કવિતા | તમે ક્યારે કેવા?

તમે કેવા???
ચૂંટણી પહેલા હું હિંદુ છું,
ચુંટણી પછી હું દલિત છું.
હા હું દલિત છું.
રામમંદિર આંદોલનમાં હું હિંદુ છું,
ગામના મંદિરમાં જતા હું દલિત છું.
હા હું દલિત છું.
ગોધરાકાંડ તોફાનોમાં હું મરું તો હિંદુ છું,
થાનગઢ બનાવોમાં હું મરું તો દલિત છું.
હા હું દલિત છું.
એમની સોસાયટીમાં કામ કરું તો હિંદુ છું,
એમની સોસાયટીમાં ઘર લવ હું દલિત છું.
હા હું દલિત છું.
કૂવો ખોદવામાં મજૂરી કરું તો હિંદુ છું,
એજ કૂવે પાણી ભરવા જાવ તો દલિત છું.
હા હું દલિત છું.