“જય ભીમ” જેવો વકીલ જોઈએ છે? તો આ વાંચો.

Wjatsapp
Telegram

બધાને “જય ભીમ” જેવો વકીલ જોઈએ છે પણ “જય ભીમ” ના પીડિતો જેવી ફાઈટ નથી આપવી, કૃતજ્ઞતા નથી બતાવવી.

હું એવાં કેટલાંય કેસો જાણું છું જ્યાં પીડિતોને વળતર મળ્યું હોય, સમાધાન કર્યું હોય તે રકમમાંથી એકપણ રૂપિયો તેમના વકીલને નથી આપ્યો.

સમાજના વકીલો મફતમાં કેસ લડે, મફતમાં બધે દોડાદોડ કરે, તમને વળતર અપાવે, કેસ એટલો મજબૂત બનાવે કે આરોપીઓ લાખો રૂપિયાની ઓફર કરે અને તમારે એકપણ રૂપિયો વકીલને નહીં આપવાનો?

“જય ભીમ”વાળો વકીલ ખાધેપીધે સુખી ઘરનો હતો. ફિલ્મમાં બતાવ્યા સિવાયના બીજા ઘણા કેસો લડતો હતો અને એટલે કેટલાંક કેસો ફ્રીમાં લડી શકતો હતો. એવા લોકોના કે જે આર્થિક રીતે સક્ષમ ના હોય. જ્યારે કેટલાંય એવા કિસ્સાઓ છે આપણી સામે જેમાં લાખો રૂપિયાની જમીનો અપાવી હોય, લાખો રૂપિયા વળતર અપાવ્યું હોય, લાખો રૂપિયા લઈને સમાધાન કર્યું હોય, આર્થિક રીતે સધ્ધર પણ હોય તેમછતાં આવા લોકો વકીલને એક રૂપિયો પણ નથી આપતા.

એટલે,
“જય ભીમ” જેવા વકીલ જોઈતા હોય તો “જય ભીમ” જેવાં પીડિતો જેવું મોરલ પણ પેદા કરો.

જે તોડબાજ કે સમાધાનકારી વકીલો વિશે તમે વાત કરો છો તેઓએ પણ તેમની વકલાતની શરૂઆતના કેસો ફ્રીમાં અને નિષ્ઠાથી જ લડેલા હોય છે. પણ, પીડિતો તરફથી થતાં ખરાબ અનુભવોના લીધે તેઓ પણ પીડિતો જેવા જ બની જાય છે.

વળી,
ગરજમાં જ સમાજના અને પાછા મફતમાં, વકીલોને યાદ કરવામાં આવે છે. અન્ય કેસોમાં તો બીજા સમાજના વકીલો શોધતા હોય છે. એમ નહિ કે આપણો કેસ લડીને જીતાડયો તો તેમને બીજા કેસો અપાવીએ અને તેમની પ્રેક્ટિસ સરસ ચાલે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અને ૧૦૦ વાતની એક વાત,
વકીલાત તેમનો પ્રોફેશન છે. એટલે તેમની ફી તો આપવી જ જોઈએ. મફતનું શોધવાની વૃત્તિ બંધ કરવી જોઈએ.

  • કૌશિક શરૂઆત

નોંધ : આ પોસ્ટ વાંચ્યા બાદ તમારે વકીલને રૂપિયા આપવાના બાકી હોય તો આપી દેજો. તમે સુધરશો તો વકીલો તો સમાજ માટે લડવા તૈયાર જ છે.

You may also like...