કોરોના કરી રહ્યો છે સબંધો ઉપર પણ સંક્રમણ

વાત કરું એક ફેમિલીની. બે પુરુષો; બાપ-બેટો અને ત્રણ મહિલાઓ; દીકરી, પત્ની,અને દાદી. કોરોના સંક્રમણ બાબતે આ ફેમિલીને ચિંતા હતી કે એમની દીકરી કે જેને ડાયાબિટીસની બીમારીછે, એ ક્યાંક કોરોના પોઝિટિવની ઝાળમાં ના સપડાય. દિવસ રાત એની સાથે રહેતા ૭૫ વર્ષના અસક્ત દાદીની પણ ચિંતા ખરીજ.
લોકડાઉનમા ઘરમાં સમય પસાર કરવા આ પૌત્રી અને દાદી જ એક બીજાનો સહારો, બંને ને સાચવવા એટલા જરૂરી થઈ ગયા કારણ કે ઘરમાંથી બે પુરુષ કાયમ કામ ધંધાર્થે બહાર જાય છે. એમાં વળી બે માંથી કોઇ કોરોના પોઝિટિવ આવી જાય. અને સિમ્પટમ્સ ના દેખાય તો ટેસ્ટ વગર ખબર પણ ના હોય કે ઘરમાં કોઈ પોઝિટિવ વ્યક્તિ છે. અને આ દાદી પૌત્રી બંને માથી કોઈના સંપર્કમાં આવી જવાય તો ?
દાદી અને ડાયાબિટિક દીકરી ને કોઈ પણ પ્રકારે ઘર ના જ સભ્યોથી સંક્રમણ ન થાય એના ઉપાય માટે ફેમિલીએ એક આકરો નિર્ણય લીધો. દીકરીના પિતા અને ભાઈ બંને જોબ કરતાં હોવાથી રોજે રોજ બહાર નિકડવું જરૂરી હોવાથી હાલ પૂરતું અલગ થઈ જવાનું નક્કી કર્યું.
ફેમિલીના બે ભાગ કર્યા. એકમાં ત્રણે ત્રણ મહિલાઓ અને એકમાં બંને પુરુષો જે દુનિયા સાથે સંપર્કમાં હોય.
૨૦ કિલોમીટર નજીક પોતાના શહેરમાં પોતાનું જ ટેનામેન્ટ ઘર છે.બધા પરિચિતોથી ભરેલું શહેર છે. સાફ સફાઇ કરી દીકરી અને દાદીને ગરમીમાં ફ્રિજ જોઈએ તેથી તાત્કાલિક એક ફ્રિજ વસાવ્યું, ઘરમાં પંખા તથા પાણી ખેચવા પંપની વ્યવસ્થા કરી ગેસ લાઇન ચાલુ કરી. બે ઘર ચાલે એમ લગભગ બધો સામાન વસાવી રહ્યા હતા.
એક દિવસ ગુજાર્યો, સખ્ત ગરમી પડતી હતી અને દીકરી કહે એકતો પપ્પા વગર રહવાનું અને એમાં વળી ટીવી કેબલ ચેનલ હજુ ચાલુ કરવાવાળો આવ્યો નથી, નેટ આવતું નથી, બહાર ક્યાંય નિકળવાનું નહિ. પંખામાંથી હવા જ આગ ફેંકતી હોય એમ લાગે છે. ૨૪ કલાક ગરમીના કારણએ એનું માથું દર્દથી ફાટવા લાગ્યું.
હવે નિર્ણય એવો લેવાયો કે ઘરમાં સામાન હોવાથી દાદીને બે દિવસ એકલા ઘરે રાખીએ, જમવાની વ્યવસ્થા જમવાના સમયે થઈ જાય એમ કરી લઈએ એટલે બે દિવસ દાદીને વાંધો ના આવે. દાદી માટે પરિચિત ઘર અને પાડોશી પણ પરિચિત હતા એટલે ના ફાવવાની કોઈ વાત હતી નહિ અને આ દરમ્યાન દીકરીને બે દિવસ માટે પાછી પિતા સાથે રાખી લેવી અને ત્યાં સુધી ઘરમાં કુલર કે એ.સી ની વ્યવસ્થા કરવાનો પ્લાન કર્યો. ચેનલ વાળાને જલ્દી ટીવી ચાલુ કરવા દબાણ કર્યું. વાઇ ફાઈ માટે ફોન કર્યો, બે દિવસમાં દાદી અને દીકરીને હોટેલ જેવુ ઘર તૈયાર થઈ જવાનું હતું. એથી વધુ આ સગવડના ભાગ રૂપે ઘરના બે પુરુષોએ જાતે જમાવનું, ઘર સફાઇ કચરા-પોતું વાસણ કરી લેવાનું બીડું ઝડપ્યું. એટલે દીકરીની મમ્મીને પેલા નવા ટેમ્પરરી ઊભા કરેલા ઘરે દાદી અને દીકરીની સેવામાં રહેવાનું નક્કી કરવામા આવ્યું.
આજે દાદી એકલા ઘરે હતા, જમવાનું એમના બીજા દીકરાના ત્યાંથી સમયસર આવી ગયું હતું. આટલા સરસ ચાલી રહેલા આયોજનમાં હવે રોલ આવે છે સમાજ નો;
દાદીની દીકરીઓ એક પછી એક દાદી પાસે જઈને આજુબાજુમાં પણ એવું જણાવવામાં સફળ થઈ ગઈ કે અમારાથી તને રાખી શકાતી હોતી તો આમ એકલી ન છોડી દેતી, અમે જ અમારા ઘરે તને લઈ જતા. આમ એકલી રહેવા મોકલી દે એમ ચાલતું હશે. ધમીભર્યા સૂર ચાલુ થયા.
આટલા વાક્યની અસરથી સોસાઇટીમાંથી ફોન પર ફોન ચાલુ થઈ ગયા. યાર દાદીને કેમ એકલા મોકલી દીધા અહી? તમારી પાસે તો આ અપેક્ષા ના જ હોય. આટલા વર્ષો સુધી દાદી-દાદાને આટલા સરસ રીતે સાચવ્યા અને હવે કેમ આવો નિર્ણય લીધો ? આ સારું ના કર્યું તમે. તમારી ઇમેજને શોભે એવું નથી જરાય.
હવે લોકોને કયા જાણવું કે દાદી અને દીકરી માટે તો એ.સી, ટીવી, રસોઈ, સફાઇ, કચરા,પોતા, વાસણ માટે પેલા બે એકલા જાતે બધુ કરવાના છે અને દાદીના દીકરાની વહુ ખુદ સેવામાં એમની પાસે જ રહવાની છે. આ બધુ લોકોને સમજાવવું મુશ્કેલ લાગ્યું. કદાચ વાતનું વતેસર થાય અને દાદીના મનમાં એમના દીકરા માટે ક્યાંક કડવાસ ઉમેરાય એના ડરથી એક સેકન્ડમા નિર્ણય લેવાયો અને દાદીને પણ તરત પાછા ઘરે લાવી દીધા. હવે બે ની જગ્યાએ એક જ ઘર માં રહેશે તો પણ શક્ય એટલો પ્રયત્ન થશે જ કે એમના ઘરમાં કોઈ રૂમ માં દાદી અને ડાયાબિટિક દીકરી સલામત રહે. બહાર નિકડતા ઘરના પુરુષ સભ્યોથી દૂરી બનાવી રાખે. હવે ઘણી દીકરીઓ ને એમ લાગે કે એમની માને ભાઇ-ભાભીએ આ ઉમરે એકલા છોડી મૂક્યા તો વધારે સફાઇ કેમની આપવાની હોય? કે ભાઈ ભાભીનો તો પ્લાન દાદીની આવતી ઉમર સંપૂર્ણ તંદુરસ્તીમાંજ પસાર થાય એજ હતો.
નોંધ : લોકો ઈચ્છતા ના હોવા છતાં કુટુંબથી કેમ દૂર થઈ જતા હોય છે, એના પાછળ આવા ઘણા ઉદાહરણો પડેલા હોય છે.