ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ અને હવે ફેઈક જનમેદની !

Wjatsapp
Telegram

રવિવાર, 7 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન ચૂંટણી સભા માટે કોલકતા ગયા હતા. બ્રિગેડ ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની ઊભરાઈ હતી; તેવો ફોટો કોર્પોરેટ/ગોદી મીડિયાએ ભારત અને વિશ્વના લોકોને દેખાડ્યો અને વડાપ્રધાન આટલી મોટી જનમેદની ખેંચી શકે તેવા એક માત્ર દિવ્ય રાજપુરુષ છે તેવી સહર્ષ ઘોષણાઓ કરી ! આવી ચૂંટણી સભા ન ભૂતો ન ભવિષ્યતિ ! જનમેદનીનો ફોટો જોઈએ તો એવું જ લાગે કે રાઈના ઝીણા દાણાનો વિશાળ ઢગલો પડ્યો છે ! આ ફોટો જોઈને આપણો અભિપ્રાય બંધાઈ જાય કે પશ્ચિમ બંગાળ રાજ્યના CM મમતા બેનરજી પાસેથી વડાપ્રધાન સત્તા છીનવી લેશે !

ચાલાક નેતાઓ ઈલેકશનમાં લોકોને ભ્રમિત કરવા અવનવા ખેલ કરતા હોય છે. ભીડ જોઈને લોકો ભ્રમિત થઈ જાય છે ! સાયકોલોજિકલ અસર પડતી હોય છે; લીડરની જાદૂઈ ઈમેજ ઊભી થાય છે ! પેઈડ ન્યૂઝ મારફતે ઉમેદવારો પોતાની ઈમેજ ચકચકિત કરતા હોય છે ! ફેઈક ન્યૂઝ મારફતે અસત્યનો સહારો લેવાય છે. ફેઈક ન્યૂઝથી વિપક્ષના નેતાનું ચારિત્ર્ય હનન કરવામાં આવે છે ! સત્તાપક્ષનો IT Cell એટલે ફેઈક ન્યૂઝની ફેક્ટરી ! ગોદી મીડિયા એટલે પેઈડ ન્યૂઝ ! આપણું ચૂંટણી પંચ ટી. એન. શેષાન વખતનું નથી રહ્યું; હવે તે સત્તાપક્ષની એક પાંખ હોય તે રીતે વર્તે છે ! એટલે સત્તાપક્ષ ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ આપે તો ચૂંટણીપંચ આંખો બંધ કરી લે છે ! વિપક્ષ ફરિયાદ કરે તો ચૂંટણીપંચ કાન બંધ કરી દે છે ! ચૂંટણીપંચ સિલેકટિવ મૌન પણ પાળે છે !

વડાપ્રધાને બ્રિગેડ ગ્રાઉન્ડમાં ચૂંટણી સભા યોજી અને વિશાળ જનમેદની ઊમટી તેવો જે ફોટો અખબારોમાં પ્રસિધ્ધ થયો; ગોદી મીડિયામાં દેખાડવામાં આવ્યો; સત્તાપક્ષના નેતાઓએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યો; તે ફોટો તો બ્રિગેડ ગ્રાઉન્ડમાં 3 ફેબ્રુઆરી 2019ના રોજ ડાબેરી મોરચાની સભા યોજાઈ હતી તેનો હતો ! આ ફોટો CPI (M) West Bengal ના ટ્વિટ્ટર હેન્ડલ ઉપર 10 જૂન 2020 ના રોજ પોસ્ટ કરેલો છે ! આશ્ચર્ય તો એ છે કે વામપંથીઓને ગાળો ભાંડતા સત્તાપક્ષે વામપંથની સભાના ફોટાનો ઉપયોગ કર્યો ! ભીડ ચૂંટણીનું પરિણામ બદલી શકે છે; એટલે ભીડ એકત્ર કરવા વાહન/નાસ્તો/પૈસા/ભેટ/ સાડી વગેરેનો ઉપયોગ થાય છે ! વડાપ્રધાન જ્યારે ગુજરાતના CM હતા ત્યારથી જનમેદની એકત્ર કરવા આવા તિકડમ કરવાનું તેમને વ્યસન થઈ ગયું છે ! ફેઈક ન્યૂઝ/પેઈડ ન્યૂઝ અને હવે ફેઈક જનમેદની ! પ્રત્યેક તાનાશાહને ભીડ ભેગી કરવાનો નશો હોય છે !

  • રમેશ સવાણી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.