FIR જેહાદ | ડૉ. બાબાસાહેબ આંબેડકર, મહિલાઓ, મુસલમાનો વિશે અભદ્ર ટિપ્પણી કરનારાઓ પર સંખ્યાબંધ FIR

#FIR_જેહાદ
30 એપ્રિલ 2020
ટિકટોક પર બાબાસાહેબ આંબેડકર અને મહિલાઓ વિષે અભદ્ર ટિપ્પણી કરનાર માણાવદર તાલુકાના, વેકરી ગામના, મિલન જગમાલ ભેડા નામના શખ્સ સામે FIR નોંધવામાં આવી છે.
કેટલાક અસામાજિક તત્વો હિંદુ દેવી દેવતાઓ ફોટા ડીપીમાં લગાવી, હિંદુત્વના નામે ગમે તેને ગાળો ભાંડતા છે, મારવાની ધમકી આપે છે. આ શખસ સાથે અન્ય કેટલાક યુવાનો સાથે મળી સોશિઅલ મીડિયામાં લોકો સાથે ગાળાગાળી, અભદ્ર ભાષા વાપરવી, ટ્રોલ કરવા જેવી પ્રવૃત્તિઓ કરે છે. આ આખી ટોળકી પર પણ કાયદાનો સિકંજો કસવા એક્ટિવિસ્ટોએ ચક્રો ગતિમાન કર્યા છે.

આ સિવાય,
– રાજપીપળાના ચિરાગ પટેલ પર કોમી વૈમાનશય ફેલાવવા બદલ FIR નોંધવામાં આવી છે.
– ગાંધીધામમાં અશ્વિન કટારમલ પર પણ FIR નોંધવામાં આવી છે.
સમગ્ર ગુજરાતમાં સોશિઅલ એક્ટિવિસ્ટોનું એક મજબૂત સંગઠન બનાવવામાં આવ્યું છે જે સોશિઅલ મીડિયાના અસામાજિક, લુખ્ખા તત્વોને શોધી, FIR કરાવવાનું કામ કરી રહ્યા છે. સોશિઅલ મીડિયાના અસામાજિક તત્વોને જેલ ભેગા કરવાના, છેલ્લા દોઢ મહિનાથી ચાલતા આ અભિયાનને ખાસી સફળતા મળી છે.
આજ સુધી કુલ 525 FIR માં કુલ 1075 લોકો પર ગુના નોંધવામાં આવ્યા છે. એવું અલ્પસંખ્યક અધિકાર મંચના અધ્યક્ષ શમશાદ પઠાણ જણાવે છે.
– કૌશિક શરૂઆત