જ્ઞાતિ તોડો મનુષ્યને મનુષ્યથી જોડો

Babasaheb ambedkar diksha bhumi nagpur
Wjatsapp
Telegram

ભૂતકાળ આજે પણ મારા
તન મન મા ડોક્યુ કરી 
એક સવાલ ઉભો કરે છે
કેમ આજે પણ તું ત્યાંનો ત્યાં છું
છોડ બહાર આવ આ જ્ઞાતિઓના ઘુંચડામાંથી
ક્રાંતિની શરૂઆત જ તથાગતે કરી
એક અછૂતને અપનાવી
ને બાબાસાહેબ લાખોની મેદની સાથે 
ધર્મ પરિવર્તન કરી
તારી પાસે એજ મોકળો માર્ગ છે
છત્તા પણ રાહ કોની
શેને શોધે મોકા
આજે પણ ભૂતકાળ વર્તમાન બની
એજ પ્રશ્ન લઈને ઉભો છે
આજે પણ
અત્યાચાર, અધર્માંચાર ને દુરાચારનો ભોગ 
તું બને છે 
ને આજે પણ તું બેબસ છું લાચાર છું 
નિસહાય એક અછૂત છું
આજે પણ તું ભૂતકાળનીજ ભૂલ દોહરાવે છે
ભૂતકાળને ભૂસવાનો બસ એકજ માર્ગ
જ્ઞાતિઓના વાળા તોડી
બાબા સાહેબે આપેલું “નવજીવન”
“જ્ઞાતિ તોડો માણસ ને માણસ થી જોડો”

વિજય વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Singara sunil says:

    યહ સંસાર સોઈ હુવી લોગો કી ભીડ હૈ. ઔર સોઈ હુવે લોગ જાગે હુવે કો બરદાસ્ત નહીં કર સકતે

Leave a Reply

Your email address will not be published.