ગુજરાતના મુખ્ય છાપાઓનો ભેદભાવ

Wjatsapp
Telegram

તમે રોજ છાપું જુઓ છો, પણ શું છાપું વાંચતા આવડે છે? આજે શીખીએ.

પત્રકાર જગતમાં કોઈ નિષ્પક્ષ હોતું નથી. હા, ખાલી કહેવા પૂરતું નિષ્પક્ષ હોય છે. દરેક છાપું કોઈએક રાજકીય વિચારધારાને સપોર્ટ કરતું હોય છે અને તેનો પ્રચાર પ્રસાર કરવા અથવા જે તે પાર્ટીના કાંડ છુપાવવા પ્રયત્ન કરે છે. સામે પક્ષે વિરોધી પાર્ટીનો વિરોધ પુરા તન મન ધનની કરે છે. ફક્ત રાજકીય જ નહીં પણ સામાજિક રીતે પણ આ છાપાઓ ભેદભાવ કરે છે.

ગુજરાતના મુખ્ય ત્રણ છાપાની હેડલાઈન્સ જુઓ. પહેલું પાનું જુઓ.

ગુજરાત સમાચારે ભૂતપૂર્વ વડાપ્રધાનની અર્થવ્યવસ્થા પર ચિંતાને પ્રમુખતાથી છાપી છે. આ શબ્દો જુઓ.

સંદેશે પણ આ સમાચાર પહેલા પાના પણ છાપયા છે. પણ તેના શબ્દો ગુજરાત સમાચાર કરતા ઘણા બુઠ્ઠા છે.

અને દિવ્યભાસ્કરે આ ન્યુઝ ત્રીજા પાને નાના બોક્ષમાં છાપયા છે. તેની પણ હેડ લાઈન્સ વાંચજો.

ગુજરાત સમાચાર એ કોંગ્રેસ તરફી ન્યૂઝપેપર છે અને સંદેશ, દિવ્યભાસ્કર એ ભાજપ તરફી ન્યૂઝપેપર છે. એક સોફ્ટ હિન્દુત્વ અને બીજા બે હાર્ડ હિન્દુત્વ.

હજુ વધુ ક્લિયર ફરક જોવો હોય તો કોંગ્રેસની રેલી, સંમેલન હોય ત્યારે હેડ લાઈન્સ વાંચજો. ત્રનેવ છાપાઓ અલગ અલગ ભીડની સંખ્યા બતાવે છે. પણ તેમાંય એક સામ્યતા છે.

ગુજરાત સમાચાર સૌથી વધુ ભીડ(સંખ્યા) બતાવશે.
પછી સંદેશ ઓછી,
અને દિવ્ય ભાસ્કર સૌથી ઓછી સંખ્યા બતાવશે.

હવે,
જો ભાજપની રેલી, સંમેલન હશે તો આ સંખ્યા ઉલ્ટા ક્રમમાં ઓછી બતાવવામાં આવે છે.
દિવ્ય ભાસ્કર સૌથી વધુ,
ઓછી સંદેશ
અને સૌથી ઓછી ગુજરાત સમાચાર.

તો શું આ ત્રણેય સમાચારપાત્રોના સમાચારોમાં ક્યાંય સામ્યતા જોવા નથી મળતી?
મળે છે. આ ત્રણેય સમાચારપત્રો દલિત વિરોધી, આદિવાસી વિરોધી, ઓબીસી વિરોધી અને માઈનોરિટી વિરોધી છે એટલે બહુજન પ્રજાના સમાચાર બાબતે ત્રણેયનું વલણ એકસરખું છે.

દા.ત.

 • કેવડિયા કોલોનીમાં આદિવાસીઓનું જમીન બચાવો આંદોલન ત્રણેય છપાઓએ નિરસ્તાપૂર્ણ વલણ દાખવ્યું.
 • 14 એપ્રિલ ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મયજયંતી કોઈએ સમાચાર ના છાપયા.
 • સંત રોહિદાસ આંદોલન બાબતે પણ એવું જ રહ્યું.
 • “લવ જેહાદ” ના નામે, “આરક્ષણ” ના નામે લોકોની ભાવનાઓ સાથે રમવાનું ત્રનેય ખૂબ સરસ રીતે કામ કરે છે.
 • ઓબીસીમાં સૌથી વધુ બેરોજગારી, સૌથી ઓછું આરક્ષણ લાગુ છે, જે મુદ્દાઓ ક્યારેય આ છાપાઓ છાપતા નથી.
 • ગુજરાતમાં SC ની વસ્તી 7%, ST(આદિવાસી) ની વસ્તી 15%, OBC ની વસ્તી લગભગ 60% અને મુસ્લિમની વસ્તી 9.5% છે તેમ છતાં દિવ્યભાસ્કર બહુજન સમાજની સદંતર અવગણના કરે છે અને 0.95% જૈન વસ્તીના ન્યુઝ પ્રમુખતાથી છાપે છે. શુ કારણ હોઈ શકે?

આટલું બધું લખ્યું તોય તમને જો સમજ ના પડી હોય તો છેલ્લા એક મહિનાના છાપા આજે વાંચી જાવ.
૧) તંત્રી લેખ વાંચો. જે કોઈપણ છાપાની પોલિસી હોય છે. તમે જોશો કે સંદેશ તો ભાજપનું મુખપત્ર હોય તેવા જ તંત્રીલેખ લખે છે. અન્યની હાલત પણ જોજો.

૨) ભાજપ અને કોંગ્રેસ વિરોધી અને સમર્થનમાં લખાયેલ ન્યૂઝની હેડલાઈન્સ જોઈ જાવ.

૩) કવર આર્ટિકલ વાંચી જાવ. તેની હેડલાઈન્સ અને અંદરના લખાણો વાંચી જાવ. શુ તેમાં તમારો, પ્રજાનો અવાજ છે કે પછી સરકારની ચાપ્લુસી છે?

તમે આટલું ક્રોસચેક કરશો તો સમજાશે, ઉપર જણાવ્યા મુજબ ભેદભાવ સ્પષ્ટરીતે કરવામાં આવે છે. અને ત્રણેય છાપાઓ નિષ્પક્ષ નહિ પણ સોફ્ટહિન્દુત્વ અને હાર્ડ હિન્દુત્વની લાઈન પર ચાલે છે.

જેમાં દલિત, આદિવાસી, ઓબીસી અને માઈનોરિટીનું કોઈ સ્થાન નથી.

કૌશિક શરૂઆત

નોંધ : જો તમને આ છાપાઓની વાસ્તવિકતા સમજાય તો આજથી છાપા મંગાવવાનું બંધ કરો. તમારા રૂપિયે તમારા દુષમનને, લોકતંત્રના દુષમનને પોષવાનું બંધ કરો. 🙏

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

13 Responses

 1. Vinubhai says:

  Agreed

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 2. Jignesh Vasava says:

  I agree with your analysis

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 3. Rakesh says:

  Absolutely true analysed.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 4. Anup Sharma says:

  Great Annalise

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 5. Arun k p says:

  તમારી ફરિયાદ બિલકુલ સાચી છે. આપણું બહુંજનો નું એક અખબાર ગુજરાતમાં ઉભું કરવું જ રહ્યું.

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

 6. શંકર મહેશ્વરી says:

  100 % રાઇટ સાહેબે

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.