ટેકનોલોજી બનાવે માણસને ત્યારે બધું ખોવાઈ જશે

Wjatsapp
Telegram

દુનિયા લાઇક્સ, કોમેન્ટ અને વ્યૂમાં ખોવાઈ જશે
એવો પણ સમય આવશે ફરી બધુ બદલાઈ જશે

સ્માર્ટફોન નહી હોય તો પણ મિત્રોના લોકેશન મળી જશે
મોબાઈલ હાથમાં હશે તો પણ કેટલા ફ્રેન્ડ્સ ખોવાઈ જશે

ફેસબુકના ફ્રેન્ડ્સ રૂબરૂ મળશે તો ઓળખી નહિ શકો
ફોટાને ધોળા કરી મુકવાની વ્યથા ત્યારે ઠલવાઇ જશે

પબજી કે લુડોના સાથીઓ શોધવામાં એવું પણ થાય
સતોલિયા, ભમેડા કે ચોર-પોલીસની રમત વિસરાઈ જશે

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સોશિયલ મીડિયામાં સોશિયલ અંતરના મેસેજ મુકવામાં
ક્યાંય એવું બને કાયમી સંબંધોમાં મોટું અંતર થઈ જશે

માણસ બનાવે ટેકનોલોજી જીવન સરળ કરવા ખાતર
ટેકનોલોજી બનાવે માણસને ત્યારે બધું ખોવાઈ જશે

✍️જીગર પરમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Hemant says:

    Very true 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *