૩૦ વર્ષમાં પ્રથમવાર SCST Act (એટ્રોસિટી એક્ટ) ની કલમ-૩(૧)(P) મુજબ નોંધાઈ F.I.R.

એટ્રોસીટી એક્ટ એવો એક્ટ છે કે જેનાથી SCST કેટેગરીના વ્યક્તિ પર ખોટી ફરિયાદ કરનાર ઉપર પણ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ થઇ શકે છે.
૧૯૮૯ થી લઇ આજ સુધી ૨૦૧૯માં ૩૦ વર્ષ બાદ પ્રથમવાર ૩(૧)(P) મુજબ નોધાઇ એફ.આઈ.આર. એટ્રોસિટી એક્ટ (અનુસુચિત જાતી અને અનુસુચિત જનજાતિ કાનૂન) ૧૯૮૯માં બનાવવામાં આવ્યો. જે ૩૦ જાન્યુઆરી ૧૯૯૦માં સમગ્ર ભારતમાં લાગુ કરવામાં આવ્યો.
આ એટ્રોસિટી એક્ટ પહેલાં પણ વિવિધ એક્ટ SC-ST સમાજ માટે અમલમાં હતા. પરંતુ આ એક્ટમાં વિવિધ SC-ST લોકોને થતાં અત્યાચારને અલગ-અલગ કલમ હેઠળ આવરી લેવામાં આવ્યા. છતાંપણ, અત્યાચાર વિવિધ રીતે વધતાં ૨૦૧૫માં નવી જોગવાઈઓ કરવામાં આવી.
એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(P) કે જે હાલના સમયમાં ખુબ જ ઉપયોગી છે. પરંતુ, મોટાભાગના લોકો આ કાયદાથી અજાણ હોઈ આ કલમનો ઉપયોગ તેઓ કરી શકતા નથી.

સેક્શન ૩(૧)(P):
અનુસુચિત જાતી અથવા અનુસુચિત જનજાતિના વ્યક્તિ વિરુદ્ધ ખોટો/દ્વેષપૂર્ણ અથવા ત્રાસદાયક દાવો, અથવા ફોજદારી અથવા અન્ય કાયદાકીય કાર્યવાહીઓ કોઈ કરે.
એટલે કે, અ.જા. અને અ.જ.જા. ના લોકોને હેરાન પરેશાન કરવા સારું કોઈ અન્ય સમાજના વ્યક્તિ હેરાનગતિ કરી અને ખોટી અરજી, એફ.આઈ.આર. કે કોર્ટમાં ફરિયાદ કરે અથવા કોઈ સિવિલ કોર્ટમાં ખોટો દાવો કરે જે અન્વયે કોર્ટ અ.જા. અને અ.જ.જા. જાતિના વ્યક્તિને નિર્દોષ છે તેવું જજમેન્ટ આપે. ત્યારબાદ આ કલમ હેઠળ જે તે કોર્ટના પોલીસ સ્ટેશનની હદમાં જ્યાં ખોટી અરજી કે એફ.આઈ.આર. જે તે વ્યક્તિએ અ.જા. અને અ.જ.જા. જાતિના વ્યક્તિ ઉપર કરી હોય ત્યાં એફ.આઈ.આર. થઇ શકે.
રોહનકુમાર રમેશભાઈ સોલંકી નાઓ ઉપર અમદાવાદ સ્મોલ કોઝ કોર્ટ નં.૯ માં નરપતસિંહ છોગસિંહ સોલંકી નાઓએ સમરી સ્યુટ નં. ૫૮૯/૧૫ થી ફાઈલ કરેલ. જે અન્વયે નામદાર કોર્ટે તા.૧૯/૧૦/૨૦૧૮ના રોજ ઓર્ડર કરેલ કે સદર સમરી સ્યુટ કાઢી નાખવામાં આવે છે, જે આક્ષેપો રોહન પર કરવામાં આવેલા તે નરપતસિંહ પુરવાર કરી શકેલ નહિ.

આ ઓર્ડરની સર્ટિફાઈડ નકલ કઢાવી તા.૧૯/૧/૨૦૧૯ના રોજ કારંજ પોલીસ સ્ટેશનમાં સેકન્ડ ગુના રજી. નં. ૩૦૨૦/૧૯ થી એટ્રોસિટી એક્ટ ની કલમ ૩(૧)(P) મુજબ એફ.આઈ.આર. રજી. કરવામાં આવેલ. ત્યારબાદ SC ST સેલ અમદાવાદનાઓ દ્વારા ધરપકડ કરવામાં ના આવતાં એડવોકેટ રાજેશ સોલંકી દ્વારા પોલીસ કમિશ્નર, એડ.ડી.જી. એસ.સી.એસ.ટી સેલને રજૂઆત કરેલ. અને એસ.સી.એસ.ટી. સેલ અમદાવાદ નાઓ દ્વારા ફરિયાદી ઉપર દબાણ કરવામાં આવેલ કે આરોપી વિરુદ્ધના પુરાવા અમોને આપી જવા જેથી તા.૨૨/૨/૨૦૧૯ ના રોજ એડ.ડી.જી. એસ.સી.એસ.ટી સેલને ગાંધીનગર જઈ પુરાવા લીસ્ટ સાથે આપેલ.

આ કામના તહોમતદારને હાઈકોર્ટમાં ક્વોશીંગ પીટીશન કરવાં માટે પુરતો સમય એસ.સી.એસ.ટી. સેલ અમદાવાદ નાઓ દ્વારા આપવામાં આવેલ. જેનો લાભ લઇ આ કામના તહોમતદાર નરપતસિંહ છોગસિંહ સોલંકી ક્રી.પ.અ. નં.૪૭00/૧૯ થી કવોશિંગ પીટીશન કરેલ. જેમાં નામદાર હાઈકોર્ટે પોલીસને ઓરલ ઓર્ડર કરેલ કે આ કામના તો’દાર ની ધરપકડ કરવી નહિ તેવું જણાવેલ. જે અન્વયે ફરિયાદી દ્વારા વાંધા રજુ કરવામાં આવેલ. જેમાં એટ્રોસિટી એક્ટની કલમ-૨૦ ઉપર વધુ ભાર આપવામાં આવેલ.
કલમ-૨૦:
આ અધિનિયમમાં અન્યથા ઠરાવ્યું હોય કે તે સિવાય, તત્સમય પૂરતા અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદામાં તેની સાથે અસંગત કોઇપણ મજકુર હોય અથવા એવા કોઈ કાયદાની રુએ અમલમાં હોય તેવા કોઈ રીવાજ, પ્રથા અથવા કોઈ લેખ હોય તેમ, છતાં આ અધિનિયમની જોગવાઈઓ અમલી બનશે.
આ સિવાય વાંધામાં વિવિધ રજુઆતો કરવામાં આવતાં આરોપીની ધરપકડ કરવામાં આવેલ અને ૧૦ દિવસ આરોપીને જેલ કસ્ટડીમાં રાખવામાં આવેલ ત્યારબાદ જામીન પર મુક્ત કરેલ.
આમ, એટ્રોસિટી એક્ટ એ ખુબ જ મજબુત અને અસરકારક એક્ટ છે જેનો વિસ્તૃત રીતે અભ્યાસ કરતાં એસ.સી.એસ.ટી. સમાજના લોકો ઉપર થતાં અત્યાચારો અટકાવી શકાય છે. વધુમાં એસ.સી.એસ.ટી. વર્ગના લોકો પર થતી ખોટી ફરિયાદો કે દાવા કરેલ હોય અને કોર્ટ તેઓને નિર્દોષ જાહેર કરે તો આ કલમ હેઠળ જે-તે વ્યક્તિ ઉપર એટ્રોસિટી એક્ટ અન્વયે ફરિયાદ કરી શકાય તેવી જોગવાઈ માત્ર આ એક્ટમાં જ કરવામાં આવેલ છે.
✍️ રાજેશ સોલંકી (એડવોકેટ & નોટરી)
📞 8866111044
Excellent.
Rajubhai ane rohanbhai ni ladat ne koti koti vandan. Kmk mota bhage atrocity ma sc st vykti samadhan krine case pachho lai le 6e.jena karne samaj ma ek evi 6ap ubhi thay 6e ke je te vykti e lagaveli atrocity khoti hti ane etle j ene pa6i lai lidhi.TME BNNE MAHANUBHAVO E JE LADAT API E MATE KHUB KHUB DHANYAVAD, AABHAR
Good information
Jay bhim
Good information
ઉપયોગી માહિતી આપવા બદલ ધન્યવાદ.
This should be given vide publicity in the community for better awareness and to take advantage to get punished, the non scst. It will set up an example and nonscst will think twice before, filing false cases against scst.
Nice advocate sir..
.
Good work sir… jay bhim. Sir
ખુબજ સરસ સમજૂતી આપી તમે.. ઘણું બધું જાણવા માળિયું..
આપનો ખુબ ખુબ આભાર
Nice work
Saras …
Mahiti badal aabhar
કાયદાકીય માહિતી આપી જાગૃત કરવા બદલ આપનો આભાર