હે અંગ્રેજો! ફરી ક્યારે આવો છો?

Wjatsapp
Telegram

14મી ઓગસ્ટ 1947
ગુલામીની કાળી રાતનો અંત
15મીની ઉઘડતી સવારે
મારો દેશ સ્વતંત્ર થયો.
ગોરાઓની ગુલામીમાંથી.
પણ હું
આજેય રાહ જોઉં છું
દેશ સાથે મારી સ્વતંત્રતાની
કાળાઓની ગુલામીમાંથી.
આઝાદી એટલે
ટ્રાન્સફર ઓફ પાવર એવું
અંગ્રેજો કહેતા હતા.
અને એવું જ થયું.
પણ
મારે તો જોઈતી હતી
અસમાનતામાંથી આઝાદી
અત્યાચારમાંથી આઝાદી
અન્યાયમાંથી આઝાદી
આભડછેટમાંથી આઝાદી
ભેદભાવમાંથી આઝાદી
શોષણમાંથી આઝાદી
શાસ્ત્રોમાંથી આઝાદી
અને
વર્ણાશ્રમમાંથી આઝાદી.
કોઈ પૂછે
કે કેવા છો?
તો બેધડક કહી શકુ
ભારતીય છું.
પંચોતેરમા વરસે
એવી આઝાદી કયાં?
કાળાઓની ગુલામીમાંથી
મારા દેશને ક્યારે મળશે આઝાદી?
હે અંગ્રેજો
ફરી ક્યારે આવો છો?
તમારી કહેવાતી ગુલામીમાં
અમે સ્વતંત્ર હતા.

નિલેશ કાથડ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. M.r.pradiya says:

  અંગ્રેજો સામે લડવા માટે મતદાનની લોકશાહી વ્યવસ્થા ન હતી એટલે લોકોને જગાડવા , એક કરવા માટે આંદોલન કરવા પડતાં હતાં પરંતુ અત્યારે તો પ્રજા પાસે મતદાનનો અધિકાર છે. પ્રજાની માગણી તેમજ લાગણીને નહીં સ્વીકારનાર રાજકીય પક્ષોની વિરુદ્ધ મતદાન કરીને પણ આંદોલન કરી શકાય

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 2. હર્ષદ ચૌહાણ says:

  Great. સાહેબ એક પણ મેલ મોકલ્યા વગર રહી ન જાય.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.