અમરેલીમાં શરૂઆત પ્રકાશન દ્વારા “હિન્દૂ નારી- પતન અને ઉત્થાન ” પુસ્તક વિમોચન કરવામાં આવ્યું.

Hindu nari

૩ ફેબ્રુઆરી ૨૦૧૯ રોજ અમરેલી બુધ્ધહ્નવિહાર માં શરૂઆત પ્રકાશન દ્વારા મારુ પુસ્તક
“હિન્દૂ નારી- પતન અને ઉત્થાન ”
નું વિમોચન કરવામાં આવ્યું.
અમરેલી એટલે આંબેડકરી વિચારધારા ની જાગતી જ્યોત.
નગરપાલિકા ના પ્રમુખ શ્રી જયંતીભાઈ રાંણવા ખુબજ સરળ અને નિખાલસ માણસ, કોઈ ના દ્વારા ઓળખાણ આપીને આપણ ને જણાવવામાં ના આવે કે તેઓ અમરેલી નગરપાલિકા ના પ્રમુખ છે.તો તેઓ તમને ખબર પણ ના પડવાદે કે તમે જેમની પાસે બેસ્યા છો,એ આ નગરપાલિકા ના પ્રથમ વ્યક્તિ છે. પ્રમુખ સાહેબ નો ખુબજ સાથ સહકાર મળ્યો.એમની સાથે એક પંગત માં બેસીને જમવાનો અવસર મળ્યો.એમના તરફ થી મારું આ પુષ્તક ઉપસ્થિત રહેલ છત્રાલય ના બધાજ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ ને ભેટ આપવામાં આવ્યું.અને બહાર ગામ થી આવેલ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે પુસ્તક વિમોચન પછી જમવાનું આયોજન પણ કર્યું.ઉમદા અને સેવાભાવી સરળ માણસ હોવાના અનેગ ગુણ ના દર્શન એમના માં થયા.
પારૂલબેન મહિડા અમરેલી નગરપાલિકા ના સિંઘમ, એક પ્રિન્સિપાલ સાહેબે તો પારૂલબેન માટે અમરેલી નું વાવાજોડું આવું ઉદબોધન કર્યું.છોકરીઓ ને હિંમત આપતા જોઈને એમના માટે માન ઉપજી આવે, તેઓ અવારનવાર કહેતા કે તમારે કઈ પણ તકલીફ હોય તમારી પાસે મારો નંબર છે હું તમારા સુધી પોહચી જઈશ તમારે પોલીસ સ્ટેશન સુધી પણ આવવું નહીં પડે. એમનું એક વાક્ય મને હજુ યાદ છે કે મારી નોકરી ૨૪ કલાક ની છે. કોઈ પણ સમયે મને યાદ કરજો હું હાજર હોઈશ,મહિલાઓ માટે સતત ચિંતિત અને કાર્યરત પારૂલબેન ને ધન્યવાદ.
શરૂઆત પબ્લિકેશન નું મારું પુષ્તક “હિન્દૂ નારી પતન અને ઉત્થાન” ના વિમોચન માટે અમે પારૂલબેન ઉપર જવાબદારી નાખી,જોકે નાખી કેહેવાની જગ્યાએ પારુલબેને જાતેજ આ જવાબદારી સ્વીકારી કહીશ તો વધુ ઉચિત કહેવાશે. તેઓ પોતે મજબૂત મહિલા છેજ, એમણે પુસ્તક વિમોચન માટે ડો.દીપાબેન જયપાલ ને રાજી કર્યા. અને અનેક નામી અને સેવા માં કાર્યરત મહાનુભાવો ને આમંત્રી ને અમારી અપેક્ષા કરતા અનેક ઘણો ઉજાસ કાર્યક્રમ માં પાથરી દીધો. જિલ્લા પ્રમુખ રાવજીભાઈ વાઘેલા , ડો.ડાભી સાહેબ,ડો.વાઢેળ સાહેબ, નિવૃતમામલતદાર કે.એલ..આરુ સાહેબ.નિવૃત આર.એફ.ઓ. કે.એચ.દાફડા સાહેબ.નીતું હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રાવિભાઈ સાહેબ, અભય મહિલા હેલ્પ લાઈન ના કાઉન્સિલર રોબિનબેન બ્લોચ અને હીનાબેન પરમાર. આપ સર્વે મહાનુભાવ કિંમતી સમય આપી હાજરી આપવા માટે ખુબ ખુબ આભાર.
આયોજક પારૂલબેન સાથે જોડાયેલ મજબૂત ટિમ એટલે એકતા,ધગસ અને શક્તિ નો ભારો લાગ્યો.
નવચેતનભાઈ,સંજયભાઈ,જીતેન્દ્ર પ્રિયદર્શની,ભરતભાઈ,રમેશભાઈ,ભાવેશભાઈ,વિકીચાવડા,સમ્યક સંઘવી, દિલીપભાઈ,ઉમેશભાઈ,જીગ્નેશભાઈ,અને હરજીભાઇ,બધાજ ભાઈ ઓ ની એકતા અને કામ પ્રયતેની સમર્પણ ભાવના ખુબ ગમી.સર્વે નો ખુબ ખુબ આભાર, આપનો કિંમતી સમય પુષ્તક વિમોચન ને આપી ને આટલી મોટી સંખ્યા માં મહિલાઓ અને જાગૃતિ તરફ પ્રયાણ કરવા તૈયાર થઇ રહેલ કિશોર,કિશોરીઓ અને પુરુષો ને એકત્રિત કરવા માટે ખુબ ખુબ આભાર.
કૌશિકભાઈ એક જલ્દી કળી ના શકાય એવું અનોખું વ્યક્તિત્વ.એમનું લોકો ને વાંચન તરફ વાળવાનું અભિયાન ખુબ સફળ થઇ રહ્યું છે, એમની મહેનત અને વિચારો ને કાયમ બિરદાવું છું.વાંચન એટલે લોકો ને જાતે વિચારતા કરવાનું હથિયાર.જે કૌશિકભાઈ એક પછી એક સરળ ભાષામાં નાના પુસ્તક ના રૂપ મા સમાજ સામે મૂકી રહ્યા છે.આ શરૂઆતી ચિનગારી આગળ જતા મશાલ નું કામ કરશે.
નીચે લિંક છે પુષ્તક ઓનલાઈન મંગાવવા માટે.
મહિલાઓ એ અચૂક વાંચવા જેવું પુસ્તક, મહિલા દિન નિમિતે વાંચીએ અને મહિલાઓ ને વંચાવીએ.
પુસ્તક મેળવવા માટેની લિંક.
http://sharuaat.com/book…/product/hindu-women-rise-and-fall/

– જીતેન્દ્ર વાઘેલા

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply