જાપાનમાં ગર્ભવતી સ્ત્રીઓ માટેની સંવિધાનિક જોગવાઈઓ વાંચશો તો અચંબિત થઈ જશો

Wjatsapp
Telegram

ભારતીય સંવિઘાનના આર્ટીકલ 42 મુજબ સ્ત્રીઓને મેટરનીટીને લગતી વિશેષ જોગવાઈ કરેલ છે.

પરંતુ આજે આપણે જાપાનના બંઘારણે સ્ત્રીઓ માટે કરેલ વિશેષ જોગવાઈઓ વિષે પ્રકાશ પાડીશું.

જાપાનના બંધારણના અનુચ્છેદ-25 મુજબ દેશના પ્રત્યેક નાગરિકને રહેણીકરણીના ન્યુનત્મ સ્તરની ગેરંટી આપેલી છે.
આ અનુચ્છેદ મુજબ માતા અને શિશુ ના કલ્યાણ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓનો મુળ ઉદ્દેશ્ય જનસંખ્યાને સતત બેલેન્સ કરવી અને એક સ્વસ્થ સમાજની રચના કરવી છે.

જાપાનના સ્વાસ્થ્ય મંત્રાલય ની સુચના અનુસાર 1960માં જાપાનમાં બાળમૃત્યુ દર 30.7 અને જન્મના મૃત્યુ દર એક હજારે 17 હતું. આ દર 1994 મા ઘટી ને ક્રમશ: 4.2 અને 2.3 પ્રતિ હજાર રહી ગયો.

આમાં જાપાનની સ્વાસ્થ્ય નિતીના નીચે મુજબની જોગવાઈઓનો બહોળો ફાળો રહેલો છે.

– જો કોઈ શિશુનું જન્મ સમયે વજન 2.5 કી.ગ્રાથી ઓછું હોય અને સમય પહેલા જન્મેલા બાળક માટે નિયમિત તપાસ માટે નર્સની સેવાઓ નિ:સુલ્ક મળે છે.

– એથી વિશેષ માતા અને શિશુને માટે અલગથી ભથ્થાની વ્યવસ્થા કરવામાં આવે છે. વિકંલાગ અને કુપોષિત બાળક માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

– પ્રત્યેક જાપાની મહિલાઓને પ્રસવ પહેલા હોસ્પિટલમાં જવા આવવા માટે જરુરી તપાસના 30 હજાર યેન (15 હજાર રૂ.) ની કુપન, પ્રસુતી દરમ્યાન હોસ્પિટલમાં જરુરી ખર્ચ માટે 6 લાખ યેન (3 લાખ રુ) તથા શિશુના જન્મ બાદ વસ્ત્રો માટે ફરીથી 30 હજાર યેનના કુપન આપવામા આવે છે.

– એટલું જ નહી જો માતા-પિતાની આવક અલ્પ આવક વર્ગ (આશરે 24 લાખ યેન) 12 લાખ થી ઓછી હોય તો શિશુના વસ્ત્રો માટે દરેક મહીને અલગથી અનુદાનની જોગવાઈ છે.
જન્મના બે અઠવાડિયા પછી એક નર્સ શિશુના સ્વાસ્થ્ય ની તપાસ માટે ઘરે આવે છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

– બાળકની ઉંમર દશ વર્ષની ના થાય ત્યાં સુધી તેના સ્વાસ્થ્ય ની તપાસ અને દવાનો સંપુર્ણ ખર્ચ સરકાર દ્રારા કરવામાં આવે છે.

જો ભારતીય લોકો સભ્ય દેશોના સામાજીક વ્યવહાર અને અનુશાસન સાથે સભ્ય દેશોની માનવ ગરિમા વિષે સાંભળશે તો એક વાર જરુર પુછશે કે જે દેશોને તેઓ ભૌતિકવાદી કહીને નકારતા છે તે દેશોની સભ્યતા એટલી વિકસિત છે તો ધર્મપ્રાણ કહેવાતા ભારતમાં શું સમસ્યા છે?

– ડૉ. અરવિંદ અરહંત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.