હવે નહીં છેતરાવું એકલવ્ય બની ફરી

હવે નહીં છેતરાવું એકલવ્ય બની ફરી
કપટી તારી ગુરુદક્ષિણા બહુ મોંઘી પડી
ગુરુ વિના જ્ઞાન નહીં એવું કહી હક પર તરાપ પડી
શિક્ષણ માટે તું ક્યાં રાજી હતો તારા જ્ઞાન પર ધૂળ પડી
મારા હક માટે લડી, દર્દ માટે રડીને વ્યવસ્થા સામે પડી
એક વાત શીખ્યો છું, તારી કપટી વ્યવસ્થા મને બહુ નડી
ગુરુ તારો ચેલો બનવામાં રસ નથી, મને દોડવાની પડી
તું ગમે તેટલા રોડા નાંખે પણ તક તો મેં જાતે ઉભી કરી
– જીગર પરમાર
ખૂબ સરસ સાહેબ
Yes.
Wahh sirji..kya bat hai..khub saras rachna
Good.👍🙏💐