ક્રાઈમ | ગુજરાત દલિત અત્યાચારનું મોડલ બની રહ્યું છે

Wjatsapp
Telegram

કહેવાય છે કે ગુજરાતીઓ વેપારી અને વિવેકી પ્રજા હોય છે. માત્ર દલિતોને જ ટાર્ગેટ કરાય એ આ પ્રજાની ફસકાઈ ગયેલી સુજ છે. દલિતો સિવાય કોઈનું નામ ના લેવાય નહીં તો ટેભા તૂટી જાય એવી ખબર છે.

દલિત મહિલાઓને ટાર્ગેટ કરવી એતો ગુજરાતના ગામડાઓમાં સાવ સામાન્ય વાત છે. એમાં કોઈ બહાદુરીની જરૂર નથી.
ગુજરાતમા આગળ પહેલાં પણ બની ગયેલા બનાવોમા આવી બળાત્કારનો ભોગ બનેલી મહિલાઓને સમર્થનની જગ્યાએ બળાત્કારીઓને બચાવવા રેલીઓ નીકળી હોય તો આવા બળાત્કારીઓની કેમ હિમ્મત ના વધે?

આ ચારેલ ગામની મજુર ચંદ્રિકાબેનની હત્યા કોઈ યુવરાજ એકલાએ નથી કરી, ભૂતકાળમાં બળાત્કારીઓનું સમર્થ કરનારા બધા જ આ હત્યા માટે જવાબદાર છે.

ગુનો જોઈ ને નહિ જાતિ જોઈને સમર્થન કે વિરોધ એ સમાજની અધમ માનસિકતાનું ઉદાહરણ છે.

હે યુવરાજો સ્ત્રીઓએ તમારી બહાદુરી બતાવવાનું મેદાન નથી જ, તમારે બહાદુરી સાબિત જ કરવી હોય તો કોઈ બળાત્કારીને ગામના ચોકમાં ઉભો કરી રહેશી નાખો. ખબર તો પડે કેવી બહાદુરી તમારી નસોમાં ઉભરાય છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પણ એના માટે ફુલનદેવી જેવું કાળજું જોઈએ. અબળા ઉપર અત્યાચાર કરનારનું હલકું કાળજુ તો બિચારી બહેનો ઉપર જ બહાદુરી બતાવે.

ગુજરાતની શાંતિ પ્રિય જનતા હજુ જાગો આવા લોકોને સમર્થન નહીં, ન્યાયમાં બોલતા થાવ. આમ ને આમ ચાલ્યું તો અત્યાચાર વિરોધમાં અત્યાચારનો સહારો લેવાયો તો શાંતિની ઐસી તૈસી થઇ જશે અને જવાબદાર આજનો જાતિ જોઈ તરફેણ કે વિરોધ કરતો વર્ગ જ હશે.

– જીતેન્દ્ર વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *