કોરોના અંધશ્રદ્ધા | હું 60 કોરોના પોઝિટિવ લોકોની બસ ભરીને લઈને આવું છું અને ફોન કટ.

એક કોમન ગ્રુપમા મિત્ર જગદીશભાઈ શાહે આ મહરાજને કોલ કર્યો. અને પૂછ્યું કે તમે આ જે દોરા કરો છો એના થી કોરોના મટી જાય છે? તો મહરાજ કહે મારાં દોરાથી જેમને થયો નથી એમને થતો નથી.
તો તો એક કામ કરીયે. આપણે કોર્પોરેશનમા મળી ને જેટલાં પણ કોરોના ના થયો હોય એવા લોકો હોય એ બધાને તમારો દોરો બાંધી દઈએ. જે ખર્ચો થાય એ હું આપીશ, તમારે ખાલી તમારા મંત્ર તંત્રની શક્તિ જ વાપરવાની. કેટલા બધાનું કલ્યાણ થઇ જાય.
મહારાજ ગે ગે ફે ફે થઇ ગ્યા. કેહવા લાગ્યા આતો ભક્તોને આશ્વાસન મળે એટલે.
જગદીશભાઈ કહે તો શું કરવા લોકોને ગુમરાહ કરો છો? દોરો બાંધીને બધા બિન્દાસ ફરવા લાગશે તો શું હાલત થશે ખબર છે તમને?
આવા બધા ગતકડાં બન્ધ કરો. આવા સમયે લોકોને મરાવી નાખશો.. ફોન કટ 😛

બીજા એક મિત્ર એ કચ્છ થી કોલ કર્યો…
મહારાજ હું 60 કોરોના પોઝિટિવ લોકોની બસ ભરીને લઈને આવું છું. બધાને દોરા કરી દઈએ.. ફોન કટ..
બીજા મિત્રો ફોન લગાવી રહ્યા છે પણ હમણાં નો રિસીવ જાય છે….. 🤔
જીતેન્દ્ર વાઘેલા