Happy valentines Day પ્રેમની કબુલાત

Valentine Day 01
Wjatsapp
Telegram

પ્રિયે,,
“હું તારા પ્રેમમાં છું!!!”

કદાચ આ શબ્દો વાંચીને ખૂબ અચંબો પામીશ. હું પણ આજે આ લખતી વખતે ખૂબ વ્યગ્ર અને અસમંજસમાં હતો. છેલ્લા ૧ વર્ષથી મારા હૃદયમાં જે પ્રેમની લાગણીઓનું પૂર આવ્યું છે, તે મને ખબર નહીં પણ કેમ તને જ પલાળવા માટે પ્રેરે છે. પ્રેમ શુ છે… ખરેખર તો મને નથી ખબર, મારી વાત છોડ… મોટા મોટા કવિઓ પણ આ શબ્દને લઇ ને ખૂબ જ અસમંજસમાં છે. માનવી તારાની ગતિ માપી શકે છે, પણ એ નથી જાણતો કે પ્રેમ કેમ કરાય!!!! આમાંનો હું પણ એક માનવી જ છું… જેને ખબર નથી કે પ્રેમ શુ છે, છતાં કોઈ એક ચહેરાની ગેરહાજરીથી મન વિચલિત થઈ જાય છે. બની શકે આ પ્રેમ ન પણ હોય… અને હું અહી પ્રેમની વ્યાખ્યા પણ નહીં કરી શકું.. કેમ કે હું માનું છે કે પ્રેમ એ અનુભવવાની વસ્તુ છે.. નહીં કે સમજવાની.

સાચું કહું, તો છેલ્લા ૧ વર્ષથી તને નિહાળું છું… તારા હર ક્ષણને, હું બારીકાઇથી જોવું છું.. કદાચ તને યાદ નહીં હોય પણ મને એ બરાબર યાદ છે.. જ્યારે આપણી કોલેજમાં એન્યુઅલ ડે હતો, ત્યારે તું કાળા કલરનો ડ્રેસ પહેરીને આવી હતી…. સાચું કહું તો મને આમ તો કાળો કલર મને જરાય નથી ગમતો પણ જ્યારે તને હું જોઈ ત્યારે એવો એહસાસ થયો કે જાણે અમાસની રાતે ભૂલથી પૂનમ રૂપી ચાંદ ઊગી ગયો હોય!!! હા, હું એ પણ માનું છું કે આકાશમાં પૂનમે ચાંદ ઉગે ત્યારે ચાંદની ફક્ત મારા ઘરે જ હોય એવું ન બને. પણ જો તારી ચાંદની કોઈ બીજાની છતને તરબતર કરતી હોય, તો મને ઈર્ષા થાય એ પણ સ્વાભાવિક છે. તું જ્યારે કોઈ બીજા સાથે વાતો કરે છે… અથવા તો કોઈ બીજા સાથે.. મજાક પણ કરતી હોય ત્યારે આ હૃદય સાક્ષાત યુદ્ધમાં કટારો જીલતું હોય ને! એવું લાગે છે. હા હું સ્વીકારું છું કે હું સ્વાર્થી અને ઈર્ષાળુ છું… પણ ઈર્ષા વાસ્તવમાં એના સ્વજન પાસે વધારે પ્રેમ કે વિશ્વાસની અપેક્ષા હોય, એમાં ભાગલા પડતા હોય અને કંઈક ગુમાવવાની ખેંચ અનુભવે ત્યારે પેદા થાય છે.. અને હું તને મારી કલ્પનાઓમાં પણ ગુમાવવવા નથી માંગતો.

Valentine Day 02પ્રેમમાં હું તને કોઈ ૧૦-૨૦ રૂપિયાનું ગુલાબ નથી આપવા માંગતો… કેમ કે હું પ્રેમને હંમેશા અમૂલ્ય ગણ્યો છે. મને એ પણ હંમેશા વિચાર આવે છે કે જે લોકો પ્રેમમાં પ્રતીક તરીકે ચાંદ-તારા તોડી લાવવાની વાતો કરતા હતા, તે આજે કેમ ફક્ત એક ૧૦ રૂપિયાનું ફૂલ આપીને પ્રેમને કેમ તોલતા હશે? હું તને આજે પણ ચાંદની સાચી તસવીરો જોયા બાદ પણ ચાંદ જ કહીશ. હું તારી પાસે એવો કોઈ વાયદો નથી માંગવા માંગતો, કે તું ફક્ત મને અને મને જ પ્રેમ કરજે (આ વાક્ય બોલતા દુઃખ થાય છે). પણ હું આજે તને, મારા પ્રેમનો ઇઝહાર કરતી વખતે, એ જ પ્રોમિસ માંગીશ કે ભવિષ્યમાં પણ તને ક્યારેય મારા પ્રત્યેનો મોહ ઓછો થાય અથવા તો તારી લાગણીઓમાં વળાંક આવે, તો સૌથી પહેલા તું મને જણાવજો… હું જાણું છું કે દરેક સ્ત્રીના જીવનના હર ક્ષણમાં એનો મનગમતો પુરુષ એની સાથે જીવતો હોય છે. હું તારી એ ક્ષણોમાં વસવા માંગુ છું. જ્યાં કદાચ બીજા વિકલ્પ માટેની કોઈ જ શક્યતા નથી. તને કદાચ ખબર નહીં હોય પણ જયારે આપણે બધા ટૂર પર ગયા હતા. ત્યારે તું પીળા કલરનો ડ્રેસ પહેર્યું હતો. ત્યારે મને એવું લાગતું હતું કે જાણે પાનખરમાં નગ્ન વૃક્ષો વચ્ચે જાણે કોઈ વસંત રૂપી પુષ્પ ખીલ્યું હોય.

છોડ આ તો બધી થઈ કલ્પનાની વાતો. સાચું કહું તો હું કયારેય નથી વિચાર્યું કે એક અજાણ્યા ચેહરા માટે હું આટલો બધો વ્યગ્ર થઈશ, કોઈ એક ચેહરો ન જોવા મળે તો તેટલી ક્ષણો ફક્ત વ્યર્થ લાગશ. પણ જયારે તને જોવું છે ને તો આ બધી ધારણાઓ નષ્ટ પામે છે. જીવનના સ્થાપિત મૂલ્યો પણ ડગમગવા લાગે છે. જ્યારે જયારે તને જોવું છું ને ત્યારે એવો વિચાર આવે છે કે તારા શ્વાસમાં મારો શ્વાસ ભરી દવ, તારા વાળમાં પિન બનીને ખોસાય જવ, તારા કાનમાં બુટ્ટી બનીને પહેરાઈ જવ, તારા પગની પાયલ બની જવ. કદાચ તને આ વાતો પાગલ જેવી લાગતી હશે. પણ હું માનું છું કે પ્રેમતો ફક્ત પાગલ જ કરી શકે છે. સમજદાર લોકો તો પ્રેમની વાતો જ કરે. અને હું તો તારા દરેક શ્વાસમાં જીવવા માંગુ છે, દરેક સ્વરમાં ઉદ્દગરવા માંગુ છું, તારી રોમે-રોમમાં પ્રસરવા માંગુ છે, તારા પ્રેમમાં તો હું ઈશ્વર જોવા માંગુ છું.

છોડ મારી કલ્પના તો અનંત છે… મારા પ્રેમની જેમ.. એનો કોઈ અંત નથી.. છતાં પણ જે ક્ષણેથી સમયની શરૂઆત થઈ હશે, તેની આગલી ક્ષણથી માંડીને સમયના અંતની પછીની ક્ષણ સુધી ફક્ત તને જોવા માંગુ છું.. બસ… જોયા જ કરું..

અંતમાં, ફક્ત બસ એટલું જ કહીશ કે હું તારા પ્રેમમાં ફક્ત પડવા નથી માંગતો.. હું તારા પ્રેમમાં ઉભો રહેવા માંગુ છું, તારી સાથે શ્વસવા માંગુ છું, તારી સાથે વૃદ્ધ થવા માંગુ છું, તારી સાથે ડાયાબિટીશની ગોળીઓ ખાવા માંગુ છું, તારી સાથે વહુનું ઉપરાણું લઈને ઝઘડવા માંગુ છું. હું એના માટે પણ બિલકુલ તૈયાર છું કે કદાચ તું ના પાડે, પણ તું નિશ્ચિન્ત રહેજે. હું એવું કંઈ પણ નહીં કરું, જેથી મારો પ્રેમ લાજે. અને હું તને એક પ્રોમિસ તો કરીશ જ કે જો તું હા કહીશ ને તો તે ક્ષણથી તારી આવતી દરેક ક્ષણ, ફક્ત ને ફક્ત મારા પ્રેમથી ભરેલી હશે. અને મારી પણ દરેક ક્ષણમાં, તને ફક્ત તારો જ વાસ જોવા મળશે….

લી. વાસુ

Amin Umesh 01 અમીન ઉમેશ
૯૭૧૪૪૪૯૫૪૪

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.