કેવડિયા | સ્ટેચ્યુ ઓફ યુનીટી – નખથી લઈ માથા સુધીનો તમામ ભાગ ચીનમાં બન્યો છે

Wjatsapp
Telegram

સ્ટેચ્યુ ઓફ યુનીટીનો નખથી લઈને માથાં સુધીનો તમામ ભાગ ચીનમાં બન્યો છે. જેથી આ મુર્તિ ચાઈનીઝ છે તેવું કહેવું ખોટું નથી. હાલ આખા ભારત દેશમાં ચાઈનીઝ પ્રોડક્ટનો બહિષ્કાર થઈ રહ્યો છે તેમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીનો પણ સમાવેશ દેશવાસીઓએ કરી લીધો છે. કારણ કે આ ચાઈનીઝ પ્રોડક્ટને લીધે આદિવાસીઓ પર અસહ્ય અત્યાચાર થઈ રહયાં છે. અસલમાં તો આ બાબતથી દેશનો એક મોટો વર્ગ ખૂબ જ નારાજ છે..

સ્ટેચ્યુ ઓફ યુનીટી તો આખે આખી ભારત પાસેથી ત્રણ હજાર કરોડ લઈને ચીને જ બનાવી છે. મુર્તિ બનાવવા ભારતની L&T કંપનીએ તો માત્ર ગુજરાત સરકાર અને ચાઈના વચ્ચે દલાલી કરી છે. મુર્તિ L&T એ બનાવી જ નથી. સ્ટેચ્યુ ઓફ યુનીટીના નામે જેટલો આદિવાસી અત્યાચાર વધશે, તેટલા જ જાેર થી આ પ્રતિમાનો બહિષ્કાર આખા દેશમાં થશે. એટલી હદે આ ભાજપ સરકાર આદિવાસીઓની જમીનો લુંટવા સરદાર પટેલનો દુરુપયોગ કરી રહી છે કે તેનો વિરોધ કરવા સૌથી પહેલા તો પાટીદાર સમાજે બહાર નીકળવું જાેઈએ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ગુજરાતનો પાટીદાર સમાજ અને અન્ય તમામ સમાજના લોકો પણ આજે એવું માની રહયા છે કે, સરદાર પટેલને આગળ કરી આદિવાસીઓની જમીનો લુંટવી યોગ્ય નથી. ખેડુતોની ખેતીની જમીનો છીનવી લેવી યોગ્ય નથી. પ્રવાસન અને વિકાસ ના નામે આદિવાસીઓની જમીનો લૂંટાઈ રહી છે. તેથી જ આ મુર્તિનો દેશભરમાં વિરોધ થઈ રહયો છે. બાકી ગાંધી-સરદારના બારડોલી સત્યાગ્રહને સફળ બનાવવા આદિવાસી મહિલાઓએ પોતાનાં જેટલા ઘરેણાં હતા તે તમામ આ સત્યાગ્રહ માટે દાન આપી દીધા હતાં, તે જ આ સમાજ છે આદિવાસી. અને આજે આ ગુજરાતની ભાજપ સરકાર એ જ આદિવાસી મહિલાઓની જમીનો લૂંટવા તેમના જાહેરમાં કપડાં ફાડી નખાવી અપમાનિત કરતી હોય તો તેનાથી સરદાર પટેલનું કદ વધે કે ઘટે?

કેવડિયા વિસ્તારમાં સરદારની પ્રતિમાને આગળ ધરી કોરોના મહામારીમાં લોકડાઉનમાં આદિવાસી મહિલાઓને વાળ પકડી ને ખેંચતી ગુજરાત પોલીસના વિડિઓ આખા ગુજરાતે અને સમગ્ર ભારતે જાેયા છે સાહેબ!! અરે સાહેબ!! કેવડિયા વિસ્તારના ખેડુતોએ પોતાના જમીનો બચાવવા પોતાના શરીર પર કેરોસીન નાખી બળી મરવાનો પ્રયાસ કરે આટલી હદે ખેડૂત પુત્ર સરદાર પટેલના નામનો દુરુપયોગ થતો હોય તો સાચો ખેડુત પુત્ર ચાઈનિઝ પ્રતિમાના પક્ષમાં ઉભો જ ના રહે. જાે આજે સરદાર પટેલ જીવતા હોતને સાહેબ તો તેઓ પણ આદિવાસીઓની જમીન લુંટનો વિરોધ કરત અને આંદોલન પણ કરત. ગુજરાત સરકાર સરદાર પટેલના નામે જેવી રીતે ખેડુતો પાસેથી જમીન પડાવી રહી છે, તેનાથી સરદારનું કદ નાનું થઈ રહ્યું છે. ભાજપ ખેડુતપુત્ર સરદારના નામે ખેડૂતોની જમીનો લુંટી રહી છે તેનો વિરોધ થઈ રહ્યો છે આખા દેશમાં. સરદાર તેમના વિચારોથી ઉંચા છે, પ્રતિમાને કારણે નહિ. જેથી તેમના નામે જમીનો લુંટીને ભાજપ સરકાર તેમને ખેડુતો વિરોધી સાબિત કરવાનાં ષડયંત્ર બનાવી રહી છે, આદિવાસી ખેડુતોની જમીનો બચાવવા વિરોધ અને બહિષ્કાર પ્રતિમાનો થઈ રહ્યા છે, સરદારના વિચારોનો નહીં.

✍️ ડૉ.પ્રફુલ વસાવા (આંદોલનકારી, કેવડિયા બચાવો આદિવાસી બચાવો)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.