“રિવાજો” ને પણ જવાન બનવું હોય છે, જરૂર છે એમાં છેડછાડની

Wjatsapp
Telegram

રિવાજો પણ બદલાવ માંગતા હોય છે, બસ સમય સાથે એમાં છેડછાડ કરવાની આપણે તૈયારી નથી રાખતા.

રિવાજ ને પણ જવાન બનવું હોય છે, પણ આપણે જ એણે બુઢ્ઢો બનાવી રાખીએ છીએ.

એવું કહેવાય કે વંશને ટકાવી રાખવા પુત્ર અનિવાર્ય છે, દીકરાના નામ પાછડ પિતાનું નામ લાગે અને એ પેઢી દર પેઢી ચાલ્યા કરે, દીકરીઓના સંતાનો એમના પિતાના નામને આગળ લઈ જાય. આ એક કારણ પણ દીકરીને દીકરા કરતાં ઓછું મહત્વ આપવામાં આવતું હોય છે.
બીજું સમાજ લગ્નવ્યવસ્થાની ફરતે વીંટડાયેલો છે. અને એ મુજબ સ્ત્રીએ પતિના ઘરે જિંદગી ગુજરવાની રહે છે.એટલે જ દીકરો ન હોય અને દીકરી એકલી હોય,અને સમાજના નિયમ મુજબ દીકરી તો પરણીને સાસરે જતી રહે છે, પછી વૃદ્ધાવસ્થાએ પહોંચેલા માબાપનું શું ? એમના પાલનપોષણનું શું? ઉમરને આધીન ઘરે બેઠા પછી સંવાદ વિહીન અવસ્થાનું શું ? માણસને ક્યાંય કોઈનો સહારો ન રહે ત્યારે બાકીની જિંદગી કેવી રીતે પસાર કરવાની ? આ એક એવું મજબૂત કારણ છે જે દીકરાનું મહત્વ દીકરી કરતાં કાયમ વધારતું રહ્યું છે.
એમાં વળી દીકરીના ઘરનું તો પાણી પણ ના પીવાય, એવી માન્યતાઓને અપનાવીને આજે પણ કેટલાયે લોકોને ગૌરવ લેતા જોયા છે.

એક ધાર્મિક કારણ પણ છે. પુરાણો અને ગ્રંથો પ્રમાણે દીકરો એટલે મોક્ષની નિસરણી, મૃત્યુ પછીની ક્રિયાઓ, કર્મકાંડો ,પિંડ અને શ્રાદ્ધની વિધિઓ દીકરાના હાથે જ થાય એટલે મોક્ષ પામવું હોય તો દીકરો તો જોઈએ જ. આવી એક માન્યતા પણ દીકરાનું મહત્વ વધારીદે છે. આજે પણ કેટલાક ગણ્યા ગાંઠયા લોકોને બાદ કરતાં મોટાભાગના લોકોને આ ઘરેડ સંપૂર્ણ બંધન કરતાં છે.કેટલોક બદલાવ આવી રહ્યો છે ધીમો છે પણ આવકાર્ય છે.

“હિન્દૂ નારી” પુસ્તક ખરીદવા માટે આ ફોટા પર ટચ કરો

અહી ભાઈ ત્રણ દીકરીઓના પિતા આધેડ ઉમરમાં દુનિયામાંથી વિદાઇ થઈ ગયા. દીકરો જે ઉત્તરક્રિયાઓ માટે યોગ્યતા પામ્યો છે, એ બધી વિધિઓ અમે એમની દીકરીના હાથે કરાવી.દીકરી મારી ભાણી છે, અને દીકરીઓ દીકરાઓ સમાન જ હોવા જોઈએ એવી મારી જીદને જીજાજી એમની સૌથી નાની દીકરીના જન્મ સમયે જ સ્વીકારી અને દીકરો દીકરી એક સમાન ના વિચારને સહમતી આપી ચૂક્યા હતા.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

એમની નનામીને કાંધ આપવાનો દીકરાઓનો અધિકાર દીકરીઓને અપાવ્યો. ચૂપચાપ લોકો એ સ્વીકારી પણ લીધું. દીકરીઑ દીકરાઓ બરાબર જ છે, પિતાની ચિતાને પ્રદક્ષિણા કરી આગ આપતી દીકરીને સ્ત્રી પુરુષથી પર રહી એક માણસ માત્ર હોવાનો એહસાસ કરાવ્યાની સાથે, હાજર રહેલા અનેકોના મનમાં એક ઉદાહરણ પૂરું પાડ્યું, દીકરી હોય કે દીકરો મા-બાપ માટે સંતાન જ હોય.

રિવાજો પણ બદલાવ માંગતા હોય છે, બસ સમય સાથે એમાં છેડછાડ કરવાની આપણે તૈયારી નથી રાખતા. રિવાજોને પણ જવાન બનવું હોય છે, પણ આપણે જ એણે બુઢ્ઢો બનાવી રાખીએ છીએ.

– Jitendra Vaghela

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.