કોરોના સ્પેશ્યલ – સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ એટલે આભડછેટ

Wjatsapp
Telegram

સોશિઅલ ડિસ્ટન્સીન્ગ એકદમ સરળતાથી સમજો.

સોશિઅલ ડિસ્ટન્સીન્ગ એટલે આભડછેટ.

તમે જે વર્તન આજ સુધી દલિતો જોડે કર્યું એવું જ વર્તન હવે તમારે બધા લોકો સાથે કરવાનું. પોતાની જાતિનો હોય, સગો વ્હાલો હોય કે મિત્ર હોય, તોય કરવાનું.

૧. દલિતોને તમારી નજીક નોહતા આવવા દેતા એમ હવે દરેકથી ઓછામાં ઓછું ૧ મીટર દૂર રહેવાનું.
૨. દલિતોને અડતા નોહતા એમ હવે કોઈને પણ નહીં અડવાનુ.
૩. ભૂલથી દલિતને અડી જતા તો ગંગાજળની છાંટ લેતાં એમ હવે કોઈને ભૂલથી અડી જવાય તો સેનેટાઇઝરની છાંટ લેવાની.
૪. સેનેટાઇઝર ના હોય તો સાબુથી હાથ ધોવાના.
૫. જેમ દલિતોના ગળે ફરજિયાત કુલડી તમે લટકાવી હતી એમ હવે તમારે ફરજીયાત મોઢે માસ્ક કે રૂમાલ બાંધીને ઘરની બહાર નીકળવાનું.
૬. દલિતોને ફરજીયાત ગામની બહાર રાખ્યા હતા, તેમ તમારે ફરજીયાત ઘરની અંદર ભરાઈ રહેવાનું.
૭. કોક દલિત હિંમત કરીને આભળછેટના નિયમો તોડે તો એને તમે કૂટતા હતા, એમ તમે કોરોનાનો કોઈ નિયમ તોડશો તો કોરોના તમને તોડી ફોડી ભાંગીને ભુક્કો કરી નાંખશે.
૮. દલિતોની સ્થિતિ સુધારવા સરકાર જાહેરાતો પર જાહેરાતો કરતી હતી પણ ખરેખર કોઈ કામ નોહતી કરતી. એ જ રીતે, કોરોનામાં પણ સરકાર જાહેરાતો પર જાહેરાતો કરી રહી છે, ખરેખર યોગ્ય પગલાં નથી લઈ રહી.
૯. દલિતોની સ્થિતિ જેટલી સુધરી છે એ દલિતોએ જાતે પોતે સુધારી છે, એ જ રીતે કોરોનાને પણ ફેલાતો આપણે જાતે, પોતે રોકવાનો છે.
૧૦. જાહેરમાં ના દેખાડો પણ મનમાં તો દલિતો પ્રત્યે ભેદભાવ રાખો છો, એવો જ ભેદભાવ (અડવામાં) દરેક સાથે રાખવાનો. સગા સંબંધી મિત્રને મોંથી ના કહો નહીં પણ તેને સ્પર્શ કરતા બચવાનું. ૧ મીટર અંતર જાળવવાનું.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

હું માનું છું કે,
રોજ આભડછેટ પાળનારી ગુજરાતની પ્રજા હવે સોશિઅલ ડિસ્ટન્સીન્ગ સારી રીતે સમજી ગઈ હશે.

– કૌશિક શરૂઆત

જય #હિંદુરાષ્ટ્ર

કોરોના માતાની જય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.