પ્રકરણ-૭ | હિંદુ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે

25 જૂન 2020, ગુરુવાર
આગળના ૬ પ્રકરણમાં આપણે જોયું કે હિંદુ ધર્મ ગ્રંથોમાં મહિલાઓ વિશે કેટલું અભદ્ર લખેલું છે, જે હિંદુ સમાજમાં મહિલા વિરોધી વિચાર નાંખવાનું કામ કરે છે. આ ધર્મ ગ્રંથોના લીધે સ્ત્રીઓને શિક્ષણથી વંચિત રાખવામાં આવી, પિતા કે પતિની પ્રોપર્ટીમાં કોઈ ભાગ નોહતા આપતા, વિધવા વિવાહ ના થતા, છુટાછેડાનો અધિકાર પણ નોહતો, વિધવાની જિંદગી નર્ક બની જતી, સ્ત્રીઓને હિંદુ સમાજમાં સન્માનથી જોવામાં ના આવતી. તો આજના યુવાનોને અને ખાસ કરીને મહિલાઓને સવાલ થવો સ્વાભાવિક છે કે, આજે તો એવું બધું ઘણું ઓછું થઈ ગયું છે અથવા રહ્યું જ નથી, એ કોના પ્રતાપે? તો જવાબ છે “હિંદુ કોડ બિલ”ના પ્રતાપે કે જે ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જવાહરલાલ નહેરુના સંયુક્ત પ્રયાસોથી શક્ય બન્યું. ઘણા બહુજનવાદીઓને નેહરુના નામથી વાંધો હશે, પણ જ્યારે તમે “હિંદુ કોડ બિલ”નો વાસ્તવિક ઇતિહાસ તપાસસો તો તમને નેહરુનું યોગદાન પણ જોવા મળશે જ.
આ હિંદુ કોડના લીધે મહિલાઓને મુખ્ય 8 પ્રકારના અધિકારો મળ્યા.
૧. હિન્દુ વિવાહ અધિનિયમ
૨. વિશેષ વિવાહ અધિનિયમ
૩. ગોદ/દત્તક અધિનિયમ
૪. હિન્દુ ઉત્તરાધિકારી અધિનિયમ
૫. નિર્બળ તથા નિર્ધન પરિવારના સદસ્યોનું ભરણપોષણ અધિનિયમ
૬. અપ્રાપ્તવ્ય સંરક્ષણ સંબંધી અધિનિયમ
૭. ઉત્તરાધિકારી અધિનિયમ
૮. હિન્દુ વિધવાને અધિકાર અધિનિયમ
“હિન્દુ કોડ બિલ”નો સંઘર્ષ સૌએ વાંચવો જોઈએ અને ખાસ કરીને હિંદુ મહિલાઓએ વાંચવો જોઈએ. કે તેમને પુરુષ સમાન અધિકારો કોઈ દેવી-દેવતાઓએ નહિ પણ ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપ્યા છે અને એટલે આજે સન્માન સાથે માથું ઊંચી રાખીને પુરુષની બરાબરી કરી શકે છે.
સૌ સમર્થકો માટે,
જે લોકોએ મને આર્થિક, સામાજિક, મોરલ સપોર્ટ કરવાની જાહેરાત કરી છે, એ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ કોઈ વ્યક્તિગત લડાઈ નથી. આ ભારતના બહુજન પીડિત, શોષિત લોકોની લડાઈ છે. જો આપણે એકબીજાને સહયોગ, સમર્થન નહિ આપીએ તો ક્યારેય સંગઠિત નહિ થઈ શકીએ અને સમાજમાં વૈચારિક પરિવર્તન નહિ લાવી શકીએ.
સૌને મારી નમ્ર અપીલ છે કે, ઓનલાઈન
“શરૂઆત બુક સ્ટોર” ની મુલાકાત લે અને વધુમાં વધુ પુસ્તકો ખરીદે અને પોતાના સગાસબંધીઓમાં વહેંચે. જન્મદિવસ, મૃત્યુપ્રસંગ, તેજસ્વી તારલા સન્માન, સમૂહ લગ્ન, વિગેરે કાર્યક્રમમાં આ પુસ્તકો વહેંચે. ફૂલોના ગુલદસ્તા, શાલ જેવા બિનઉપયોગી વસ્તુઓ આપવાની બંધ કરીને પુસ્તકોથી સન્માન કરે.
જ્યાં સુધી સમાજમાં “બહુજન શિક્ષણ” નો પ્રસાર પ્રસાર નહિ થાય ત્યાં સુધી બહુજન મુવમેન્ટ આગળ નહિ વધે. એટલે પુસ્તકો ખાસ ખરીદજો.
– અત્યારે 24 કલાક માટે શરૂઆત પબ્લિકેશનના પુસ્તકો પર ખાસ ડિસ્કાઉન્ટ છે. જેનો લાભ લેજો.
– વળી, તે સિવાય બીજા સવા સો જેટલા પુસ્તકો છે તે પણ ખરીદજો.
“શિક્ષિત બનો” નો મતલબ હિંદુ સરકારે ક્લાર્ક પેદા કરવા નક્કી કરેલું શિક્ષણ નથી પણ બહુજન સમાજના મહાનાયકો, તેમના વિચારો, આપણા હક-અધિકારો, વિશે જાણવું “અસલી શિક્ષણ” છે.
મારામાં આટલું બધું લખવાની હિંમત બહુજન નાયકોને વાંચીને આવી છે, તમે પણ વાંચો, તમે પણ હિંમતવાન બનો અને બેધડક સાચું લખો, તેવી શુભેચ્છા. આવતી કાલે મારા પર લાગેલા (પોલીસ ફરિયાદમાં લખેલ) નવા આરોપ પર વાત કરીશું અને હિન્દુ ધર્મ ગ્રંથોના રેફરન્સ સાથે સાબિત કરીશું કે મેં કશું ખોટું નથી લખ્યું.
Nice.. bahu time thi group ma add chhu but aaje paheli vakht post vanchi. Khub Saras lakhyu chhe..