ગોપાલ ઈટાલીયા – સોસીઅલ મીડિયા એક્ટીવીસ્ટ

Gopal Italiya
Wjatsapp
Telegram

9033145215

ગોપાલ ઈટાલીયા ગામ ટીંડી, જીલ્લો ભાવનગરના વતની છે. માતા-પિતા, ગોપાલની નાની ઉંમરે જ સમજુતીથી છુટા થઇ ગયા હતા. માતાએ બાળકોને ખેતી કરીને પાલન-પોષણ કર્યું. બાળકોએ પણ ખેતીમાં માંને મદદ કરી. આવી કપરી આર્થિક પરિસ્થિતિમાં ગોપાલભાઈનું ભણતર ધોરણ ૧૨ સુધી થયું. એ પછી હીરાઘસું ને બીજી નાની-નાની નોકરીઓ ૬ વર્ષ, ૨૦૧૨ સુધી કરી. પછી ૨૦૧૨માં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી ફીક્ષ પેમાં કોન્સ્ટેબલ થયા. ૪૦૦૦ પગારમાં આખો મહિનો કાઢવો ખુબ મુશ્કેલ હતું. તેમ છતાં અપાર મુશ્કેલીઓ વેઠતા કોન્સ્ટેબલ તરીકે પસાર કર્યા. પગાર ઓછો હોવાથી સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપતાં રહેતા. પછી, ૨૦૧૫માં ક્લાર્ક તરીકે નોકરીમાં લાગ્યા અને આર્થિક ભીડ થોડી ઓછી થઇ. આજે પણ એમની પાસે પોતાનું ખેતર કે ઘર નથી. વર્ષોથી ભાડાંના મકાનમાં રહે છે.

ગોપાલભાઈ, જણાવે છે કે, “સીસ્ટમમાં બેઠાં પછી જોયું કે સીસ્ટમ એટલી બધે હદે સરકારે બેકાર કરી દીધી છે કે, સામાન્ય માણસની પરેશાની સીસ્ટમ સમજવા જ તૈયાર નથી. તમે નોર્મલ માણસને ધક્કા ખવડાવો છો, RTI માટે ધક્કા ખવડાવો છો, માનસિક હેરાન કરો છો, ફીઝીકલ હેરાન કરો છો, એની પાસેથી તમે લાંચ માંગો છો. તો સીસ્ટમ જે છે એ સામાન્ય માણસોના પશ્નો સંભાળવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, સોલ્યુશન લાવવા તૈયાર નથી. એટલે એક સામાન્ય માણસ તરીકે મારામાં ગુસ્સો ભરતો કે સાલું, આ સીસ્ટમ ના ચાલે. એટલે સરકાર વિરુદ્ધ રોજ રોષ ભરાતો અને નીકળી ગયો એક દિવસે.”

ગોપાલભાઈ, તે પછી સોસીઅલ મીડિયામાં તેમના ફેસબુક લાઈવથી યુવાનોમાં ખુબ પ્રસિદ્ધ થયા. સાવ સામાન્ય માણસની ભાષા, સામાન્ય લોકોના ગુસ્સાની અભિવ્યક્તિ તેમના ફેસબુક વિડીઓમાં સ્પષ્ટ નજરે આવે છે. પછી ગોપાલભાઈએ, અલગ અલગ વિષયો પર ફેસબુક લાઈવ થઈ માહિતી આપી, જનજાગૃતિનું કામ શરુ કર્યું. તેમાં ઢોંગી કથાકારો વિષે કરેલ ફેસબુક વિડીઓ ખુબ ચર્ચાસ્પદ રહ્યો. આ વિડીઓના નાના નાના કલીપીંગ સોસીઅલ મીડિયામાં ફરતાં થયાં. ઘણા કથાકારો અને તેમના ભક્તો નારાજ થયા અને અસભ્ય ભાષામાં ધમકીઓ આપવા લાગ્યા. આ ધમકીઓના ઓડીઓ પણ સોસીઅલ મીડિયામાં વાઈરલ થયાં.

 

નેતાઓ – પાર્ટીઓના કેટલાક ભક્તો, નાગરિકોને જવાબ આપવાના બદલે,

ફેસબુકીયા ક્રાંતિકારી,

સોસીઅલ મીડિયાના હીરો,

સોસીઆલ મીડિયામાંથી બહાર આવો

અમારી જેમ રોડ પર આવો,

વિગેરે જેવી અંડ-શંડ દલીલો કરતાં હોય છે. અને તેઓ પોતે જ સમાજના નામે, દેશના નામે, ધર્મના નામે ભીડ ભેગી કરવા સોસીઅલ મીડિયામાં મેસેજ વાઈરલ કરતાં હોય છે.

આવા નેતાઓ અને તેમના ભક્તોને પ્રશ્નો પૂછીને તેમની જવાબદેહી નક્કી કરવાનું કામ સોસીઅલ મીડિયા એક્ટીવીસ્ટો કરતાં હોય છે. આ લોકો જુઠ્ઠાણા ઊઘાડા પાડવાનું અને લોકોને સાચી સમજ આપવાનું કામ કરે છે. આ લોકો એક્ટીવીઝમને ફૂલ ટાઈમ ધંધો બનવવાને બદલે પોતાના કામ – ધંધા – રોજગાર સાથે જનજાગૃતિનું કામ કરે છે. લોકતંત્રમાં અ જરૂરી છે કે દરેક નેતા, એ સત્તા પક્ષમાં હોય, વિપક્ષમાં હોય, અપક્ષમાં હોય કે પછી બિનરાજકીય હોય… પણ તે લોકોને જવાબદેહ હોય.

gopal italiya (1)વધુમાં ગોપાલભાઈ કહે છે કે “હું જે વિચારું છુ એ સોસીઅલ મીડિયાના માધ્યમ પર મુકું છું. લોકોને ગમે છે એ અપનાવે  છે. પ્રતિક્રિયા આપે છે.” વધુમાં જણાવે છે કે, “હું લોકજાગૃતિનું કામ કરું ­છું કે  જ્યાં  પણ કંઈ ખોટું થાય છે ત્યાં લોકો અવાજ ઉઠાવે. લોકો સવાલ કરતાં થાય, ફોન કરતાં થાય. લોકોના મનમાંથી ડર નીકળે. રાતોરાત જાદુઈ છડી ફેરવવાનો સવાલ નથી, ઈમ્પ્રુવ કરવાનો સવાલ છે.”

ગોપાલભાઈ પર આજે જૂતુ ફેંકવું, સોસીઅલ મીડિયા પર લખવું, બોલવું વિગેરે એમ ઘણા કેસો ચાલે છે. અને તેની નિયમિત તારીખો પડે છે.

શરૂઆત મેગેઝીનમાં ગોપાલભાઈનો ઇન્ટરવ્યુ વાંચવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો.

https://goo.gl/RojEV7

 

ગોપાલ ઈટાલીયાના અન્ય વિડીઓ જોવા ગુગલ સર્ચ કરો. “gopal italiya video”

૧ સપ્ટેમ્બર ૨૦૧૮એ ગોપાલ ઈટાલીયાએ કરેલ એક ફેસબુક પોસ્ટ. હુ ગોપાલ ઈટાલીયા આજરોજ ઉપવાસના આઠમા દિવસે ભાઈ શ્રી હાર્દિકના આંસુની અંજલિ ભરી આક્રોશ સાથે હાર્દિકના આંસુનું ઋણ ચૂકવવા આઠ પ્રતિજ્ઞા લઉં છું કે,

૧) મત માંગવા આવે પણ હાર્દિકના આંસુ લુછવા પણ ન આવે એવી કોઈપણ ધાર્મિક સંસ્થા, મંદિર, આશ્રમ કે દેરી વગેરેમાં એક પણ રૂપિયો આપીને મારો પૈસો વેડફીશ નહીં અને બીજાને પણ ધાર્મિક સંસ્થાઓમાં પૈસા ન બગાડવા સમજાવીશ…હુ જે મંદીરમાં પૈસા બગાડુ છું એ મંદીર સમય આવ્યે સાથ નથી આપતું માટે આજથી *કોઈપણ મંદીરમાં* ફંડફાળા કે દાનપેટીમાં મારા પૈસા નહીં વેડફુ.

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૨) ગામને કરુણાના ભાષણો આપે અને સાત દિવસથી એક દિકરો ખેડુતો અને યુવાનોના હક્ક માટે લડતા – લડતા રડતો હોય છતાંય જેનું દિલ ન પીગળે એવા જડ હૃદયના તમામ કથાકારોની કથામાં જાઈશ નહીં અને બીજા યુવાનોને પણ આવા બની બેઠેલા કથાકારોની કથામાં નહીં જવાનું સમજાવીશ..આ લોકો ફક્ત ઉપદેશો જ આપે છે સાથ નથી આપતાં.

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૩) ફક્ત 50 રૂપિયામાં શનિની સાડા સાતની પનોતી રોકી દેવાની વાતો કરતા જ્યોતિષો અને કર્મકાંડીઓ હાર્દિકના આંસુ રોકી શક્યા નથી માટે એમને મારા ઘરમાં કે પરિવારમાં ઘુસવા નહીં દઉં અને બીજાને સમજાવીશ…આ લોકો રૂપિયા માટે જ કર્મકાંડના ખેલ કરે છે બાકી ખરાં સમયે એવો કોઈ કર્મકાંડ કામે નથી આવતો જે હાર્દિકના આંસુ રોકી શકે.

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૪) હાર્દિકને હિંમત આપવા અને પાટીદાર સમાજની પીડામાં ભાગ લેવા પધારેલ પૂજ્ય શ્રી એસ.પી સ્વામી, વડીલ શ્રી કનુભાઈ કલસરિયા, ભાઈ શ્રી જીજ્ઞેશ મેવાણી જેવા મજબૂત વ્યક્તિઓનો ઉપકાર આજીવન નહીં ભૂલું અને જરૂર પડ્યે એમની સાથે ઉભો રહીશ અને બીજાને પણ સાથ અપાવડાવીશ…

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૫) હાર્દિકના આંસુ જોઈને આદિવાસી સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ, અન્ય વગેરેના અસંખ્ય યુવાનો દ્રવી ઉઠ્યા છે અને હાર્દિકને ટેકો આપતી હજારો પોસ્ટ સોશિયલ મીડિયા ઉપર મુકી અને હાર્દિકનું મનોબળ વધાર્યું છે એ દલિત, આદિવાસી (SC/ST), મુસ્લિમ તેમજ અન્ય સમાજનો ક્યારેય વિરોધ નહીં કરું અને કપરા ટાઈમમાં મતભેદ ભૂલીને સાથ આપનારને હુ કાયમ માન-સન્માન આપીશ..

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૬) હાર્દિક પટેલના આંસુને તમાશાની જેમ જોઈ રહ્યાં છે એ તમામનો બદલો લેવામાં આવશે..અમને રડાવનાર અને રડતા જોઈ રહેનાર તમામનો સમય આવ્યે હિસાબ કરીશ….

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૭) હુ મારા ઘરમાં ભારતનું બંધારણ વસાવીશ અને સંવિધાનનું વાંચન કરીશ તેમજ મારા ઘરમાં મંત્ર-તંત્ર કે ખાલી ખોટા ઉપદેશોની ચોપડીઓ રાખવાના બદલે દેશના કાયદાના ઓછામાં ઓછાં પાંચ પુસ્તક રાખીશ. હાર્દિકના આંસુ ન રોકી શકે એવાં કાલ્પનિક અને ઉપજાવી કાઢેલા વિવિધ મંત્રો-જાપ યાદ કરવાનાં બદલે કાયદાની કલમ યાદ કરીશ….અને કાયદાના ઉપયોગથી યુવાનોને મદદરુપ બનીશ તેમજ યુવાનોને પણ કાયદો શીખવાડીશ.

ગોપાલ ઈટાલીયા “સાહેબ”

૮) જેમ હાર્દિક પટેલે યુવાનોને જાગૃત કર્યા એમ હુ પણ સમાજને અંધશ્રધ્ધાથી, ધર્મના વેપારથી, કુરીવાજોથી, સમાજના શોષણખોરોથી, બની બેઠેલા ધર્મના ઠેકેદારો અને પરમપુજ્યોથી, ભોગવિલાસી બ્રહ્મસ્વરૂપોથી, કથાકારોથી, સત્તાલાલચુ નેતાઓથી, ખેડૂત વિરોધી સરકારથી, સમાજના નામે સત્તાની દલાલી કરતા દલાલોથી જાગૃત કરીશ અને જાગૃત રહીશ.

આજ હાર્દિકના આંસુની અંજલિ સાથે ઉપરોક્ત તમામ પ્રતિજ્ઞા લઉં છું કે હાર્દિકના આંસુની કિંમત હુ મારા પોતાનામાં વૈચારિક પરિવર્તન લાવીને ચુકવીશ અને તેનુ પાલન કરીશ તેમજ અન્ય યુવાનોને પણ જાગૃત કરીશ…

પાટીદાર શહીદ અમર રહો..

માહિતી સોર્સ : કૌશિક શારૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.