ગણેશ મૂર્તિ વિસર્જન આભળછેટનું પ્રતીક

મૂર્તિ ડૂબાડી દીધી….
મને થોડું જ્ઞાન થયું એ તમને પીરસું છું 😀
અને હું તો જ્ઞાન પીરસવું એને પણ ભક્તિ કહું છું.
ભક્તિના ઘણા મારગ છે.
આપણે અહીં ગણપતિ સ્થાપનની શરૂઆત થઈ
એનો તમામ શ્રેય લોકમાન્ય તિલકને જાય છે.
તે સમયે લોકમાન્ય તિલકે સ્થાપન કરેલી મૂર્તિ જાહેર દર્શન માટે ફેરીમાં મૂકી હતી. કહેવાય છે કે આ સમય દરમિયાન કોઈ અસ્પૃશ્ય સમાજનું કોઈ બાળક કુતૂહલ પૂર્વક જોવા ગયું હતું અને ગણપતિની મૂર્તિને અડી ગયું હતું.લોકો લોકમાન્ય તિલકને લડવા લાગ્યા કે, ‘તમે જાહેર દર્શન ફેરીમાં ગણપતિની મૂર્તિ મૂકી અને આ ઘટના બની હવે ધર્મ ,મૂર્તિ બધું અભડાઇ ગયું.આ તો મહા પાપ થઈ ગયું’ લોકોમાં આવી બધી ચર્ચા થવા લાગી
લોકમાન્ય તિલકે આ વાત સ્વીકારતા કહ્યું કે, ‘હું આ ગણેશને જ ડૂબાડી દઉં છું પણ હિન્દુ ધર્મને ડૂબવા નહીં દઉં,બ્રાહ્મણ ધર્મને ડૂબવા નહીં દઉં’ એ પછી આ અભડાઈ ગયેલી ગણપતિની મૂર્તિને મહારાષ્ટ્ર પૂણેની નદીમાં ડૂબાડી દેવામાં આવી.આ પછી આપણે ત્યાં ગણપતિની મૂર્તિને સ્થાપવાનું,ડૂબાડવાનું ચાલું થયું.
હવે મુદ્દાની વાત સાંભળો….,
બાળક તો ઇશ્વરનું સ્વરૂપ છે એમ કહેવાય છે તો ગણપતિની મૂર્તિ કેવી રીતે અભડાય ?
જયાં મૂર્તિ સ્થાપન થાય અને ત્યાં કોઈ પણ અસ્પૃશ્ય(દલિત)
વ્યક્તિ એ મૂર્તિને અડતી નથી,મતલબ એ મૂર્તિ અભડાઈ નથી.
તો એ મૂર્તિને પાણીમાં ડૂબાડવી ના જોઈએ.સતત એ મૂર્તિની ભક્તિ ચાલું રાખવી જોઈએ અને આવતા વર્ષે મૂર્તિ લાવવી પણ ના પડે.આમાં ભક્તિનો ખૂબ મોટો ફાયદો છે.
મૂર્તિ ખરીદવાથી ભક્તિ નથી ખરીદાતી.
ગંગાસતી શું કહે છે સાંભળો….,
ભક્તિ રે કરવી એણે રાંક થઈને રહેવું પાનબાઈ
મેલવું અંતરનું અભિમાન રે,
સતગુરુ ચરણમાં શીશ નમાવીને
કર જોડી લાગવું પાય રે …. ભક્તિ રે કરવી એણે
જાતિપણું છોડીને અજાતિ થાવું ને
કાઢવો વર્ણ વિકાર રે,
જાતિ ને ભ્રાંતિ નહીં હરિ કેરા દેશમાં
એવી રીતે રહેવું નિર્માન રે … ભક્તિ રે કરવી એણે
હવે ગંગાસતીને કઈ રીતે પડકારી શકાય એ સમજાતું નથી.
છે કોઈ પડકારી શકે એવું ?
જો,કોઈ પડકારી શકે તો નવા જ્ઞાનનો લાભ મળી શકે.
આજકાલ તો લોકોને ભક્તિનું અભિમાન છે,આવા પાખંડી,ઢોંગી,દેખાડાવાળા લોકો જો વેળાસર ભક્તિની પરિભાષા ના સમજે તો હું કહું છું તેઓ જીવનનો અમૂલ્ય સમય બગાડે છે.તેમને આ જન્મે ભક્તિ પ્રાપ્ત થઈ શકે એવું લાગતું નથી.
કબીર સાહેબે ખોટી ભક્તિમાં અંધ થયેલા લોકોને સમજના હથોડા માર્યા છે જો સમજાય તો.
ધર્મ હિતમાં જારી …..,
~પ્રવીણસિંહ ખાંટ
નોંધ:- અહીંયા મારે જવાબની કોઈ જરૂર નથી,
આપી શકો તો ગંગાસતીએ જે ભક્તિની વાત કરી છે એ વાતનો જવાબ આપો.