બાળલગ્ન એટલે બે નાનાં બાળકોનાં લગ્ન એવું નહોતું

પ્રાચીન પરંપરાઓ એટલે સ્ત્રીઓ માટે અન્યાયનો ભંડાર
બાળલગ્ન એટલે બે નાના બાળકોનાં લગ્ન એવું નહોતું. બાળલગ્ન પરંપરાનો ભોગ પણ સ્ત્રીઓ જ બનતી હતી. બાળકીઑ ને રમવા ખેલવાની ઉમરે માં બનીને સંસારની જવાબદારીઓ ઉઠાવી લેવા મજબૂર બનવું પડતું હતું. કોઈ એક પરંપરા એવી શોધી જડતી નથી જેમાં સ્ત્રીઓને અન્યાય ન થતો હોય.
નવલરામ ત્રિવેદીકૃત “સમાજસુધારાનું રેખાદર્શન” ના આધારે કહું તો ,
ઓગણીસમા સૈકા પહેલા ગુજરાતમાં બાળવિવાહ સામાન્ય બની ગયા હતા. છોકરીઓને મોટે ભાગે ત્રણથી અગિયાર વર્ષની વયે પરણાવી દેવામાં આવતી તેરમાં વર્ષ સુધી તો ભાગ્યે જ કોઈ છોકરી કુંવારી રહેતી.
કોઈ પણ સંજોગોમાં અપરણિત પુત્રીનો બોજો દૂર કરવાનો પ્રયત્ન રહેતો. આ કાર્ય મુશ્કેલ એટલા માટે પણ બનતું કે પસંદગી એક જ નાતમાં, પેટા નાતમાં કે એક જ ગામમાં કરવાની હતી. આ બધાનું પરિણામ એ આવ્યું કે ઘણા લગ્નો લાકડે માંકડા વળગાડવા જેવા થતાં. કન્યા આઠ વર્ષની હોય અને સાઠ વર્ષનો ડોસો હોય.
અઢારમી સદીમાં થઈ ગયેલા કવિ વલ્લભ ભટ્ટે બાળપત્નીની દુર્દશા હૃદય દ્રાવક રીતે એક કાવ્યમાં કરી છે. જેમાં ગોરમાને ઉદ્દેશીને કાવ્ય રચાયું છે.
ગોરમા સોળ વરસ પ્રત્યક્ષ કે, એને હેંસી થાય રે લોલ.
Poem of Vallabh Bhatt
ગોરમા મ્હારા કાળા કેશ કે, એ આખો પળ્યો રે લોલ.
ગોરમા હું થઈ જોબન વેશ કે, જન્મારો બળ્યો રે લોલ.
ગોરમા રોજ બિછાવું પુષ્પ કે, એ દેખીને રૂએ રે લોલ.
ગોરમા જણતા ન દીધી ફાંસી કે, વિખ દઈ મારવીતી રે લોલ.
ગોરમા પિયુજી સૂતા મરવા કે, જાણે થાઔ સતી રે લોલ.
ગોરમા કરજોડી લાગુ પાય કે, દેજો સમરથ ધણી રે લોલ.
એક એક કળીમાં બાળપત્નીની વેદના ને કવિ એ કંડારી છે. એક સોળ વરસ ની દીકરી ગોરમાને કહે છે મારે સોળ થયા અને વર ને ૮૦ થયા. મારોતો જન્મારો જ બળ્યો ને આના કાયરતા તો મને જણતાં જ ફાંસી કે ઝેર આપીને કેમ મારી ના નાખી? મારી આ ઉમરે જ મારા વર તો ખાટલે મરવા પડ્યા છે જાણે કહેતા હોય હવે સતી થઈ જાવ, મારે મરવાનો સમય આયો.
બાળકીઓ બાળવધુઓ, બાળમાતાઓ, અને બાળવિધવા બનતી.
અઢારમી સદીના કવિ કૃષ્ણરામે નોંધ્યું છે કે 10,11,12 વરસની છોકરીઓ માતા બનતી, આવી માતા અને આવા બાળકોનું ભવિષ્ય કેવું હોઇ શકે.