ધર્મ | બુદ્ધ વિષ્ણુનો નવમો અવતાર હોત તો શું આ હાલત હોત? વાંચો ચામુંડા સ્મશાન ગૃહનો ઈતિહાસ

Wjatsapp
Telegram

સ્મશાનમાં બુદ્ધ….
ડો બાબાસાહેબ આંબેડકરના અનન્ય અનુયાયીઓ 1951થી બુદ્ધ પૂર્ણિમા ઉજવતા થયા હતા.આંબેડકરનું આવાહન પણ હતું.ગુજરાતમાં અને અમદાવાદમાં ઠેર ઠરે ઉજવણી થઈ હતી.
ડો બાબાસાહેબની વિચારધારાનો રિપબ્લિકન પક્ષ 1965માં ગુજરાતની અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોપોરેશનમાં તારીખ ૪/૪/૧૯૬૫ના રોજ પાંચ કોર્પોરેટ ચૂંટીને મોકલે છે.
(1) સોમચંદ મકવાણા અસારવા વોર્ડ
(2) ચીમનભાઈ જાદવ રાયખડ વોર્ડ
(3) મનુભાઈ પરમાર રખિયાલ વોર્ડ
(4) રમણલાલ પરમાર સરસપુર વોર્ડ
(5) મોહનલાલ આંબેડકરવાદી શાહીબાગ વોર્ડ

આ મહાનુભાવોએ દલિત વિસ્તારોમાં ઐતિહાસિક કાર્યો કર્યા.તમને જાણીને નવાઈ લાગે કે સ્મશાનમાં વૈરાગી સાધુ સંતોની પ્રતિમા હોય કા સ્મશાનમાં ભસ્મધારી શંકર હોય..પરંતુ અમારા આ વડીલોએ સ્મશાનમાં બુદ્ધની પ્રતિમા સ્થાપિત કરી હતી.અમદાવાદ શહેરના ચામુંડા સ્મશાન ગૃહના દરવાજાથી અંદર જતાજ તમને બુદ્ધની પ્રતિમાના દર્શન થતા.

ક્રમશ આવા લડાકુ મહાનુભાવો ચૂંટાતા બંધ થઈ ગયા.એક માત્ર પિતાતુલ વડીલ સોમચંદ મકવાણા જ ચાર ટર્મ કોર્પોરેટર તરીકે ચૂંટાયા અને યશસ્વી કામગીરી કરી.પછી સમાજમાં સારા ઉમેદવારો કે પ્રતિનિધિઓની ખોટ વર્તાઈ.

ચામુંડા સ્મશાન ગૃહમાં બુદ્ધની જર્જરિત મૂર્તિ
Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આજે એ જ સ્મશાનને 3 કરોડ જેવી માતબર રકમથી અદ્યતન કરવામાં આવ્યું છે.પરંતુ અદ્યતન કરવાની કામગીરી સાથે સાથે તે શાસકોએ મૂળ મુખ્ય દરવાજો જ બંધ કરી દીધો છે.અને નવો દરવાજો બનાવીને બુદ્ધને કોરાણે કર્યા છે.નવા દરવાજે વૈરાગી શિવ આરૂઢ થઈ ગયા છે.બુદ્ધને વિષ્ણુંનો અવતાર કહી વારે વારે હિન્દુત્વનો ભગવો લહેરાવા વાળાઓના રાજ્યમાં બુદ્ધની પ્રતિમા ટૂટી રહી છે.અફઘાનિસ્તાનના તાલિબાનીઓ એ તો એકે જાટકે બુદ્ધપ્રતિમા તોડી હતી પરંતુ અહીં ધીરે ધીરે સમરસતાના ગુણલા ગાતા ગાતા બુદ્ધને હટાવી રહ્યા છે.ઇતિહાસના આ વેધક ચિંતન સાથે ન્યાયિક સમીક્ષકની ન્યાયિક સમીક્ષા…

ડો કલ્પેશ વોરા
9879924644

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.