પ્રકરણ ૮ | હિન્દુ ધર્મ નહિ, અધર્મ છે. હિન્દુ રાજનીતિ છે.

Wjatsapp
Telegram

26 જૂન 2020
શુક્રવાર

મારા પર જે ફરિયાદો કરવામાં આવી છે તેમાં લખ્યું છે કે, મેં હિન્દુ ધર્મ વિશે કેટલાક સ્ટેટમેન્ટ આપ્યા છે જેનાથી તેમની લાગણી દુભાઈ છે. જેમાંથી એક હતું, “હિન્દૂ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે.” અગાઉ 7 આર્ટિકલ લખીને આપણે સાબિત કર્યું કે હિન્દૂ ધર્મ ગ્રંથોમાં મહિલાઓ વિશે અભદ્ર લખેલું છે, જેને કચરો જ કહેવાય.

મારું બીજું એક સ્ટેટમેન્ટ હતું કે, “હિન્દૂ ધર્મ નહિ અધર્મ છે.” આ લગભગ છેલ્લા 2 વર્ષથી હું લખું છું અને સાથે-સાથે કેટલીય જગ્યાએ મેં લખ્યું છે કે, “હિન્દૂ એ રાજનીતિ છે.” એટલે આ બીજું સ્ટેટમેન્ટ પણ આપણે સાબિત કરીશું.

સૌથી પહેલાં આપણે હિન્દૂ ધર્મમાં ધર્મના તત્વો(ગુણો) છે કે નહીં તે ચકાસીશું. સાથે સાથે હિન્દૂ ધર્મ શુ છે, તેનું તત્વજ્ઞાન(ફિલોસોફી) શુ છે તેની પણ વાત કરીશું અને અંતમાં, “હિન્દૂ ધર્મ એ રાજનીતિ છે” તેની પણ વાત કરીશું. તો, “હિન્દૂ ધર્મ નહિ અધર્મ છે, રાજનીતિ છે.” આ સ્ટેટમેન્ટ પર હું કાયમ છું અને હું કેવી રીતે આ તારણ પર પહોંચ્યો તેની માહિતી તમારી સાથે શેયર કરીશું.

હિન્દુને લગતા ભ્રમમાં ફક્ત હિંદુઓ જ નહીં પણ બિનહિન્દુઓ પણ જીવી રહ્યા છે, એ બાબતે આજે મારે વાત કરવી છે. મને ઘણા લોકોના ફોન આવે છે. જેમાંથી ઘણા મારા સમર્થકો પણ છે અને તેઓ એમ જણાવે છે કે,
૧. “કૌશિકભાઈ હિન્દૂ ધર્મ નહિ, બ્રાહ્મણ ધર્મ શબ્દ વાપરો.”
૨. વળી, કેટલાક હિંદુઓ “સનાતન ધર્મ” શબ્દ પર જોર આપે છે.
૩. તો વળી કેટલાક, “વૈદિક ધર્મ” શબ્દ પર જોર આપે છે.
૪. અને કેટલાક અતિબુદ્ધિજીવી ગણાતા લોકો કહે છે કે, હિન્દૂ ધર્મમાં એક નહિ 9 અલગ અલગ ફિલોસોફી છે, જેમાંથી એક વૈદિક છે.

હિન્દૂ, વૈદિક, બ્રાહ્મણ, સનાતન બધા શબ્દોનો મતલબ એક જ છે અને તેમાં સૌથી વધુ અસરકારક શબ્દ એ હિન્દૂ છે. આ બધા જ શબ્દોવાળા એક ધર્મનો, એકમાત્ર આધાર વેદો છે અને પુરાણો, સ્મૃતિઓ, વિગેરેને પણ પવિત્ર ગ્રંથો માને છે. આ બાબતમાં તમારી અને મારી વચ્ચે કોઈ કહેતાં કોઈ અસહમતી નહિ હોય. જ્યારે વેદો જ ઉપરના ચારેય શબ્દોવાળા એક જ ધર્મનો આધાર હોય તો તેને ગમે તે નામે બોલાવો, ટેકનિકલી કોઈ ફરક નથી પડતો. પણ, સમજવામાં બહુ મોટો ફરક પડે છે. (જેના વિશે આગળ વાત કરીએ.)

જેમ મેં ઉપર કહ્યું તેમ ઉપરના ચારેય શબ્દો અંતે તો એક જ છે અને એ બધા જ વેદોને પવિત્ર માને છે; વેદોને જ ધર્મનો આધાર માને છે; અને એ વેદો વર્ણવ્યવસ્થા, જાતિવાદના જનક છે. એટલે જ્યારે હું એમ લખું કે,”હિન્દૂ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે.” અને આર્ટિકલો લખીને સાબિત કરું તો વૈદિક ધર્મ ગ્રંથોમાં, સનાતન ધર્મ ગ્રંથોમાં, બ્રાહ્મણ ધર્મ ગ્રંથોમાં કચરો લખ્યો છે એવું આપોઆપ સાબિત થાય છે, એને અલગથી લખવાની જરૂર નથી. ગામનું નામ બદલવાથી ગામના લોકો નથી બદલાતા.

હવે, જે બહુજન લોકો તરફથી મને જે દલીલ મળે છે કે, “કૌશિકભાઈ તમે હિન્દૂ ધર્મ લખશો તો આપણા સમાજના (SC, ST, OBC) આપણા ઉપર બગડશે અને આપણી સામે પડશે, અને જો બ્રાહ્મણ ધર્મ લખશો તો ફક્ત બ્રાહ્મણોને જ અસર કરશે. આ વાત 100% સાચી છે. પણ મારા ભાઈઓ, આપણે જે વૈચારિક પરિવર્તનનું આંદોલન ચલાવી રહ્યા છીએ એ બ્રાહ્મણો માટે ચલાવી રહ્યા છીએ કે આપણા બહુજન સમાજ માટે? આપણે SC, ST, OBC ને આ અધર્મમાંથી બહાર કાઢવાના છે કે બ્રાહ્મણોને બહાર કાઢવાના છે?

જ્યારે તમે બ્રાહ્મણ ધર્મ લખો છો તો બહુજન સમાજ (મોટી સંખ્યામાં) તેને સમજી શકતો નથી. એટલે એ વાંચતો નથી, વિચારતો નથી કે તેમની કથિત લાગણી દુભાતી નથી. એટલે એ વિચારતો નથી કે કાંઈ વાંચતો નથી. અને બહુજન સમાજ એ જ ધર્મમાં પડ્યો રહે છે જે અધર્મે તેનું સદીઓથી શોષણ કર્યું છે.

જે બ્રાહ્મણોએ આ ગ્રંથો લખ્યા અને હિન્દૂ સમાજમાં લાગુ કર્યા, એને ટાર્ગેટ કરવાથી ઝાઝો ફરક નહિ પડે. તેઓએ બદઈરાદાપૂર્વક, જાણીજોઈને રાજનીતિના ભાગ રૂપે આ બધું લખ્યું છે. જેમ આજે સરકાર, મીડિયા જાણી જોઈને જુઠ્ઠું બોલે છે અને તેમને ઉઘાડાં પાડીએ તો નફ્ફટ બની જાય છે પણ માંફી માંગતા નથી, એ જ રીતે જે બ્રાહ્મણોએ આવા ગ્રંથો રચ્યા અને જે આવા ગ્રંથોનું સમર્થન કરે છે, તેને તમારી ટીકાઓથી ફરક પડતો નથી. તેની રાજનીતિને એટલો મોટો ધક્કો વાગતો નથી કે એ “બ્રાહ્મણ ધર્મ” શબ્દ પર તમારી જોડે શાબ્દિક કે કાનૂની લડત લડે.

વળી, આજે તેમની રાજનીતિ “બ્રાહ્મણ ધર્મ” કે “સનાતન ધર્મ” શબ્દ પર નહિ “હિન્દૂ ધર્મ” શબ્દ પર ચાલે છે. તમે જ્યાં સુધી ચલણમાં હોય તેવા શબ્દો ઉપયોગ નહિ કરો તો વધુમાં વધુ લોકો સુધી તમે તમારા વિચારો નહિ પહોંચાડી શકો. એટલા માટે જ “હિન્દૂ ધર્મ” શબ્દ વાપરવો જરૂરી છે, અન્ય શબ્દો નહિ.

મારી જાણ મુજબ 6 ફરિયાદ થઈ છે મારા પર. એમાંથી એકેય ભ્રાહ્મણે નથી કરી, બધા જ SC, ST અને OBC છે, સૌથી વધુ OBC છે. મેં જે લખ્યું છે એવું તો અસંખ્ય બહુજન લોકોએ લખ્યું છે પણ તેમણે “બ્રાહ્મણ ધર્મ” શબ્દ વાપર્યો છે એટલે SC, ST, OBC જે પોતાને હિન્દૂ ગણે છે તેમની લાગણીને ઠેસ નથી પહોંચતી કે નથી તેઓ તેના પર કોઈ રિએક્શન આપતા. અને જેવું મેં એ જ વાત “હિન્દૂ ધર્મ” શબ્દ લખીને મૂકી, તો બધા ઉકળી ગયા. કારણ કે તેમને સમજ પડી કે જેને તેઓ ધર્મ સમજી રહ્યા છે તેની જ વાત કૌશિકભાઈ કરી રહ્યા છે. અને એટલે જ ફોન પર, સોશિઅલ મીડિયામાં ધમકીઓ મળવા લાગી, પીલીસમાં ફરિયાદો આપી.

અને જ્યાં સુધી ફરિયાદોનો સવાલ છે, ધારો કે FIR થાય તો આપણને કોર્ટમાં સાબિત કરવાનો મોકો મળશે. પેરિયાર પર કેટલી બધી ફરિયાદો થઈ હતી! યાદ છે ને? પણ એના પરિણામ સ્વરૂપ આજે સાઉથમાં RSS જેવા કટ્ટર હિન્દૂ સંગઠનો પગ નથી જમાવી શકતા. અને આખા ભારતમાં ત્યાં જ મોદીનો સૌથી વધુ વિરોધ થાય છે. દક્ષિણના રાજ્યો ભાજપ-કોંગ્રેસની હિન્દૂ રાજનીતિથી મુક્ત થયા તેની પાછળ આ એક મોટુ કારણ છે.

ગુજરાતના લોકોને જગાડવા હોય, આ ધર્મના નામે અધર્મમાંથી બહાર કાઢવા હોય, રેશનલ-વૈજ્ઞાનિક વિચારોવાળા બનાવવા હોય તો એ જ ભાષામાં લખવું, બોલવું પડશે જે સામાન્ય માણસની ભાષા હોય. એ જ શબ્દોનો ઉપયોગ કરવા પડશે કે જે સામાન્ય માણસના શબ્દો હોય.

હવે તમે નક્કી કરો, કયો શબ્દ વાપરવો જોઈએ અને કયો શબ્દ ના વાપરવો જોઈએ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આવતી કાલે, આ જ આર્ટિકલને લંબાવીને હિન્દૂ, સનાતન, વૈદિક ધર્મમાં ગણાતા 9 ધર્મ/સંપ્રદાય/વિચારધારા/શાખા પર વાત કરીશું. અને કેવી રીતે શબ્દોની ચાલાકી કરીને, ગમે તે રીતે વૈદિક ધર્મને બચાવવા સનાતન શબ્દનો ઉપયોગ કરે છે? તેના પર વાત કરીશું.

અને ભાઈઓ-બહેનો, ફક્ત વાંચવાનું નથી; અન્ય લોકોને વંચાવવાનું પણ છે. જેટલા વધુ લોકો વાંચશે, એટલા જ વધુ લોકો જાગૃત થશે. જે દિવસે બહુમત લોકો જાગૃત થશે તે દિવસે ગુજરાતની પરિસ્થિતિ બદલાશે. એટલે પુસ્તકો ખરીદો, વાંચો અને લખો. આ સિરિજના બધા આર્ટિકલ મેક્સિમમ સ્પ્રેડ કરજો.

✍️કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

11 Responses

 1. દિનેશભાઇ વાળા says:

  ખૂબ ખૂબ ધન્યવાદ….સમાજ ને સાચી રાહ તરફ વળવા ના પ્રયત્નો બદલ આપને વન્દન છે.

 2. Bablu Chanchani says:

  Very good bhai

 3. મધુકર ભાઈ બડવા says:

  અનુ. જાતિ સમાજમાં વૈચારિક ઉત્ક્રાંતિ નું એક જબરદસ્ત અભિયાન ચલાવી આપ બાબાસાહેબના ક્રાંતિ રથને આગળ વધારવાનું કામ કરી રહ્યા છો જે પ્રશંશનીય છે. આપને અમારો પૂરેપૂરો સપોર્ટ છે. જય ભીમ.

 4. ગરવા આનીલ says:

  બ્રાહ્મણો ની ચોટી પકડવી જરુરી છે રણનીતી સમાજ હીતની છે ભાઈ.

 5. C.N.Joshi (s/c) says:

  ખરેખર આપ સાચાં જ છો હિન્દુ શબ્દ ઉપર એસસી એસટી ઓબીસી હિપ્નોટાઇઝ છે! અને એ તંદ્રામાંથી બહાર કાઢવા જરુરી છે! આપ આગળ વધો અને જરુર જણાય ત્યાં વ્યક્તિગત રીતે હું આપની સાથે છું
  આપના આ તમામ લખાણો વોટ્સએપ ઞ્રુપ માં પણ સતત ફરતાં થાય તે પણ જરૂરી છે! ઓબીસી એસસી એસટી સમાજ માં પણ જાગૃતિ લાવવા ઘણા લોકો પ્રયત્ન કરી રહ્યા છે! તેવા લોકો ને પણ આ લખાણ ઘણું મદદરૂપ બનશે!

 6. Govind Maru says:

  ‘ગુજરાતના લોકોને જગાડવા હોય, આ ધર્મના નામે અધર્મમાંથી બહાર કાઢવા હોય, રેશનલ-વૈજ્ઞાનિક વિચારોવાળા બનાવવા હોય તો એ જ ભાષામાં લખવું, બોલવું પડશે જે સામાન્ય માણસની ભાષા હોય. એ જ શબ્દોનો ઉપયોગ કરવા પડશે કે જે સામાન્ય માણસના શબ્દો હોય.’
  એકદમ સટીક…
  ધન્યવાદ.
  –ગોવીન્દ મારુ
  http://govindmaru.com

 7. સાહિલ પરમાર says:

  Hinduism is not a religion,but the meanest,the dirtiest politics. હિન્દુ ધર્મ એ ધર્મ નથી; પણ અધમાં અધમ,નીચમાં નીચ,ગંદા માં. ગંદી રાજનીતિ છે.

 8. Dipak vaghela says:

  કૈશિકભાઈ ભારત દેશ માં તમારા જેવા નાગરિક આપણા સમાજ માં જે વૈચારિક ક્રાંતિ નું કામ કરી રહ્યા છે તેમને મારુ સમર્થન છે. આપ આ કાર્ય આગળ ધપાવી બાબા સાહેબ નું સપનું સાકાર કરશો.

  • Sharuaat says:

   તમે પણ આર્ટિકલ મેક્સિમમ સ્પ્રેડ કરી લોકોને જાગૃત કરજો. 🙏

Leave a Reply

Your email address will not be published.