ઉદ્યોગોના નવા પ્રોજેકટને 1200 દિવસ સુધી લેબર લૉમાંથી મુક્તિ આપવાના વટહુકમ વિરુદ્ધ જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ વિરોધ નોંધાવ્યો

Wjatsapp
Telegram

વેતા: 16/05/2020

ગુજરાતમાં ઉદ્યોગોના નવા પ્રોજેકટને 1200 દિવસ સુધી લેબર લૉમાંથી મુક્તિ  આપવાના વટહુકમને પરત ખેંચવા બાબતે જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ ગુજરાતના રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપી ઉપરોક્ત બાબતો ધ્યાને લાવી વિરોધ નોંધાવ્યો. લેબર લોમાંથી મુક્તિ આપવાથી મજૂરોને કેટલી સમસ્યાઓનો સામનો કરવો પડશે, તે બાબતે વિસ્તૃત માહિતી આ આર્ટિકલમાં જાણવા મળશે.

કોરોના વાયરસની મહામારીને રોકવા માટે ભારતમાં ચાલી રહેલા દેશવ્યાપી લોકડાઉનથી કરોડો પરપ્રાતીય શ્રમિકો- મજૂરોની સ્થિતિ અત્યંત કફોડી થઇ ગઇ છે અને પોતાના ઘરે પરત જવા માટે વલખાં મારી રહ્યા છે. તેવા સમયે લોકડાઉનને પગલે ગુજરાત સરકારે મજૂરો માટેના કાયદામાં સુધારો કર્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના જણાવ્યા મુજબ ફેકટરીની ઑનલાઇન મંજૂરી સરકાર આપશે .એનું પ્રોડકશન શરૂ થાય ત્યારથી 1200 દિવસ ગણવામાં આવશે. ચીન, જાપાન વગેરે દેશની અનેક કંપનીઓ ચીન છોડવા પ્રયાસ કરી રહી છે. એ કંપનીઓ ગુજરાતમાં આવે એ માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યા છે. સરકારે જીઆઈડીસીમાં 33,000 હેક્ટરથી વધુ જમીનની ફાળવવાની તૈયારી કરી છે. ગુજરાતમાં ઉદ્યોગના નવા પ્રોજેકટને 1200 દિવસ સુધી લેબર લૉમાંથી મુક્તિ આપવાની રાજ્ય સરકારે ઔદ્યોગિક એકમો માટે મોટી જાહેરાત કરી છે. અને સરકારે વટહુકમથી મજૂર કાયદામાં સુધારો પણ કર્યો  છે. 

નવા એકમો માટે નિયમો હળવા કરાયાં છે. જોકે, નવી કંપનીઓને લેબર લોના બધા કાયદામાંથી છૂટછાટ આપવામાં આવશે. પરંતુ મજૂરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રણ બાબતો પર છૂટ નહિ અપાય. લઘુત્તમ વેતન ધારો, સેફટીની નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. તેમજ મજૂરને કોઈ અકસ્માત થાય તો વળતર પૂરેપુરુ આપવુ પડશે. નવી સરકારે કાયદાને ઓર્ડિનન્સ બનાવવાનો નિર્ણય કરાયો છે. જોકે જૂની કંપનીઓને આ લાભ નહિ મળે તેવી ખાસ સ્પષ્ટતાઓ કરી છે. સલામતીના નિયમોમાં કોઈ મુક્તિ નહિ મળે. સામે કોઈ પણ ફેક્ટરીને મજૂર કાયદો લાગુ નહિ પડે. 

દેશભરના ટ્રેડ યુનિયનોએ મજૂર કાયદો સ્થગિત કરવાના વિરોધમાં આગામી 22મી મેના રોજ દેશવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. તે ઉપરાંત આ મામલાને ઇન્ટરનેશનલ લબેર ઓર્ગેનાઇઝેશનમાં લઇ જવાનો પણ નિર્ણય લેવાયો છે. સરકાર દ્વારા લેબર એક્ટમાં સંશોધન, પાવર એક્ટ-2020 એમેન્ડમેન્ટ અને કામકાજના કલાકો 8થી વધારીને 12 કલાક કરવાના પ્રસ્તાવ વિરુદ્ધ ટ્રેન યુનિયન સંગઠનો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. જેને અમારા સંગઠનનો પણ ટેકો છે.

સંજય પરમાર(કન્વીનર)જ્ઞાતિ નિર્મૂલન સમિતિ : ગુજરાત

 ‘સેન્ટ્રલ ટ્રેડ યુનિયન (સીટીયુ)ના સંયુક્ત પ્લેટફોર્મ પર 14મી મે, 2020ના રોજ મળેલી તેમની બેઠકમાં લોકડાઉન સમયગાળા દરમિયાન દેશમાં કામકાજ કરતા શ્રમિકો-મજૂરો-કામદારોની કફોડી પરિસ્થિતિની નોંધ લીધી અને પડકારને પહોંચી વળવા સંયુક્ત પગલાં લેવાનો નિર્ણય કર્યો છે એવું 10 ટ્રેડ યુનિયનોએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે. આ સંયુક્ત પ્લેટફોર્મે આગામી 22મી મે, 2020ના રોજ સરકારના કામદારો અને લોકો વિરોધી પ્રસ્તાવ સામે દેશવ્યાપી વિરોધ કરવાનો નિર્ણય પણ કર્યો છે. 

ઉત્તરપ્રદેશની સરકારે મજૂર કાયદો સ્થગિત કરી દીધો છે, જ્યારે મધ્યપ્રદેશે આર્થિક પ્રવૃત્તિઓને ઉત્તેજના આપવા માટે લોકડાઉન વચ્ચે કેટલાક નિયમો બનાવ્યા છે. ગુજરાત, ત્રિપુરા સહિત ઘણા રાજ્યો પણ તેનું અનુકરણ કરી શકે છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયને આ સંદર્ભમાં ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનને સંયુક્ત રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે. મજૂર કાયદા સ્થગિત કરવાથી લેબર લો અને અને માનવાધિકાર અંગેના આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન થાય છે.

‌ગુજરાતે હવે મજૂર કાયદામાં સુધારો કરવા આગળ વધી રહ્યુ છે અને આ માટેનો વટહુકમ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી દેવામાં આવ્યો છે. જો વટહુમકને રાષ્ટ્રપતિથી મંજૂરી મળી જશે તો ગુજરાતમાં ઔદ્યોગિક એકમો, કંપનીઓ, બાંધકામ ઉદ્યોગોને મજૂર કાયદામાં ઘણી છુટછાટો મળશે. નવા શ્રમિક કાયદા વટહુકમને મંજૂરી મળતા ગુજરાતમાં નવી કંપનીઓ- કારખાનાઓને લઘુતમ વેતન કાયદો, કર્મચારી વળતર અધિનિયમ અને સલામતી સંબંધિત નિયમો સિવાયના તમામ મજૂર કાયદાઓથી મુક્તિ આપવામાં આવશે. આપ શ્રીએ આગામી ત્રણ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન રાજ્યમાં સ્થપાતા નવા ઉદ્યોગ-ધંધાઓને લગભગ તમામ મજૂર કાયદામાંથી મુક્તિ આપતા વટહુકમને મંજૂરી આપી દીધી છે.

આપશ્રી દ્વારા મજૂર કાયદામાં મૂક્તિ સંબંધિત વટહૂકમના મુસદ્દાને આ અઠવાડિયાની શરૂઆતમાં મંજૂરી મળી ગઇ હતી અને હવે તેને રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનિય છે કે, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)ની સત્તા હસ્તકની ગુજરાતની રાજ્ય સરકારે ઉત્તર પ્રદેશ કરતા થોડા અલગ મોડેલનું અનુકરણ કર્યું છે. ગુજરાત સરકારનો વટહુકમ 1,200 દિવસના સમયગાળા માટે સેવાઓ અને ઉત્પાદન ક્ષેત્રના તમામ નવા એકમોને લાગુ પડશે. ઉત્તર પ્રદેશના કિસ્સામાં વટહુકમ તમામ મેન્યુફેક્ચરીંગ અને સંબંધિત એકમોને લાગુ પાડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમણે “નવા કર્મચારીઓ” રાખ્યા હતા, જેનો મતલબ એ છે કે હાલની કંપનીઓ અને આગામી ત્રણ વર્ષમાં સ્થપાતી તમામ નવી કંપનીઓ પણ લાગુ કરવામાં આવશે.

મનુભાઈ જે. રોહિત (સહ કન્વીનર)જ્ઞાતિ નિર્મૂલન સમિતિ : ગુજરાત

અમારા વિરોધના મુદ્દાઓ : 

પ્રસ્તાવિત મજૂર કાયદા સ્થગિત કરવાથી લેબર લો અને અને માનવાધિકાર અંગેની આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું ઉલ્લંઘન થાય છે.

પ્રસ્તાવિત વટહુકમ અનુસાર કાયદાના અમલીકરણ એક વર્ષની અંદર સ્થપાયેલી કંપનીઓ લગભગ તમામ શ્રમિક કાયદાઓમાંથી 1,200 દિવસની મુક્તિ મેળવવાને પાત્ર રહેશે.સેફ્ટી માટે તો એક જ ફૅક્ટરી ઍક્ટ છે. જો તમે એમ કહો છો કે કામદારોની સેફ્ટીનું પાલન થવું જોઈએ તો શું ફૅક્ટરી ઍક્ટ લાગુ પડશે? જો એ લાગુ પડવાનો હોય તો એમાં તો કામદારોને 8 કલાક કામની જોગવાઈ છે. આપણે ત્યાં તો કામદારો પાસેથી 12 કલાક કામ લેવામાં આવે છે. આ કાયદામાં ઓવરટાઇમનો બમણો પગાર આપવાની જોગવાઈ છે એટલે ફૅક્ટરી ઍક્ટ લાગુ થશે કે નહીં તેની સરકારે સ્પષ્ટતા કરવી પડે.

દેશમાં અસંગઠિત ક્ષેત્રના 90 ટકા કામદારો લેબર લૉના ફાયદા એટલે કે હકથી વંચિત રહે છે. માત્ર 10 ટકા જે સંગઠિત ક્ષેત્રના કામદારો છે તેમને જ લેબર લૉનો લાભ મળે છે. ખરેખર તો સરકારે એ 90 ટકાને એ હક-લાભ મળે એ માટે કામ કરવાનું હોય. એ કાયદાનું સરખું પાલન ન થતું હોય તો એ રદ્દ ન કરવાનો હોય. નિષ્ફળતા છુપાવવાની ન હોય.

કેટલાક મજૂર કાયદા સંસદમાંથી પાસ થયા હોય તો રાજ્ય સરકાર એને મોકૂફ કઈ રીતે કરી શકે? આ તો મજૂર કાયદાને 1200 દિવસ સુધી તાક ઉપર મૂકવાની વાત છે, જે મજૂરવિરોધી છે અને આવી જોગવાઈથી મજૂરોનું કંઈ ભલું થવાનું નથી !!

 મજૂરોના અધિકારોને લગતા એક-એક કાયદા માટે મજૂરો અને તેમનાં સંગઠનોએ ઘણો લાંબો સંઘર્ષ કર્યો છે. મજૂર કાયદા એ માત્ર મજૂરોના હકની વાત નથી, પરંતુ તેમને નાગરિક તરીકેની ગરિમા મળે, એના રોજગાર બાંહેધરીની પણ વાત છે, લેબર લૉનો છેદ ઉડાવી દેવો એ બિલકુલ ગેરવાજબી છે. આમ પણ મજૂર કાયદાનો આપણા રાજ્યમાં ખૂબ ઓછો અમલ થાય છે. એમાં હવે જો નવા એકમો માટે કાયદો જ ન અમલી બનતો હોય તો એ કોઈ વિકસિત કે ન્યાયિક સમાજની વ્યાખ્યામાં ફીટ બેસતી વાત નથી !!

 આ જાહેરાત બાબતે સરકારે કેટલીક સ્પષ્ટતા કરવી પડે, જેમ કે, ઍમ્પલૉયી સ્ટેટ ઇન્સ્યૉરન્સ (ઈ.એસ.આઈ.) જે સામાજિક સુરક્ષાનો મોટો કાયદો છે. એ કામદાર અને માલિકોના ફાળાથી ચાલે છે. આ કાયદો લેબર લૉમાંજ સમાવાયેલો છે. ઈ.એસ.આઈ. હેઠળ જે લોકોને આવરી લેવાયા હોય તેમને સુધરાઈ વળતર ફાળવે એવી જોગવાઈ છે. એ એક રીતે મજૂરો માટેનો વીમો છે. એનું પ્રીમિયમ ભરવામાં આવે છે. કોરોનાને કારણે કોઈ મજૂર માંદો પડ્યો હોય અને કામ પર ન જઈ શકે તો જે દિવસ પડે એનો અડધો પગાર તેને એમાંથી મળવાપાત્ર થાય. સરકારે જે નવી જાહેરાત કરી છે એમાં આના વિશે કોઈ સ્પષ્ટતા નથી.

આપશ્રીને નમ્ર અરજ છે કે શ્રમિકોના હિતમાં તેઓની માનવ ગરિમા અને હક્કના રક્ષણ અર્થે સદર કાયદામાં કરવાના સુધારા બાબતનો વટહુકમ પરત ખેચવાની આપશ્રી આ બાબતે સંવેદનશીલતા દાખવી  યોગ્ય આદેશ કરશો એવી આશા સાથે…

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સંજય પરમાર(કન્વીનર)
મનુભાઈ જે. રોહિત (સહ કન્વીનર)
જ્ઞાતિ નિર્મૂલન સમિતિ : ગુજરાત

જ્ઞાતિ નિર્મૂલન સમિતિએ ગુજરાતના રાજ્યપાલ શ્રીને આવેદનપત્ર આપી ઉપરોક્ત બાબતો ધ્યાને લાવી વિરોધ નોંધાવ્યો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.