કોરોના અપડેટ | શહેરથી ગામડાં તરફ તેજીથી ફેલાઈ રહ્યો છે કોરોના વાયરસ

કોરોના સામે લડત : શહેરોમાંથી કોરોના વાયરસનું ગામડામાં પ્રસ્થાન
સમગ્ર વિશ્વમાં “કોરોનાવાયરસ” નો કહેર જોવા મળે છે. વિશ્વના તમામ દેશો “કોરોનાવાયરસ” ની ઝપેટમાં છે, ચીનની વૃહાગ સિટીમાંથી “કોરોનાવાયરસ” નો ઉદ્ભવ થયો હતો તેવું આપણે જોઈ શકીએ છીએ. આજે આખા વિશ્વને કોરોનાવાયરસે ઝપેટમાં લીધું છે. વિશ્વના તમામ દેશો આ વાયરસની દવાઓની શોધ કરી રહ્યા છે, વિશ્વમાં શક્તિશાળી દેશો પણ આ વાઇરસ સામે લાચાર બની ગયા છે.
ભારતમાં ‘કોરોનાવાયરસ” તરફ નજર કરીએ તો હાલમાં બે દિવસમાં ગુજરાત રાજ્ય બીજા ક્રમે પહોંચી ગયું છે. તેવું આપણે ન્યુઝ ચેનલ અને સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડાઓ જાણી શકીએ છે અને જોઈ પણ રહ્યા છીએ. ગુજરાતમાં કોરોનાવાયરસ સામે લડાઈ શરૂ જ છે પણ વધુ લડત લાંબી થતી જાય છે. ગુજરાતમાં શહેરોમાં સૌથી વધુ વિકટ પરિસ્થિતિ વાયરસની ઊભી થતી જઈ રહી છે.ગુજરાતમાં હવે શહેરો બાદ ગામડાઓ પણ બાકાત રહ્યા નથી.
ગુજરાતના જિલ્લાઓમાં રહેલા નાગરિકોની ગામડાઓમાંથી શહેરો તરફ રોજગારી મેળવવાની તલાશ
ગુજરાતમાં એવા પણ ઘણા જિલ્લાઓ છે જ્યાં લોકોને પોતાના જિલ્લામાં ઔદ્યોગિક એકમો, કંપનીઓ, જીઆઇડીસી ઓ જેવી રોજગારી મેળવવા માટેનું પોતાના જિલ્લામાં કોઈ માધ્યમ હોતુ નથી, તેથી લોકો ગામડાઓમાંથી શહેરો તરફ જતા હોય છે રોજગારીની મેળવવાની તલાશમાં તેમાં ખાસ કરીને એસસી, એસટી અને ઓબીસી સમાજના લોકો હોય છે. તેઓ શહેરોમાં જઈને રોજગારી મેળવી શકતા હોય છે, અને પોતાના પેટનું ગુજરાન ચલાવવા માટે તેઓ શહેરો તરફ પ્રસ્થાન કરે છે અને પોતે રોજગારી મેળવી શકે છે.
શહેરોમાંથી ગામડામાં કોરોના વાયરસ પ્રસરવાનું મુખ્ય કારણ
ગુજરાતના વિવિધ જિલ્લાના બેરોજગાર યુવાનો તેમજ ગુજરાતના નાગરિકો રોજગારી શહેરમાં મેળવી રહ્યા હતા. જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તારીખ ૨૨ મેના રોજ પ્રથમ “લોકડાઉન” બહાર પાડવામાં આવ્યું, ત્યારે સામાન્ય નાગરિક માત્ર એક દિવસનું લોકડાઉન હશે એવું માનતા હતા. અને બીજા દિવસે લોકડાઉન ખુલી જશે, ત્યારબાદ લોકડાઉનની તારીખ ૨૨ થી ૨૬ સુધી લંબાવવામાં આવી છે, તેથી શહેરમાં રહેતા તમામ લોકોની એક આશાનું કિરણ હતું, તારીખ ૨૬ ના રોજ લોકડાઉન પૂરું થશે, અને પોતાના ધંધા-રોજગાર શરૂ કરી શકશે, ત્યારબાદ ફરીથી પ્રધાનમંત્રી દ્વારા તારીખ ૨૬ ના દિવસે લોકડાઉન લંબાવીને તારીખ ૧૪ એપ્રિલ સુધી કરવામાં આવ્યું, તેના કારણે ગુજરાતના શહેરોમાં રહેતા તમામ લોકો માનસિકતા બદલવા માંડી અને લોકડાઉનને લઈને પોતાના પ્રત્યે નારાજગી પેદા થઈ.
પ્રધાનમંત્રી દ્વારા ફરીથી તારીખ ૧૪ એપ્રિલ ના રોજ લોકડાઉન વિશે માહિતી આપવામાં આવી, ત્યારે તારીખ ૧૪ એપ્રિલથી ૩ મે સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું હતું. આમ શહેરમાં રહેતા લોકોની માનસિકતા વધુ બગડવા માંડી શહેરોમાં ધંધા, રોજગાર બંધ થઈ ગયા પોતાનું ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવવું તેવા પ્રશ્નો ઉદભવ્યા લાગ્યા. લોકો આ ચાર તબક્કાઓમાં પોતાના ઘર તરફ વતન તરફ પ્રસ્થાન કરવા માંડયા, શહેરોમાં લોકડાઉન ના કારણે ધંધા રોજગાર બંધ થઈ ગયા હતા. તેના કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હતું, તેથી લોકો પગપાળાના માધ્યમથી,પોતાના પ્રાઇવેટ વિહિકલના માધ્યમથી તેમજ ખાનગી ટ્રાવેલ્સના માધ્યમથી આમ, વગેરે માધ્યમથી પોતાના વતન તરફ જવા માટે પ્રસ્થાન કર્યું. તેવામાં અનેક એવા લોકો પણ હતા જે લોકો “કોરોનાવાયરસ” ના શિકાર બની ગયા હતા.જેવો પોતાના વતન તરફ પહોંચ્યા ત્યારે તેઓ પોતાના ગામમાં કોરોનાવાયરસનો પ્રકોપ શરૂ થઈ ગયો હતો, આમ આ રીતે “કોરોના વાયરસ” શહેરોમાંથી ગામડાઓમાં તરફ પ્રસ્થાન કર્યું હશે તેવો મારો અભિપ્રાય છે, ઘણું લાંબુ ચિંતન, વિચાર અને મનન કર્યા બાદ આટલો આર્ટીકલ લખી રહ્યો છું, જો આ આર્ટીકલ સારો લાગે તો તમામ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં.
અને અંતમાં, ગુજરાતમાં “કોરોના વાયરસ”ની પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવો મુશ્કેલ બની ગયો છે. ત્યારે ગુજરાતની જનતાને હું જાહેર અપીલ કરું છું કે ગુજરાત સરકાર,ગુજરાત પોલીસ, અને આરોગ્યની ટીમ તેમજ કોરોનાવોરિયસમાં કામ કરતી સંપૂર્ણ ટીમને સાથ સહકાર આપીએ, ખોટા હુમલા ના કરીએ, કાયદાને હાથમાં લઈને, ઘરે રહીએ, સુરક્ષિત રહીએ, સલામત રહીએ, ઘરમાં જ રહે તેવી આશા સહ..
જય જય ગરવી ગુજરાત….
જય ભીમ…. જય ભારત… જય બહુજન…
– Himanshu Mesariya