સામાજિક | સમરસતા અને સમાનતા વચ્ચે શું તફાવત છે? વાંચો અને જાણો

સમાનતા કોને કહેવાય?
એક બ્રાહ્મણે 8 દલિત છોકરીઓના લગ્ન કરાવ્યા. પણ કોની સાથે? દલિત છોકરા સાથે જ ને!!
એક કાઠી દરબાર ગામે એક દલિતને વરઘોડો કાઢવા દીધો, ઘોડી આપી. પણ એ દલિત છોકરાએ લગ્ન કોની સાથે કર્યા? દલિત છોકરી સાથે જ ને?
એક પાટીદારે અમુક આદિવાસી છોકરીઓનું કન્યાદાન કર્યું. પણ કોને કન્યાદાન કર્યું? આદિવાસી છોકરાઓને જ ને!.
આ હિંદુ ધર્મની સમરસતા છે. ભારતીય બંધારણની સમાનતા નથી.
ઉપરના દરેકે કિસ્સાઓમાં તમારી જાતિ જળવાઈ રહે છે. બસ! બીજી જાતિઓને તમે માન અને સન્માન આપો છો. આમાં પોતાની જાતિનું ગૌરવ જતું કરવાની વાત નથી. ઉપકાર ભાવના છે. અમે હાથ ઊંચો રાખ્યો, બીજા આભડછેટ રાખે છે અને અમે નથી રાખતા, તેવી ભાવના છે. અમે બીજી જાતિઓનું સન્માન કરીએ છીએ તેવો ભાવ છે.
લોકોને જોઈએ છે સમાનતા. ભારતીય સંવિધાન વાત કરે છે સમાનતાની, સમરસતાની નહિ.
સમાનતા શુ છે?
એક બ્રાહ્મણ બીજા બ્રાહ્મણ સાથે જે જે વર્તન કરે છે તે તે વર્તન દરેક બ્રાહ્મણે દલિત, આદિવાસી, ઓબીસી સાથે કરવું જોઈએ. તેમાં મંદિરોમાં પૂજાપાઠ, વિધિ કરવા દેવી, વેદો ભણવા દેવા, જનોઈ પહેરવા દેવી, પોતાની છોકરી કે છોકરો દલિત સાથે પરણવા દેવા, વિગેરે બધું આવી જાય.
એક કાઠી દરબાર બીજા કાઠી દરબાર જોડે જે વર્તન કરે છે તેવું જ વર્તન પટેલ, આહીર, કોળી સાથે કરવું જોઈએ.
એક રાજપૂત બીજા રાજપૂત સાથે,
એક પટેલ બીજા પટેલ સાથે,
એક આહીર બીજા આહીર સાથે,
એક ઠાકોર બીજા ઠાકોર સાથે જે વ્યવહાર રાખે છે તે જ વ્યવહાર બીજી જાતિઓ સાથે કરવો સમાનતા છે.
જાતિ બહાર લગ્ન ના કરીને તમે જાતિઓને મજબૂત કરી રહ્યા છો. જાતિવાદના વિરોધી છો તો આંતરજાતિય લગ્નોના તમે સમર્થક હોવા જોઈએ. તમે તમારા છોકરા-છોકરીઓના લગ્ન પોતાની જ જાતિમાં જ કરો છો અને બીજી જાતિઓ પર ફક્ત ઉપકાર કરવાની ભાવના રાખો તો દેશ એક ના થાય.
માતાજીનો માંડવો લાગ્યો હોય અને દરેક જાતિની અલગ અલગ ભોજન વ્યવસ્થા હોય તો તેને હિંદુ ધર્મની સમરસતા કહેવાય. ભારતના બંધારણની સમાનતા ના કહેવાય. દરેક જાતિઓ એક જ ટેબલ પરથી થાળી, વાટકી, ખાવાનું લઈને એક જ પંગતમાં સાથે સાથે બેસે તેને સમાનતા કહેવાય. તેમાં અહોભાવ ના હોય, ઉપકાર ભાવ ના હોય પણ પોતાના હોવાનો ભાવ હોય.
જાતિનું ગૌરવ નષ્ટ કરશો તો જ જાતિવાદ ખતમ થશે અને એ માટે જાતિઓએ અંદરોઅંદર લગ્ન કરીને જાતિઓ વચ્ચેનો ભેદ ખતમ કરવો પડશે. જાતિઓ જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી જાતિવાદ રહેશે. અને જાતિઓ ફક્ત આંતરજાતિય લગ્નોથી જ નષ્ટ થશે.
જો તમે તમારી જાતિ જાળવી રાખવા માંગતા હોવ અને જાતિવાદ કાઢવાની વાતો કરતા હોવ, એકતા અને દેશપ્રેમની વાતો કરતા હોવ તો તમે નાદાન છો અથવા તો છદ્મવેશી જાતિવાદી છો.
કૌશિક શરૂઆત
નોંધ : કોપી-પેસ્ટ કરી વિચારો આગળ વધારજો તો મહેનત થોડી લેખે લાગે.
જાતપાત તોડક મંડળ દ્વારા લાહોર માં 1935 માં એક સંમેલન નું આયોજન કરવામમાં આવેલું.જેના પ્રમુખ સ્થાને બાબા સાહેબ ને આમંત્રણ મળેલું.Annhilation of caste યાને કે જાતી વિચ્છેદ વિષય પર ચોટદાર ભાસણ તૈયાર કરી ને બાબસાહેબે સંસ્થા ને મોકલ્યું,જે ભારત ના તમામ સમાજ ખાસ કરી ને સવર્ણ સમાજ માટે હતું,પરંતુ આ પુસ્તક વાંચ્યા પછી એમ લાગે છે કે આપણા માટે વધારે ચોટદાર છે.અનુ.જાતિ ના મુખ્ય ત્રણ સમાજ છે,રોહિત,વણકર અને વાલ્મીકિ આ સમાજ માં જ ભયંકર જાતી ભેદ છે.વણકર રોહિત ને નીચો ગણે અને આ બન્ને મળી ને વાલ્મિકી ને નીચો ગણે.લગ્ન કરવા ની તો વાત બાજુ પર પરંતુ સારા નરસા પ્રસંગો એ જમવામાં પણ અસમાનતા છે,જે કડવી વાસ્તવિકતા છે,કૌશિક શરૂઆત આપણા થી જ કરવી પડશે…!
આભાર…!
જય ભીમ…નમો બુદ્ધાય…!
💐💐💐🙏🙏🙏
સમરસતા એ સારું વર્તન માત્ર છે.જયારે સમાનતા તમામ પ્રકારનું સરખાપણું દર્શાવે છે.
સરકાર આમાં નવો કાયદો લાવી ને જાતિવાદ ઓછો કરી શકે છે જેમ કે આંતર જાતીય લગ્ન કરે તો તેમને જેમ 1 લાખ કે સોમેથીંગ છે તે 5 લાખ કરે તો એટલે એ જ પૈસા તે નવા જીવન સાથે નવો વ્યવસાય કે ખુદ નો ધંધો પણ ચાલુ કરી શકે છે
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો