માસ્ક અંગે ખોટું અર્થઘટન કરવા બદલ ગુજરાત પોલીસ પર ફરિયાદ

Wjatsapp
Telegram

પ્રતિશ્રી,
(૧) ચીફ જસ્ટીસ ઓફ ગુજરાત.
ગુજરાત હાઈકોર્ટ, સોલા,
અમદાવાદ.

(૨) ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, સુપ્રિમ કોર્ટ, નવી દિલ્હી

(૩) ડી.જી.પી. સાહેબશ્રી, ગુજરાત રાજ્ય.

અરજદાર: રાજેશકુમાર ગોવિંદભાઈ સોલંકી (એડવોકેટ & નોટરી) રહે. લક્ષ્મીપુરાના છાપરા, વિજય મિલ સામે, નરોડા રોડ, અમદાવાદ.

વિષય : ભારતીય બંધારણની ભંગ/ઉલ્લંઘન, અવમાનના કરી ભારતીય બંધારણ વિરુદ્ધ તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્રક્રમાંક જી-1/L&O/T-2/Covid-19/3461/20 તા ૨૦/૦૬/૨૦૨૦ના પત્રનો ભંગ કરતા પી.આઈ. સાહેબશ્રીઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાં બાબત.

માન. ચીફ જસ્ટીસ સાહેબશ્રી,

ઉપરોક્ત વિષયના અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે, અમો રાજેશ જી. સોલંકી છેલ્લા ૧૨ વર્ષથી મેટ્રો કોર્ટ ખાતે વકીલાતનો વ્યવસાય કરીએ છીએ અને ઉપરોક્ત સરનામે રહી સમાજ સેવા કરી ગુજરાતમાં સંવિધાનની બાંહેધરી આપેલા મૂળભૂત માનવ અધિકારો અને બંધારણીય હક્ક અધિકારો પ્રત્યે લોક જાગૃતિ દ્વારા લોકોને લોકશાહી પ્રત્યે નિસ્બધતા અને પ્રતિબદ્ધતા કેળવાય તે માટે લોકોમાં જાગૃતિનું કામ કરીએ છીએ.

આખું વિશ્વ હાલમાં કોરોના જેવી વૈશ્વિક મહામારીથી પીડાઈ રહેલ છે. તેમાં આપણો ભારત દેશ પણ આ ભયંકર વાયરસની જપેટમાં આવેલ હોય રાજ્ય સરકાર અને વડી અદાલતો દ્વારા વિવિધ સમયે તકેદારી લઈને વિવિધ ઝોન પાડી લોકો આ ભયંકર વાયરસનો ભોગ ના બને તે અન્વયે સજાગ રહી આ વાયરસને લઈને કોઈ ગુજરાત રાજ્યનો નાગરિક ભોગ ન બને તેની તકેદારી લીધેલ છે. તેમજ, પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રીની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગરના પત્રક્રમાંક જી-1/ L&O/T-2/Covid-19/3461/20 તા. ૨૦/૦૬/૨૦૨૦ ના રોજ વિવિધ સંદર્ભ લઇ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. આ જાહેરનામાં મુજબ ગૃહમંત્રાલય ભારત સરકાર તેમજ ગૃહ વિભાગ ગુજરાત રાજ્ય સરકારશ્રીના હુકમથી કન્ટેઈનમેન્ટ ઝોનમાં લોકડાઉનની અવધિ તા. ૩૦/૦૬/૨૦૨૦ સુધી લંબાવવા રાત્રીના કલાક 9:00 થી કલાક 9:00 નાઈટ કર્ફ્યું અને અન્ય વિસ્તારોમાં પ્રતિબંધિત પ્રવૃતિઓને તબક્કાવાર ખોલવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ જ પત્રક્રમાંક આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના તા. ૧૫/૦૬/૨૦૨૦નો ઉલ્લેખ કરવામાં આવેલ છે તે મુજબ જાહેર સ્થળો(મંદિર, મસ્જિદ, કોર્ટ, તળાવ, સીનેમાગૃહ, રેલવે સ્ટેશન, શાક માર્કેટ વિગેરે)એ , કામકાજના સ્થળોએ અને પરિવહન વખતે ચહેરો ઢાંકવા અને જાહેર સ્થળોએ નહિ થૂંકવા અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે. અને જો તેનો ભંગ કરવામાં આવે તો રૂ.૨૦૦ દંડ કરવાની સત્તા પોલીસ અધિકારીઓને સોંપવામાં આવી છે.

વધુમાં, Containment/Micro Containment Zones સિવાયના વિસ્તારોમાં સવારે કલાક 8:00 થી કલાક 19:00 (મહાનગરપાલિકા વિસ્તારમાં) આર્થિક પ્રવૃતિઓ ચાલુ રાખવા અને આવશ્યક સેવાઓ ચાલુ રાખવા મંજુરી આપવામાં આવેલ છે.

અમો અરજદાર આપ સાહેબશ્રીને જણાવીએ છીએ કે, આ પરિપત્ર મુજબ જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ અને પરિવહન વખતે ચહેરો ઢાંકવા સારું સ્પષ્ટ જણાવેલ છે. તેમ છતાં, પોલીસ દ્વારા જાહેર પબ્લીકને હેરાન-પરેશાન કરી ગમે તે રીતે દંડ ઉઘરાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ એકલો હોય, એની આજુબાજુમાં કોઈ ના હોય, તેમ છતાં, માસ્કના નામે દંડ લેવામાં આવે છે. બંધ ફોર વ્હીલ ગાડીમાં જતાં લોકો પાસેથી પણ માસ્કના નામે તેમજ આ પત્રક્રમાંકના નામે પોલીસ દ્વારા રીતસરની લુંટ ચલાવવામાં આવે છે. WHOની ગાઈડલાઈન મુજબ એકલા માણસને માસ્કની જરૂર નથી અને એક કરતાં વધુ લોકો હોય તો સોસીયલ ડીસ્ટન્સ રાખી બેસી શકે છે, એવો નિયમ છે. મતલબ કે, આ વાયરસ હવામાં રહેતો નથી અને જો રહેતો હોત તો દેશમાં ઘરેઘરે કોરોના વાયરસના દર્દી જોવા મળે તેવી પરિસ્થિતિ ઉભી થાત પરંતુ, હાલમાં એવું નથી એટલે કે માની શકાય કે આ વાયરસ હવામાં રહેતો નથી. જેથી કરી એકલા માણસને અસર કરી શકે તેમ નથી. તેમજ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા એવું પણ જણાવવામાં આવેલ છે કે, જે વ્યક્તિ બીમાર હોય, અસક્ત હોય અને જેને અતિશય ખાંસી હોય તે વ્યક્તિએ જ માસ્ક પહેરવું જોઈએ તેવું જણાવેલ છે. આરોગ્ય મંત્રાલયના આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન સાહેબશ્રીએ પણ કહેલ છે કે દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું ફરજીયાત નથી.

ભારતમાં ૩ માસથી લોકડાઉનની પરિસ્થિતિ છે અને તેથી હાલમાં પ્રજા પાસે આવકનું કોઈ સાધન નથી. તેમ છતાં, યેનકેન પ્રકારે સરકાર દ્વારા આવા દંડ નાખી જાહેરનામાં વિરુદ્ધ જઈને દંડ ઉઘરાવવામાં આવે છે. જો આ દંડ કરતાં, પોલીસ ખુદ માસ્કના પૈસા લઈ જો પરિપત્ર વિરુદ્ધ કોઈ નાગરિક પકડાય તો માસ્કના પૈસા લઇ માસ્ક આપે તો ઘણા અંશે આ પ્રકારના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે અને આ પ્રકારની કામગીરીથી જાહેરહિત પણ સચવાઈ શકે તેમ છે. કારણ કે, હાલમાં આ પ્રકારની જરૂર છે, નહી કે કાયદાની ઉપરવટ જઈ દંડ ઉઘરાવવાની. આમ જો પોલીસ ખુદ માસ્ક વેચવાનું રાખે તો પ્રજા, પોલીસ અને સરકાર વચ્ચે સારા સંબંધ પણ બની શકે અને ભારતીય બંધારણની જોગવાઈઓનું પણ પાલન થતું જોવા મળી શકે તેમ છે.

આપ સાહેબશ્રીને વધુમાં જણાવવાનું કે, અમો હાલ ઉપરોક્ત જણાવેલ સરનામે રહીએ છીએ અને અમારે શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદ લાગુ પડે છે. હાલ, ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે વાળા સાહેબ છે. તેઓ અમારા વિસ્તારમાં કલાક 19:00 વાગ્યે આવી આર્થિક પ્રવૃતિઓ બંધ કરાવે છે તે સારી બાબત છે. પરંતુ, વિસ્તારના લોકોને યેનકેન પ્રકારે એકલા માણસને હેરાન-પરેશાન કરી રોડ ઉપર કે અન્ય જગ્યા કે જે જાહેર જગ્યા ન હોય તેમ છતાં જબરજસ્તી ઘરે જતા રહેવાનું કહેવામાં આવે છે જેથી જે-તે વ્યક્તિના ભારતીય બંધારણે આપેલા મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે. જો કે આ જાહેરનામા મુજબ, કલાક 21:00 વાગ્યે કરફ્યુનો સમય છે અને તેનું પાલન પણ પબ્લિક કરતી હોય છે. તેમ છતાં, જાહેરહિતને નુકસાન કરીને આ જાહેરનામાંના નામે એક પ્રકારે ભય ફેલાવવામાં આવે છે.

અમો અરજદાર આપ સાહેબશ્રીને જણાવીએ છીએ કે, તા ૨૧/૦૬/૨૦૨૦ ના રોજ સાંજે 6:30 વાગ્યાની આસપાસ અમો રોડ પાસે એકલા બેઠા હતા ત્યારે પી.આઈ. વાળા સાહેબ ત્યાંથી નીકળેલ અને અમોને પુછેલ કે, “માસ્ક કેમ નથી પહેર્યું?” તો અમોએ જણાવેલ કે, “અમો એકલા છીએ, આ કોઈ જાહેરસ્થળ નથી. જેથી માસ્ક પહેરવું ફરજીયાત નથી.” જેથી તેઓએ અમારા નામનો 200 રૂ.નો મેમો બનાવેલ. અમે તેમાં નોંધ કરેલ કે, “હું એકલો હોય WHOની ગાઈડલાઈન મુજબ માસ્કની જરૂર નથી”. જેથી તેઓ અમોને કહેવા લાગેલ કે, “તું બહુ વિસ્તારની સમસ્યાઓ વિષે આવેદન આપે છે, RTI કરે છે.” મેં તેમને કહેલ કે, “હું સાચો છું.” જેથી તેઓ અકળાઈ ગયેલા અને તે દરમ્યાન પબ્લિક ભેગી થતાં પાછળથી તેઓએ પોલીસ કોન્સ્ટેબલને કહી વીડિઓ શુટિંગ કરાવેલ. ત્યારબાદ અમોએ દંડ ભરવાની ના પાડતા અમોને કલ્યાણ પોલીસ ચોકી લઈ ગયેલા. ત્યાં 9:15 વાગ્યા સુધી ચર્ચા ચાલતાં મેં કોઈ દંડ ભરેલ નહી. જો કે, મેં પોલીસને દંડ ભરવાની તૈયારી બતાવેલ અને જણાવેલ કે, “મેં જે નોંધ કરી છે તે પહોંચ મને આપો” પણ તેમણે તે પહોંચ મને આપેલ નહી.

અમો અરજદાર વધુમાં જણાવીએ છીએ કે, તા.૦૩/૧૦/૧૯ ના રોજ અમો શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં જુગારધારાના ગુનામાં અમારા અસીલના જામીન કરાવવા ગયેલા ત્યારે, આ ગુનામાં જામીન આપવા છતાં પોલીસ દ્વારા આરોપીને જામીન ના અપાતા અમો એડવોકેટ એ એક-એક કલાકે ૧૦૦ નંબર પર વર્ધી નોંધવતા હતા ત્યારે પણ આ પી.આઈ. સાહેબ દ્વારા મને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા અમોએ તાત્કાલિક સવારે ૪ વાગ્યાની આસપાસ સી.પી. ઓફીસ જઈને પી.આઈ. સાહેબ વિરુદ્ધ ફરિયાદ આપેલ.

વધુમાં જણાવવાનું કે, અમો અરજદાર દ્વારા તા.૦૩/૦૫/૨૦૧૯ ના રોજ શહેર કોટડા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા દારૂના અડ્ડા અન્વયે પોલીસ કમિશ્નર સાહેબને બુટલેગરોના નામ સાથે લીસ્ટ આપતા કોઈ કામગીરી થયેલ ન હોય અમોએ RTI કરતાં સંતોષકારક જવાબ ન મળતા ડી.સી.પી. સાહેબશ્રી સમક્ષ અપીલ કરેલ. તેમ છતાં, યોગ્ય જવાબ ન મળતા બીજી અપીલ કરેલ. જે અપીલ અન્વયે, માહિતી આયોગ દ્વારા તા. ૦૭/૦૩/૨૦૨૦ ના રોજ અપીલ નંબર અ-૧૩૨૦-૨૦ થી એક પત્ર ડી.સી.પી. સાહેબ અને પી.આઈ.શ્રીને મોકલેલ. જેથી અપીલ તારીખ ૨૦/૦૬/૨૦૨૦ના રોજ 18:00 કલાકે ડી.સી.પી. સાહેબ ઝોન-૩ દ્વારા રાખવામાં આવેલ.

જે સમય દરમ્યાન અમો ડી.સી.પી. ઓફીસ પહોંચી ગયેલ અને ૧ કલાક બેસી રહેલ ત્યારબાદ અમોએ ડી.સી.પી સાહેબના whatsapp નમ્બર પર મેસેજ કરેલ કે અમો છેલ્લા એક કલાકથી અપીલ ચલાવવા સારું બેસી રહેલ છે જેથી ડી.સી.પી. સાહેબે સ્ટાફના માણસ દ્વારા જણાવેલ કે, હાલમાં વિડીઓ કોન્ફરન્સ ચાલે છે જેથી નવો કાગળ મોકલી તમોને બોલાવીશ. જેથી અમો ડી.સી.પી. ઓફિસથી ઘરે જવા નીકળેલ. અમો કાલુપુરથી ઘરે જતાં હતા ત્યારે રસ્તામાં અમદુપુરા ખાતે વાળા સાહેબ બધી દુકાન બંધ કરાવતા હતા. આ બધી બાબતોને ધ્યાને લઇ પી.આઈ. સાહેબ દ્વારા અમોને ખોટી રીતે હેરાન પરેશાન કરેલ છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

લોકડાઉન સમયે વિવિધ જગ્યા ઉપર દારૂના અડ્ડા ચાલતાં હોય અમોએ મોબાઈલમાં વિડીઓ બનાવી આ વિડીઓ ફરતા કરતાં દારૂના અમુક અડ્ડા બંધ થયેલ છે અને હાલમાં પણ ખાડાવાળા ચાલી, આદિત્યનગરની સોસાયટી, સી કોલોની, બંસીની ચાલી, બુદ્ધનગર, ચામુંડા ફાટક, ગોરધનની ચાલી, નવદુર્ગાની ચાલી, લીલા પ્રતાપ, મિલન સિનેમા, આશાબેન પોટલીયા, મધુબેન પોટલીયા, ભુરીબેન, ચંદ્રિકાબેન, ડી. સ્ટાફ ઓફિસની સામે ગોરધનનું ડહેલું, સુરેશ અને લાલી મેમ્કો ચાર રસ્તા મુકેશ ઠાકોર, ભગવતીનગર, સરસપુર વગેરે જગ્યાએ આ કોરોનાની મહામારી વચ્ચે પણ દારૂના અડ્ડા જાહેરમાં ચાલે છે. પી.આઈ. સાહેબશ્રી આ અડ્ડા બંધ કરાવવાની જગ્યાએ એકલા વ્યક્તિ પાસેથી 200 રૂ. દંડ લે છે. તેમજ ૯ વાગ્યા પહેલા સ્થાનિક પબ્લીકને ડંડા વીંઝી ધમકી આપી ઘરે જતા રહેવા જણાવે છે અને ભારતીય બંધારણે આપેલ મૂળભૂત અધિકારોની ભંગ કરી લોકોને હેરાન પરેશાન કરી પોતાની ધાક જમાવે છે.

આમ, ભારતીય બંધારણની જોગવાઈ વિરુદ્ધ જઈ લોકોને હેરાન પરેશાન કરી પોતાના હોદ્દો અને સત્તાનો દુરુપયોગ કરી તેમજ પોલીસ પત્રક્રમાંક જી-1/L&O/T-2/COVID-19/3461/20 તા. ૨૦/૦૬/૨૦૨૦ નો ખુલ્લેઆમ ભંગ કરી ટાર્ગેટ મુજબ મેમો બનાવી પબ્લીકને હેરાન-પરેશાન કરી જાહેરહિતને નુકસાન કરતાં હોય આવી પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરાવવા સારું આપ સાહેબશ્રીને અમારી નમ્ર અરજ છે.

✍️ રાજેશ સોલંકી (એડવોકેટ & નોટરી)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Jay says:

    Hello sir tamare google ads નું approval account 6e

Leave a Reply

Your email address will not be published.