શું તમે જાતિવાદી છો ? જાતે જ આ ટેસ્ટથી નક્કી કરો

Wjatsapp
Telegram
  1. કોઈને મળો તો તમને અંદરથી તેની જાતિ પૂછવાની ઈચ્છા થાય છે.
  2. કોઈને એના કપડાં કે તળપદી બોલી સાંભળીને તે કયા જાતિ, વિસ્તાર કે વતનના છે તે પૂછ્યા વગર રહી શકતા નથી
  3. માત્ર નામ સાંભળીને તમે મનમાં જાતિ અંગેનું અનુમાન કે ધર્મનું અનુમાન બાંધી લો છો
  4. તમે કોઈની ટીકા કરતા આવું બોલો છો કે, “આ ફલાણી જાતિના લોકો તો ક્યારેય નહી સુધરે “
  5. કોઈ વ્યક્તિ, સ્વજન કે મિત્રની ટીકા કરતા, મજાક કરતા કે ક્રોધમાં તમે એવું બોલો છો કે “શું તારી જાત બતાવે છે.”
  6. કોઈપણ વ્યક્તિ ઉપર ગુસ્સે થતા તમે તેને કોઈ સ્પેસિફિક જાતિના ઉચ્ચારણથી બોલાવો છે
  7. તમારા પરિવારના લોકો કોઈ પર્ટીક્યુલર જાતિ કે ધર્મના મિત્રો ન રાખવા સલાહ આપે છે. કઈ જાતિમાં લગ્ન ન થઈ શકે અને થઈ શકે તેવી વારંવાર ટકોર કરે છે
  8. તમને અધિકારની વાતો, શોષણ સામે અવાજની વાતો ફાલતુ લાગે છે. તમને જાતિગત મેળાવડામાં જવાનું અને તેનો હિસ્સો થવાનું ગર્વ અનુભવાય છે..
  9. કોઈ વ્યક્તિનું નામ સાંભળી કે અટક સાંભળી તમે તેના પ્રત્યે અહોભાવ અનુભવો છો કે પછી કોઈ વ્યક્તિની જાતિ સાંભળી તમે તેના પ્રત્યે તિરસ્કાર કે ધૃણાનો ભાવ અનુભવો છો.
  10. કોઈ વ્યક્તિની જાતિ સાંભળી તમે એવું કહો છો કે, તમે આ જાતિના લાગતા નથી! અથવા લાગતા નથી હોં!
  11. તમે બધા મહાનુભાવ, ઐતિહાસિક પાત્ર કે અવતારી પાત્ર કે કાલ્પનિક પાત્રની જાતિ જાણવાની ઈચ્છા થાય છે અથવા જાણી લો છો…?
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આવા કેટલાય પ્રશ્નો અંગે તમારી જાતને પૂછો ? જો જવાબ હા હોય તો તમે એક માનસિક બીમારીથી પીડાઈ રહ્યાં છે. આ બીમારીનું નામ જાતિવાદ છે. જેનો ઈલાજ માત્ર વૈજ્ઞાનિક અને રેશનલ દ્રષ્ટિકોણ છે.

નોંધ : યુવરાજસિંહ કે સોનાક્ષી સિંહા કે સલમાન ખાન હોય તમામ લોકો મજાક મજાકમાં પણ પોતાની જાતિવાદી માનસિકતારૂપી બીમારી જાહેર કરી ચુક્યા છે. આ માનસિકતા જશે એવો અહોભાવ મનમાં રાખવો એ પણ એક ગુલામીની અવસ્થા છે.

✍️ જીગર પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *