કોરોના સ્પેશ્યલ | ભલે વાયરસની બીકથી માસ્ક પહેર્યું પણ એ ડાકુથી ઉતરતી કક્ષાનો માણસ છે

Wjatsapp
Telegram

તમે તમારી આસપાસના આલીશાન બંગલાઓમાં જુઓ. દરેક બંગલામાં સુશોભિત આકારનો ઝરૂખો છે અને દરેક ઝરૂખામાં સાંજ પડે એક સુખી, સાધન સંપન્ન માણસ પધારે છે. આરામ ખુરશી પર બેસે છે. પોતે વાયરસ થી સંક્રમિત ન થઈ જાય એ ડરથી તેના મોઢા પર માસ્ક છે. ખરેખર તો માસ્ક એ ઘણા વર્ષો પહેલાં પહેરી ચૂક્યો છે. માસ્ક આજકાલનો રૂપાળો શબ્દ છે. વાસ્તવમાં માસ્ક એટલે બુકાની. ચેહરો ઓળખાઈ ન જાય, ચેહરા પરના ભાવો પકડાઈ ન જાય, પાપ કર્યું હોય અથવા પાપ કરવાનું હોય ત્યારે અથવા સ્વકેન્દ્રી સ્વભાવના હોવાના કારણે ડીલ સાચવનાર માણસમાં ઝાઝી સુંવાળપ એકઠી થઈ ગઈ હોય ત્યારે લોકો બુકાની બાંધી લે છે. મોટેભાગે બુકાની ચોર, લૂંટારા અને ડાકુઓ પહેરે છે. એણે ભલે વાયરસની બીક થી માસ્ક પહેર્યું હોય. પણ એ ડાકુથી ઉતરતી કક્ષાનો માણસ છે. કેમ કે તે ઝરૂખામાં આવ્યો તે પહેલાં દીવાનખંડમાં ટીવી ઉપર ગરીબીને ટ્રેઈન નીચે કચડાઈને મરતી જોઈને આવ્યો છે. તે ઝરૂખામાં બેઠો છે તો પણ ગરમ દઝાડતી સડક પર ઉઘાડા પગે ચાલતી ગરીબી જોઈ રહ્યો છે. તમને લાગતું હશે કે, તેણે પહેરેલા માસ્કના કારણે તમે તેના ચેહરા પર ઉપસી આવતા કરુણાના ભાવ જોઈ શકતા નથી. તો તમે ખોટું વિચારી રહ્યાં છો દોસ્ત! માસ્ક તો એણે હાલ સંક્રમિત થઈ જવાના ડરથી પહેરેલ છે. પરંતુ એણે બુકાની પહેરવાની આદત વર્ષોથી કેળવી લીધી છે. એની બુકાની પાછળ કાયમ નિર્દયતા રમતી રહે છે.

Author – Vijay Makvana (Advocate)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.