ક્યાં અમેરિકા ને ક્યાં ભારત!! શું આવી રીતે વિશ્વગુરૂ બનશે ભારત?

Wjatsapp
Telegram

1) અમેરિકામાં સરકારી હોસ્પિટલો છે નહિ. પણ કોઈ હોસ્પિટલ ક્યારેય એવું ના કહે કે એડવાન્સ પૈસા ભરો. તમારી જોડે ઈન્સ્યોરન્સ હોય કે ના હોય એમની સારવાર કરવાની ફરજ છે. સાજા થયા પછી તમારા ઘેર બીલ મોકલ્યા કરે. તમે ઓછી આવકના પુરાવા રજુ કરો એટલે એ બધા બીલ ચેરિટીમાં જતાં રહે. તમારી આવક ઓછી હોય તો સ્ટટે ગવર્નમેન્ટ તરફથી ઈન્સ્યોરન્સ મળે એમાં કોઈ પણ હોસ્પિટલમાં મફત સારવાર મળે. દવાઓ મફત મળે.
લખનાર : Bhupendrasinh R Raol

2) જયારે પણ બે દેશો સાથે સરખામણી કરવાની આવે ત્યારે અમુક બાબતો મને આ દેશ સાથે જકડી રાખે છે. સ્વચ્છતા, ભ્રષ્ટાચારરહિત સામાન્યજીવન, શિક્ષણ પદ્ધતિ અને આરોગ્ય ક્ષેત્રમાં મળતી સગવડો. પૈસાના અભાવે કે ઈન્સ્યુરન્સના અભાવે દર્દીની સારવાર ન થાય એવો કોઈ જ નિયમ અહીંની કોઈ હોસ્પિટલમાં નથી. પહેલા સારવાર અને પછી જ બિલની વસૂલી. એ પણ ઘરે ગયા પછી. હોય તો ભરો, ના હોય તો હપ્તે હપ્તે આપો અને એ સવલત ન હોય તો હાથ અધ્ધર કરો અને ચેરિટીમાંથી એ કવર થાય. આ બધા માટેના રૂલ્સ અને પ્રોસેસ છે પણ સારવારમાં એનાથી કોઈ ડીલે ન થાય. એટલે જ હવે આ દેશ ન છૂટે.
લખનાર : Ajaykumar Panchal

3) અમેરિકાની દરેકે દરેક હોસ્પિટલમાં લખેલું હોય છે કે કોઈ પણ દર્દીને પૈસાના અભાવે મૂલભૂત સારવાર લેતાં અટકાવાશે નહિ.
લખનાર : Pravinkant Shastri

આ ઉપરની ત્રણ પોસ્ટ ખાલી અમેરિકાની સિસ્ટમ જણાવવા માટે મૂકી છે.

મને પણ મારા દેશ માટે દેશ પોતાનો હોવાનું માન છે. પણ, શિક્ષણનું ખાનગીકરણ ભેદભાવ વાળી પેઢી તૈયાર કરે છે એનું દુઃખ પણ છે. સરકારી શાળાઓની ઉતરતી ગુણવતાના કારણે ખાનગી શાળામા તગડી ફી થી ભણતા અને સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે અસમાનતા નિર્માણ થાય છે. ઉચ્ચ શિક્ષણ મેળવવા ધનપતિના સંતાન હોવું જરૂરી બની ગયું છે.

ખેડૂતો કરતા ધનકુબેરોને સરકારો વધુ સગવડો પુરી પાડે છે, વ્યાજ અને દેવો માફીનો લાભ પણ એમને વધુ મળે.

ભ્રષ્ટાચાર જાણે સામાન્ય બાબત છે. નાનામાં નાના કામ માટે પણ કંઈક વહેવાર કરવો પડશે એવી બીક દરેક નાગરિકમાં છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મેડિકલ બાબતે તો પૈસા સામે માણસના જીવની કિંમત સાવ તુચ્છ છે. ખાનગી હોસ્પિટલો તો સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા દર્દીઓની લાશ પણ પૈસા વસૂલ્યા વિના સગાઓને સોંપતી નથી. જ્યાં મફત સારવાર અપાતી હોય તેવી સીવીલ હોસ્પિટલોમાં તો સ્ટ્રેચરમાં દર્દી ઓપીડીની લાઈનોમાં તેનો વારો આવવાની રાહ જોઈએને કણસ તો પડ્યો હોય છે, દર્દીઓ કરતા બેડ ઓછા પડે છે. દર્દીઓને ભોય પથારીમાં રાખવા પડે છે.

પત્રકારત્વની તો વાત જ અલગ છે અહીં ટીવી ડિબેટો સરકારની તરફેણમાં વધુ અને વિરુદ્ધમાં નહિવત થાય છે. ધર્મ અને જાતિ જોઈને સમાચાર ને છાપામાં જગ્યા મળે છે.

– જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.