કોરોના | ગુજરાતના એસ.ટી.ના કર્મચારીઓ અત્યારે કોરોના વોરિયર બનીને પોતાની ફરજ બજાવી રહ્યા છે. જાણો કેવી રીતે…

Wjatsapp
Telegram

ગુજરાતની પરિવહન સેવા એટલે ગુજરાત એસ.ટી.

સમગ્ર વિશ્વમાં વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે, દેશ મહાબીમારીના સંકટમાં છે. દેશના તમામ કર્મચારીઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે. ગુજરાતમાં પણ સફાઈ કામદારો, ગુજરાત પોલીસ અને આરોગ્યની ટીમ વગેરે કોરોના વોરિયર બનીને પોતાની ફરજ બજાવી રહ્યા છે.

ગુજરાતમાં સુરતમાં ફસાયેલા હીરાના ઉદ્યોગો સાથે સંકળાયેલા શ્રમિકોને ગુજરાત એસટી બસ દ્વારા પોતાના વતનમાં સલામત અને સુરક્ષિત પહોંચાડવામાં આવ્યા. ઘણા શ્રમિકોએ બસના ડ્રાયવર મિત્રોનો આભાર માન્યો હતો, આ એ જ બસ છે જે લોકો પોતાના રાજકીય સ્વાર્થ ખાતે અને આંદોલનમાં સળગાવતા હોય છે અને બસોને નુકસાન પહોંચાડતા હોય છે, સરકારની મિલકતને નુકસાન પહોંચાડતા હોય છે, જ્યારે જ્યારે મુસીબત આવે છે ત્યારે ગુજરાત એસ.ટી આપણી સેવામાં હાજર હોય છે. ખાનગી ટ્રાવેલ્સ દ્વારા નાગરિકોને બમણું ભાડું લઈને લૂંટ ચલાવતા હોય છે ત્યારે, ગુજરાત એસ.ટી પોતાની નિયત કરેલ ટિકિટના સસ્તા ભાડા સાથે જનતાને પોતાના વતનમાં પહોંચાડવામાં મહત્વનો ભૂમિકા ભજવી હોય છે. આ એ જ બસ છે જે લોકોએ સળગાવી હતી, તે તમારી સેવામાં મુસીબતના સમયે તમારા પડખે ઉભી રહે છે.

ગુજરાતના એસ.ટી.ના કર્મચારીઓ અત્યારે કોરોના વોરિયર બનીને નાગરિકની સેવામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, અને પોતાના પ્રાણોની પણ ચિંતા કર્યા વગર આ ગુજરાતમાં આવી પડેલી કોરોના વાયરસની મહામારીમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તેથી ગુજરાત એસ.ટી. નિગમના તમામ કર્મચારીઓ અને સૌથી મહત્વના ડ્રાઈવર મિત્રોને સલામ.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

અંતમાં, ગુજરાતના નાગરિકોને અપીલ છે કે ગુજરાત એસ.ટી. નિગમના કર્મચારીઓ અને ખાસ એસ.ટી ડ્રાયવર મિત્રોને સન્માન આપીએ..

એક સલામ.. ગુજરાત એસ.ટી ને નામ…

લેખક – હિમાંશુ મેસરીયા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *