સરકાર એ દેશ નથી !

Wjatsapp
Telegram

ટૂલકિટ-Toolkit કેસમાં જેલમાં રહેલી 22 વર્ષની પર્યાવરણ એક્ટિવિસ્ટ દિશા રવિ સામે પોલીસે ફરિયાદ નોંધી હતી કે ‘કૃષિ કાયદાઓની સામે કિસાન આંદોલનના નામે, ભારતમાં હિંસા અને અશાંતિ ફેલાવવાના કાવતરા તરીકે દિશાએ ટૂલકિટ તૈયાર કરી હતી. ખાલીસ્તાની કનેક્શન છે. ટૂલકિટ પાછળ શિખ અલગતાવાદી સંગઠન PJF-પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશનનો હાથ છે.’ દિલ્હી પોલીસે દિશાને 13 ફેબ્રુઆરી 2021 ના રોજ બેંગલુરુથી એરેસ્ટ કરી હતી. પતિયાલા હાઉસ એડિશ્નલ સેશન્સ કોર્ટના જજ ધર્મેન્દ્ર રાણાએ 23 ફેબ્રુઆરી 2021ના રોજ દિશાને જામીન પર છોડવા હુકમ કર્યો હતો.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

દિશાને જામીન આપતા જજ ઘર્મેન્દ્ર રાણાએ સખ્ત ટિપ્પણી કરી હતી :
[1] રેકોર્ડ ઉપરના અધૂરા પુરાવાઓ ધ્યાને લેતાં 22 વર્ષની યુવતીને; જેમનો કોઈ ક્રિમિનલ ઈતિહાસ નથી, જેલમાં રાખવા માટે કોઈ ઠોસ કારણ મને દેખાતું નથી.
[2] નાગરિકો સરકારની અંતરાત્મા જગાડતા હોય છે. એને માત્ર એ કારણે જેલમાં ન મોકલી શકાય કે તે સરકારની નીતિઓ સાથે અસહમત છે. સરકારની ટીકા કરવાથી સેડિશન/રાજદ્રોહ ન બને. આપણા પૂર્વજોએ પણ બોલવાની આઝાદી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૌલિક હક્કના રુપમાં માન્યતા આપી છે.
[3] દિશા રવિ અને પ્રતિબંધિત સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ વચ્ચે પ્રત્યક્ષ રુપે કોઈ સંબંધ હોવાનું જણાતું નથી. પ્રત્યક્ષ રીતે એવું કંઈ જોવા મળતું નથી કે જે એ બાબતે સંકેત આપે કે દિશા રવિએ કોઈ અલગતાવાદી વિચારનું સમર્થન કર્યું હોય.
[4] દિલ્હી પોલીસે 26 જાન્યુઆરી 2021 ના રોજ દિલ્હીમાં થયેલ હિંસાના કેસમાં 150 આરોપીઓને એરેસ્ટ કરેલ છે; તેમાંથી એક પણ આરોપીએ એવું કહેલ નથી કે દિશાની ટૂલકિટ વાંચીને હિંસા કરી છે !
[5] ટૂલકિટમાં એવો કોઈ શબ્દ નથી કે જેનાથી હિંસા/અશાંતિ ફેલાય.
[6] એક વ્હોટસએપ ગૃપની રચના કે એક હાનિરહિત ટૂલકિટના સંપાદક હોવું તે કોઈ ગુનો નથી. તપાસ એજન્સીઓને અનુકૂળ પૂર્વાનુમાનોના આધારે નાગરિકની સ્વતંત્રતાને પ્રતિબંધિત કરવાની અનુમતિ આપી શકાય નહીં !

દિલ્હી પોલીસ સત્તાપક્ષની કઠપૂતળી બની ગઈ છે ! દિશા રવિના કિસ્સામાં થોડા દિવસ પહેલા 47 પૂર્વ જસ્ટિસ/મુખ્ય ન્યાયાધીશ અને ન્યાય પ્રલાણી સાથે જોડાયેલ લોકોએ રાષ્ટ્રપતિને પત્ર લખીને માંગણી કરી હતી કે આ મામલામાં દિલ્હી પોલીસ દબાણ વગર અને સ્વતંત્ર રુપે કામ કરે ! કોર્ટના ચૂકાદાથી સ્પષ્ટ થાય છે કે સરકાર એ દેશ નથી ! સરકારની ટીકા કરવી તે સેડિશન નથી !

  • રમેશ સવાણી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *