આઉટસોર્સીંગ કર્મચારીઓના ખાતામાં પગારના નિર્ણયને ગુજરાત જનતા જાગૃતિ મંચે આવકાર્યો

Wjatsapp
Telegram

પ્રેસનોટ    23/07/20

*આઉટસોર્સીંગ કર્મચારીઓના ખાતામાં પગાર કરવાના નિર્ણયને ગુજરાત જનતા જાગૃતિ મંચે આવકાર્યો*
*આ નિર્ણયથી કર્મચારીઓને આર્થિક લાભ થવાની સંભાવના: રજનીકાંત ભારતીય*

રજનીકાંત ભારતીય
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલે બુધવારે પ્રેસ કોન્ફરન્સમાં આઉટસોર્સિંગ કર્મચારીઓનુ શોષણ અટકાવવા મહત્ત્વનો નિર્ણય લેતા જણાવ્યું હતુ કે કર્મચારીઓનો પગાર એસ્ક્રો એકાઉન્ટ મારફતે સીધો ખાતામાં જમા કરાવવામાં આવશે તેમજ ઈપીએફ ઈએસઆઈ પણ સરકાર જ કર્મચારીઓના ખાતામાં જમા કરાવશે એજન્સીઓને મહેનતાણા પેટે માત્ર સર્વિસ ચાર્જ જ ચુકવવામાં આવશે આ નિર્ણયનો અમલ થવાથી ગુજરાતના સાત લાખ બાણુ હજાર જેટલા આઉટસોર્સિંગ કર્મચારીઓને આર્થિક લાભ થતો હોઈ તેમજ એજન્સીઓ દ્વારા પીએફ ઈએસઆઈ માં આચરવામાં આવતી ગેરરીતી ઉપર અંકુશ આવે એમ હોઈ આઉટસોર્સિંગ કર્મચારીઓ માટે લાંબા સમય થી લડત આપતાં ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા આ નિર્ણય ને આવકારવામા આવ્યો હતો સાથે સામાન્ય વહીવટ વિભાગ આ બાબતે ઠરાવ ઝડપથી બહાર પાડી આ નિર્ણયને ઝડપથી અમલમાં મુકશે એવી આશા  ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીયએ વ્યકત કરી હતી. ગુજરાત જનતા જાગૃતિ મંચ ની લડત આઉટસોર્સિંગ નિતિ કાયમ માટે નાબુદ કરાવવા, અત્યાર સુધી એજન્સીઓએ કર્મચારીઓના પગારમાં ગેરરીતિ આચરી કટકી કરેલ રકમની રિકવરી કરાવવા, વર્ગ 4 ની કાયમી ભરતી વર્ષોથી બંધ કરવામાં આવી છે તે પુનઃ શરુ કરાવવા માટે હોઈ લડત ચાલુ જ રાખવાની વાત રજનીકાંત ભારતીય એ કરી હતી અત્યારે સમગ્ર રાજયમા કોરોના એ કેર વર્તાવ્યો છે ત્યારે કોરોનાને ગુજરાતમાથી જડમુળથી નાબુદ કરવા દર્દીઓને અને લોકોને  યોગ્ય સારવાર અને માર્ગદર્શન આપવાની સાથે નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવવાની સાથે જનતાને તકલીફ પડે એવા કાર્યક્રમોથી દુર રહેવા ગુજરાત જનતા જાગૃતિ મંચે કર્મચારીઓને અપિલ કરી હતી.

✍️રજનીકાંત ભારતીય (9725542874, પ્રમુખ ગુજરાત જનતા જાગૃતિ મંચ)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.