ફેક ન્યુઝ અને કોમી વૈમનસ્ય ફેલાવતા લોકો સામે નાગરિક સંગઠનોએ છેડયું આંદોલન, 703 વિરુદ્ધ ગુના નોંધાયા

આપણે સૌ જાણીએ છીએ તેમ જ્યારથી શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી ભારતમાં ફેક મેસેજનું પ્રમાણ વધી ગયું અને અને હિંદૂ-મુસ્લિમ વચ્ચે વિખવાદ કરાવનાર ફેક ન્યુઝ પણ ખૂબ મોટા પ્રમાણમાં ફેલાય છે. કેટલાક ચોક્કસ ગ્રુપના લોકો ગંદી ગંદી ગાળો લખે છે. સ્ત્રીઓને બળાત્કારની ધમકીઓ આપે છે. દિવસ રાત નફરત ફેલાવે છે. જૂથ ફેલાવે છે. અને આ ફેક ન્યુઝ ફેલાવનારમાંથી અસંખ્ય લોકોને શ્રી નરેન્દ્ર મોદી ટ્વીટર પર ફોલો કરે છે.
આમ, શ્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી પદની ગરિમા જાળવી નથી અને પદને બટટો લગાડ્યો છે. દેશમાં નફરત, ઘૃણા ફેલાવનાર લોકોને ખુલ્લેઆમ સપોર્ટ કરનાર નરેન્દ્ર મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે.
ભાજપ આઈટી સેલના અમિત માલવીયા પણ ઘણી વાર ફેક ન્યુઝ ફેલાવતા પકડાઈ ગયા છે. વળી, મોદી, ભાજપ સમાર્થકોના સોશિઅલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ ફેક મેસેજો ફેલાવવામાં આવે છે.

જેની સામે મુસ્લિમ સમાજના યુવાનોએ સોશિઅલ મીડિયા સંગઠનો બનાવી આવી ફેક મેસેજ અને નફરત ફેલાવનાર અસામાજિક તત્વોને FIR કરાવી જેલ ભેગા કરવાનું કામ કર્યું છે.
આ સિવાય કોરોનાને લાગતી ખોટી માહિતી પણ અમુક લોકો ફેલાવી રહ્યા છે અને લોકોને ભયમાં નાંખી રહ્યા છે.

હાલમાં જ બનેલા એક સીટીઝન ગ્રુપે આવી ફેસબુક આઇડીઓને રિપોર્ટ કરવાનું અને બંધ કરાવવાનું શરૂ કર્યું છે. તમે પણ જો કોઈ એવી પોસ્ટ કે આઈડી જુઓ તો આ ગ્રુપમાં રિપોર્ટ કરી શકો છો.
અત્યાર સુધી અસંખ્ય ફેસબુક પ્રોફાઈલ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તારીખ 21 એપ્રિલ 2020 સુધી 370 FIR માં 703 લોકો વિરુદ્ધ ગુના નોંધવામાં આવ્યા છે.
સરકાર દ્વારા યોગ્ય પગલાં ના લેવાતા, ભાજપ આઈટી સેલ દ્વારા નાગરિકો હેરાન કરવાનું બંધ ના કરાતા અને નરેન્દ્ર મોદીના મુક સમર્થનની ચાલતી સોશિઅલ મીડિયામાં પજવણી, અફવા, નફરત, ઘૃણાને નાથવા, નાગરિકોએ જાતે પોતે મોરચો માંડીને ફેક ન્યુઝ પર કન્ટ્રોલ કરવાનું નક્કી કર્યું છે.