ધર્મની બીક હોવી જોઈએ!

fear of religion
Wjatsapp
Telegram

એક ટીચર મેડમ પ્રેગ્નન્સી દરમ્યાન ઘરમાં દિવસ પસાર કરવો મુશ્કેલ હોય છે, એવી ફરિયાદ કરતા હતા.
મેં કહ્યું સંગીત સાંભળવાનું રાખો, અને પુષ્તક વાંચવા માટેનો તમારા માટે આ બેસ્ટ ટાઈમ છે, ઉપયોગ કરો.
એક અઠવાડિયા પછી મેડમનું ઈમ્પ્રુવમેન્ટ જોતા માથું ખંજવાળવું પડ્યું મારે.
શું કરો છો મેડમ હવે? જવાબ મળ્યો.. એક ચોપડો ભરાઈ ગયો બીજો ચાલુ કર્યો…
હું: વાહ શું લખો છો ચોપડામાં. પેગનેન્સી દરમ્યાન સ્ત્રીઓને અનુભવાતી માનસિક અને શારીરિક તકલીફો?
મેડમ:ના ના એ આપણું કામ નહિ.. હું તો દરેક પેજ ઉપર જુદા જુદા ભગવાનના નામ જેટલા સમાય એટલા લખું છું.
હું ચોંક્યો આવું વળી કોને માર્ગદર્શન આપ્યું?
મેડમ: કોઈ એ નહિ પણ ભગવાનનું નામ લઈએ તો બાળકમાં સારા સંસ્કાર આવે એટલેજ મેં જાતે નક્કી કર્યું.
મેં કીધું દુનિયામાં આવ્યા પહેલાજ બાળકને ભગત બનાવી દેવાનો છે તમારે? આજના જવાનીયા પણ હાથમાં લોટો લઈને પૂજા કરવા જતા હોય તો શરમાય છે, કે કોઈ મને અંધશ્રધ્ધાળુ તો નહિ માની લે. અને આવતા ૨૦ વર્ષે તમારો બાબો કે બેબી ભગત થઈને ફરશે તો શું હાલત હશે વિચારો.
મેડમ: તમે નથી માનતા, પણ હું તો માંનુ છું ને ભગવાનમાં.
હું : તો તમારા વંશજને આવવા તો દો, એને જાતે નક્કી કરવા દો એને માનવું કે ના માનવું. તમે એના આવ્યા પહેલા જ એનું વ્યક્તિત્વ નક્કી કરી નાખશો?
મેડમ : ધાર્મિક બને તો વાંધો શું છે?
હું: કોઈ ધાર્મિક સંસ્થા કે આશ્રમમાં ભણવા ના મૂકતાં, એટલું તો ધ્યાન રાખજો. છાપું તો વાંચો છો ને ?
(મેડમને ધીરેથી લાઈટ થઇ : હાય હાય ના એવો પણ ભગત નથી બનવવાનો. શું તમે પણ!!)
ધર્મની બીક રાખે અને એના કારણે કોઈ અવળા રસ્તે ના જાય એટલા પૂરતો તો ધાર્મિક જોઈએ.
લો બોલો ધર્મનો ઉપયોગ પણ લોકો બીવડાવવા અને લલચાવવા માટે થાય છે.
જીતેન્દ્ર વાઘેલા

You may also like...

Leave a Reply

Your email address will not be published.