આત્મવિલોપન સમસ્યાનું હલ નથી.

patan dalit atyachar
Wjatsapp
Telegram

યુવાનો તમે કરેલી આત્મવિલોપનની જાહેરાત ફરી વિચારજો… શું એજ એક વિકલ્પ છે?

ભાનુભાઇ વણકર જેઓએ અગાઉ કરેલી જાહેરાત મુજબ સરકારી કચેરી સામે જ શરીર ઉપર કેરોસીન નાખીને આગની લપેટોમાં  એમની જિંદગીને હોમીને એક સમાજ સેવક કાયમ માટે દુનિયા છોડીને ચાલ્યા ગયા. જિંદગીને આમ ફેંકી દેવી આશાન ના જ હોય. એમને કેટકેટલા પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હશે અને આટલા મજબૂત લડવૈયા છેલ્લે એવા કેટલા હતાશ કે આક્રોશિત હશે કે એમને એક ચેલેન્જ સ્વરૂપે પોતાની જિંદગીને જ દાવ પર મૂકી દીધી અને દુનિયા જોતી રહી અને જાતને અન્યાય સામે આગ લગાવીને બાળીને ભડથું કરી નાખી.

ભાનુભાઇના અધૂરા કર્યોને હવે યુવાનોએ હાથમાં લેવાની જરૂર છે. એમના રસ્તે આગળ ચાલવાનું છે. એમના રસ્તે આત્મઘાતી બનીને જિંદગી નથી ટૂંકાવવી એમને પાછળની પેઢીને આ બધી અકળામણમાંથી બહાર લાવવા માટે આટલું કઠિન કદમ ઉઠાવેલ છે. તમે એમના મોતના બદલામાં યુવાન માનસિકતા વારો સમાજ તૈયાર કરો. પણ મહેરબાની કરીને એમના મોત બીજા યુવાનોના મોતથી શ્રદ્ધાંજલિ ના આપો. એમની માનસિક હાલત શું હશે? એ કેવા કેવા સંજોગોમાંથી પ્રસાર થયા હશે? એ તો તેઓ જ જાણતા હશે. હવે એમના ગયા પછી આપણે સમજી શકીયે છીએ કે સમાજે કેવા બાહોશ વ્યક્તિને ગુમાવ્યા છે. એમને આત્મહત્યાને બદલે બીજો કોઈ રસ્તો અપનાવ્યો હોત તો આજે આપણી સાથે હયાત હોતા અને સિસ્ટેમ સામે અવાજ ઉઠાવનાર જાણકાર અને એક મજબૂત મહાનુભાવ આખા સમાજનો અવાજ બનીને અન્યાય સામે ત્રાડ નાખતા રહેતા અને આપણા હાથ મજબૂત કરતા રહેતા. પણ અફસોસ કે આવા એક બાહોશ માણસને આપણે અકાળે ગુમાવવા પડ્યા. એમને સાતેસાત વંદન.

Dont do Suicideઆજ આ લખવા બેસ્યો એ પેહલા ટીવીમાં સાંભળ્યું કે બે કલાકમાં જો સરકાર માંગણીઓ  પુરી નહિ કરે તો બીજા ૧૫ યુવાનો પોતાની જાતને ખતમ કરી નાખશે અને સરકારની નીતિઓ સામે કે ભાનુભાઇને થયેલા અન્યાય સામે આત્મહત્યા કરી લેશે. ના દોસ્તો આત્મહત્યા એ ભાનુભાઇના મોતનો બદલો ના હોઈ શકે. એમને પોતાનો જીવ આપીને તમને મજબૂત બનાવની મૂક સલાહ આપતા ગયા છે. એમની જેમ જીવ આપવાની સલાહ ના સમજી લેશો. કોઈ પણ પ્રકારના અન્યાય સામે અડગ બનીને લડો. પડી જાવ, ટુટી જાવ, તમને તોડી પાડવામાં આવે, કઈ પણ થાય, ફરી ફરીને ઉભા થવાશે. પણ એના માટે તમારું દુનિયામાં હોવું જરૂરી છે. જિંદગીને નાખી ના દો. સમાજ માટે આ હદે સેવા ભાવના ધરાવતા હોવ તો સમાજ માટે જિંદગીને કામે લગાડો. પણ કોઈ પણ બાબત કે માંગણી માટે જીવને ખોઈ ના બેસો. મહેરબાની કરીને માહોલના સંકજામાં અતિ આકોષિત ના બનો. પણ  મગજને વિચારતું કરો. આગળનું વિચારો, ટોળું બનીને ના વિચારો. તમે ટોળું બનીને બતાવી દેવાની કે બદલો લેવાની ભાવનાને એ હદે પ્રબળ  તો ના જ થવા દેશો કે આત્મહત્યા કરી લેવી પડે. ભાનુભાઇ  તો વર્ષોથી સિસ્ટમનો સામનો કરતા આવ્યા છે. તેઓ પીઠ બતાવીને ભાગ્યા નથી. સામી છાતીએ આહ્વાન કરેલું હતું અને એની સામે સરકારે એમને આત્મવિલોપનનો સમય આવે, તે પહેલા જ બંધક બનાવીને  સુરક્ષીત બેસાડી દેવાના હોય અને એ કરવામાં સરકારી તંત્ર સદંતર નિષ્ફળ ગયું જ છે. ભાનુભાઇ સમજદાર અને ભણેલા ગણેલા હતા, છતાં નઘરોળ તંત્ર સામે જિંદગી મૂકીને બીજા યુવાનોને એમના અધૂરા કામ પુરા કરવા અનેક ભાનુભાઇ તૈયાર કરવાનું આહ્વાન કરી ગયા છે.

આપણી કોઈ પણ માગણી, વસ્તુ, માન સન્માન, કે સિદ્ધાંતની કિંમત જિંદગી તો ક્યારેય ના હોઈ શકે. કોઈએ આત્મવિલોપન બાબતે વિચારતા પેહલા હજારવાર થોભી જવાનું છે અને બીજા અનેક વિકલ્પો ને વિચારવાની જરૂર છે. વિચારો ભાનુભાઇની જિંદગીની કિંમત સરકારની કોઈ પણ પ્રકારની સંમતિ  હોઈ શકે? ના જ હોય. કારણ કે જિંદગી હશે તો માંગણીઓ, હક્કો, અધિકારો, સન્માન માટે બાયો ચડાવવા પડી. પડી ને અથડાઈ કુટાઇને પણ ઉભા થઇ શકાશે.

તો મિત્રો કોઈ પણ પ્રકારના આવેશમાં આવીને આવા કોઈ આત્મઘાતી પગલાંનો ઉપયોગ ના કરશો. ભાનુભાઇને મજબૂત લડવૈયા આપીને શ્રદ્ધાંજલિ આપો. આત્મવિલોપન કરીને એમના બલિદાનને એમની જિંદગીની જેમ દાવ પર ના લગાવશો. આત્મા હત્યા એક કોઈ પણ સમશ્યાનું હલ ના હોઈ શકે, તો આક્રોશ માં આવી કોઈ આવું આત્મઘાટુ પગલું ના ઉઠાવો.

Jitendra Dinguja 01જીતેન્દ્ર વાઘેલા
9924110761
(જીતુ ડીંગુજા)
(લખ્યા તારીખ 18/2/2018)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.