મા મરી જશે…. એટલે આવો કચરો ના ફેલાવો…… જય ભીમ

 7. Makwana Milan says:

  કૌશિકભાઈ,
  ખુબ સરસ રીતે તમે આ સ્ત્રી સાથે થતાં ભેદભાવ અને ખરાબ વર્તન ને રોકવા માટે ની જૂંબેશ છે તમારા આ પગલાં થકી આપડી અને આપડી આજુ બાજુના બધા પરિવાર ની સ્ત્રી માટે આશીર્વાદરૂપ સાબિત થશે. તો મને લાગે છે કે તમે જે કંઈ પણ કરી રહ્યા છો તે એકદમ સાચુ છે અને સમાજ સુધારક નુ કામ કરી રહ્યા છો. તો આવી બીજી બધી જાણકારી પણ આપતા રેહજો અને હા આ કામ તમારું બોવ જ સારું છે અમે તમારી સાથે છે.

 8. હિતેશભાઈ ખીમજીભાઈ પરિયા says:

  સ્ત્રી ને આ સાધુદાજ સરા લાગે છે વાચ્તી નથી અટલજ આ દસાં છે જો વાચ્સે તો ખબર પડસે
  સ્વામિનારાયણ ધર્મ ની સ્ત્રી ને ભગવાન આવીને કેસે તોય નહિ માને આ બોવ મોટી બિમારી છે
  આખો દીવસ ભગવાન ભગવાન કર્યા કરસે પન સમાજસે નહિ તામેં શુ કવાય બાબા સાહેબ આંબેડકર આટલુ બધુ આપીન ગયા તોય સમજતી નથી મંદિર જોયું નહિ કે ભાગ્યા નહિ આવી દશા છે
  દેવીપુજક સમજ આજે પન હડકાય મા દશા મા બસ આટલુજ આવડે
  અને જાત પાટ થીઉંચા સમજે ક્યા જાવું કેમ સમજવું
  આપ્દિ સમાજ ની વાત કરુ તો આવુંજ છે
  ક્યારે ક વિચારું છુ તો ઘણુ દુખ થાય છે આવો દેશ છે મારો જ્યા મફતીયા મઝા કરે ને નિયેદોસ માર ખાય કોઇને ધર્મ મુક્વોજ નથી
  આ બધા ધર્મ વાડી લેડીસો અત્યારે કોરોના માતા નિકળી છે તો એમની આલોચના કરતી હોય છે જાને કે એ બોવ સાચિ હોય બોલો આવા વિચાર છે
  પન હિમ્મત નહિ હરિયે
  ડો બિ આર આંબેડકર ની સંતાન ને કોઈ હરાવી શેક તેમ નથી

 9. Shankar dabhi says:

  બહુ જ સરસ છે પરંતુ અમુક સ્ત્રી ઓમાં આ લક્ષણ હોય છે

 10. Milindkumar says:

  અદભુત જ્ઞાન પીરસો છો.

 11. Aashish Parmar says:

  કૌશિકભાઈ,

  તમારા આ પ્રયત્નો ખરેખર પ્રશંસનીય છે. જે સમાજ ને જાગૃત કરવામાં મદદ કરશે.

  કેટલાય લોકો હિન્દુ ધર્મ નો પૂરો અભ્યાસ કર્યા વગર કેટલીય પેઢીઓ થી અનુસરે કરે છે.

  લોકો આ આર્ટિકલ્સ થકી સાચું જ્ઞાન પ્રાપ્ત કરશે અને આ વાંચ્યા પછી સમજદાર લોકો હવે હિન્દુ ધર્મ નો ત્યાગ કરશે એવું મારું માનવું છે.

  જય ભીમ 💐

 12. Rohit Karm says:

  આજની સ્ત્રીઓ ખૂબ આગળ નીકળી ગઈ છે અને હવે ધર્મગ્રંથોની વાતો એમને માનવાની કોઈ જરૂર નથી.
  સ્ત્રીઓએ જ આવો કચરો સાફ કરવાની જરૂર છે.
  એકદમ સાચી વાત છે- હિન્દુ ધર્મગ્રંથોમાં કચરો લખ્યો છે.

 13. Meet Jadav says:

  Superb…Keep it up & Keep exposing !!
  Am with you alway👍

Leave a Reply

Your email address will not be published.