શું ખરેખર કબીર વૃદ્ધાવસ્થામાં મૃત્યુ પામ્યા હતા?

કબીરે ગુરુને જાળમાં ફસાવનાર શિકારી અને સંતને સૌદાગર કેમ કહ્યા?
વર્તમાનમાં બુદ્ધને જોડતા વિચારક કબીર છે. કબીરને ભકિત સાથે જોડનારા લોકો સંદિગ્ધ છે. કબીરે ભક્તિને ભ્રમ કહ્યો હોય છતાં પણ કબીરને ભક્તિ સાથે જોડનારા સાહિત્યકારોની મેલી મુરાદ સમજવી રહી. ભક્તિનો સૌથી મોટો દુશ્મન તર્ક અને બુદ્ધિ છે. તર્ક અને બુદ્ધિના સૌથી મોટા કવિ કબીર છે.
મરેલા કબીર ભક્ત છે, જીવતા કબીર જ્ઞાની છે. કબીર ભકિતના નહી પરંતુ તથાકથિત ભકિતથી મુક્તિના કવિ છે. ભકિતથી મુકિતના કવિને ભક્તિ-સાહીત્યમાં કેમ રાખો છો? કબીરે ગુરુભક્તિને પડકારી હોય છતાં પણ કબીરના નામ પર વારસાગત ગુરુગાદી કેમ?
કબીરે વર્ણવ્યવસ્થા,વેદ અને ધાર્મિક પાંખડને પડકાર્યો હોય છતાંય કબીરને સંત કહીને કબીરના વિચારોને હાની પહોચાડવાનું કામ તથાકથિત સાહીત્યકારો કરતા આવ્યા છે. કબીરે વંદના કે માળા કરવાની ના પાડી, સાથે-સાથે મોક્ષ અને સ્વર્ગની લાલચને મિથ્યા કહી છે.

કબીરની આ તસ્વીર ઈ.માર્સડિનની પુસ્તક “ભારતનો ઈતિહાસ” માથી લેવામાં આવી છે. આધેડ કબીર… ના કંઠી… ના માળા… ના તિલક… ના વૃધ્ધ… આવાં જ રહ્યા હશે કબીર… અંદાજે પચાસ વર્ષના.
[આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઈંડિયા (નવું સંસ્કરણ) નોર્થ વેસ્ટર્ન પ્રાવિસેજ, ભાગ-૨, પૃષ્ઠ.224] પર વિવરણ છે કે કબીરનો રોજો (મકબરો) ઈસવીસન 1450ના બસ્તી જીલ્લાના પુર્વમાં આમી નદીના જમણા કીનારા પર બીજલી ખાં એ સ્થાપિત કર્યો હતો. રોજાની સાબીતી આઈન-એ-અકબરી પણ કરે છે. એટલે કે ઈસવીસન 1450 પહેલા કબીરનું મૃત્યુ થઈ ગયું હતું.
કબીરનો જન્મ ઈસવીસન 1398 મા થયો હતો. અર્થાત કબીરનું મૃત્યુ ત્યારે થયું જયારે તેઓ 51-52 વર્ષના હતા. એટલે સ્વાભાવિક પ્રશ્ન ઉભો થાય છે કે એમનું મૃત્યુ સામાન્ય ન હતું પરંતુ આકસ્મિક હતું.
કબીરના આકસ્મિક મૃત્યુ પરથી રહસ્યનો પડદો ઉઠવો રહ્યો. અને કબીરના વૃદ્ધાવસ્થાના ચિત્રોના ફોટોગ્રાફર કોણ હતા? કબીર તો વૃદ્ધ હતા જ નહી. તો પછી તેમની 120 વર્ષ જીવિત રહેવાની કલ્પના કોણે કરી?
તથા એ પણ કે સિકંદર લોદીના અત્યાચારો સાથે કબીરને પહેલી વાર કોણે જોડયા? જયારે સિકંદર લોદી તો કબીરની મૃત્યુના 38 વર્ષ પછી ગાદી પર બેઠા હતા. આ વાત એક મુસલમાનથી બીજા મુસલમાનને મરાવી નાખવાની સાજીસ છે. વળી એ કબીરની હત્યા કેવી રીતે કરાવી શકે છે?
કબીરના ઘડપણના ચિત્રો તો ફર્જી છે. આવા ચિત્રો એટલા માટે તૈયાર કરવામાં આવ્યા કારણ કે કોઈને એવો સંદેહ ના થાય કે કબીર પચાસ વર્ષની ઉમરમા મૃત્યુ પામેલા.
કબીરના ૧૨૦ વર્ષ જીવવાની કલ્પના પણ એક પોગાપંડિત લેખકે જ કરી હતી. કબીર પર બૌદ્ધ મતનો પ્રભાવ સર્વાધિક હતો. જેવી રીતે બુદ્ધ અનુયાયીઓ મુખ્યત્વે ખેડુતો, શિલ્પકારો અને અન્ય શ્રમ પર જીવનારા લોકો હતા. તેવી જ રીતે કબીરને અપનાવવા વાળા પણ ખેડુતો, શિલ્પકારો અને શ્રમ પર નભનારા જ હતા. કબીરના જન્મ અને મૃત્યુના સ્થળો પ્રસિદ્ધ બૌદ્ધ સ્થળોની નજીક હતા.
કબીરના વિચારમાં તર્ક છે, પ્રમાણ છે, બૌદ્ધિકતા છે, વૈજ્ઞાનિક બોધ છે, શ્રમના મૂલ્યોની સ્થાપના છે, ધાર્મિક સત્તા સામે વિદ્રોહ છે અને આ તમામ પ્રયાસો સમાજ સુધારના છે.