કમ્યુનિસ્ટો એટલે બે મોંઢા વાળા સાંપ : માન્યવર કાંશીરામ સાહેબ.

શા માટે માન્યવર કાંશીરામ સાહેબે કમ્યુનિસ્ટોને બે મોંઢા વાળા સાંપ કહ્યા હતાં?
માન્યવર કાંશીરામ સાહેબ જમીની નેતા હતાં. એમણે જોયું અને અનુભવ્યું કે જ્યાં અમે બહુજન સમાજ બનાવવા માટે દિવસરાત એક કરીએ છીએ, બહુજન મુવમેન્ટ મજબૂતી થી આગળ વધારી રહ્યા છીએ એવી જગ્યાએ જ આ કહેવાતાં કમ્યુનિસ્ટો ડેરા તંબુ તાણીને બહુજન મુવમેન્ટને ખતમ કરવાં માટે એડીચોટીનું જોર લગાવી વંચિત, પીડિત, શોષિત એવાં જાતિવાદ, ભેદભાવ, અન્યાય અત્યાચારનો શિકાર આ દેશનાં બહુજન સમાજ(SC, ST, OBC, Minorities) ને ગરીબી, શોષણ, મૂડીવાદ જેવાં મુદ્દાઓ ઉછાળી ખાસ કરીને તરવરીયા યુવાનોને ગરીબી, બેકારી, શોષણ, મૂડીવાદ, સામંતવાદનાં નામે ઉશ્કેરી બહુજન મુવમેન્ટ ને કમજોર કરે છે. પણ આ બધાંની જે જડ છે એ જાતિવાદ વિરુદ્ધ એક હરફ સુદ્ધાં નથી ઉચ્ચારતાં. જ્યારે બહુજન આંદોલનનો પ્રમુખ એજન્ડા અસમાનતાવાદી, અમાનવીય બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થાને ખતમ કરી ભાઈચારાનું નિર્માણ કરી સમતાવાદી, માનવતાવાદી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાનું છે.
માન્યવર કાંશીરામ સાહેબ કમ્યુનિસ્ટોને ભાજપ કોંગ્રેસ કરતાં પણ વધુ ખતરનાક માનતાં હતાં, તેઓ હંમેશા કહેતાં કે બીજેપી કોબ્રા છે, બીજેપી ખુલ્લો દુશ્મન છે, આપણને ખબર છે કે એ સીધો હુમલો કરશે. કોંગ્રેસ સાંપ છે, કોંગ્રેસ છૂપો દુશ્મન છે, એની પણ આપણને ખબર પડી જાય.
પણ કમ્યુનિસ્ટો લીલાં ઘાસમાં છુપાયેલાં લીલાં સાંપ છે, એ આપણને નરી આંખે દેખાય પણ નહીં અને છેતરીને ઘા કરે. એ આપણને ન જીવવા દે કે ન મરવા દે.
માટે માન્યવરે કમ્યુનિસ્ટોથી હંમેશા ચેતતા રહેવાનું કહ્યું છે.
-પ્રવીણ કુમાર