તમારા રૂપિયા બેંકોમાં કેટલા સુરક્ષિત છે?

Wjatsapp
Telegram

ગુજરાત મોડેલ ને માધુપુરા મર્કેન્ટાઇલ કો.બેંકનું ઉઠમણું….

૨૦૦૧માં ૧૨૦૦ કરોડનો ગોટાળો.. આજના સમયના ૧૨ હજાર કરોડ થાય….

૨૦૦૧માં માધુપુરા બેંક ઉઠી..
૨૦૦૧થી ૨૦૧૨ સુધીમાં ગુજરાતની ૧૦૦થી વધુ કો.ઓ.બેંકોનું ઉઠમણું થયું લોકોના અબજો ડૂબી ગયા…
પછી આરબીઆઇએ ૨૦૧૨માં માધુપુરા બેંકનું લાયસન્સ રદ કર્યું…

એક માધુપુરા બેંકના ગોટાળાનો શિકાર ૫૦,૦૦૦ લોકો બન્યા હતા.. જ્યારે એ પછી ટપોટપ ૧૦૦થી વધુ કો.ઓ. બેંક ઉઠી (એકલા ગુજરાતમાં)… અબજો સલવાયા…

મોટા ભાગના ખાતાધારકો રાતાં પાણીએ રોયા…

આજે પણ ૨૦ વરસ થવા આવ્યા… કોઈ ફેર પડ્યો નથી…

પીએમસી બેંકનું કૌભાંડ સામે આવ્યું…

હજુ ઘણા ગોટાળા સામે આવી શકે છે..?
જે મોડલનું અનુસરણ થાય છે.. એમા રૂપિયા પરત આવવાની શક્યતા ઓછી અને ખુબજ ધૂંધણી છે..

મૂડીનું મૂલ્ય ઘટે પછી નકામી..
ઉદાહરણ ૨૦૦૧માં માધુપુરા કો.ઓ.બેંકમાં જેના બે લાખ ફસાયા.. એ વખતે બે લાખમાં ટુ બીએચકેનો ફ્લેટ આવતો..
જો ૨૦૨૦મા વ્યાજ સાથે ચાર લાખ પરત મળે તો એ રૂપિયામાં ૧ બીએચકેનો ફ્લેટ ન આવે… આ મૂડી અને સમયનું ધોવાણ છે…

કોઈપણ બેંક હોય માપસરના રૂપિયા રાખો…
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ મુજબ બેંક ડૂબે તો એક લાખ રૂપિયાની રકમનો વીમો હોય છે..
ઉદાહરણ સમજો તમારા બેંકમાં ૧૦ લાખ પડ્યા છે ને બેંક ડૂબી તો એક લાખની ગેરન્ટી રિઝર્વ બેન્ક લેશે… એક લાખ મળી જશે… બાકીના નવ લાખ મળતા નવ દિવસ, નવ મહિના, નવ વર્ષ કે નવ ભવ પણ થઈ શકે….

હવે રૂપિયા ઘરે રાખો.. જો વધારે હોય તો જરૂરિયાતવાળા મિત્રો કે સ્વજનોને ઉછીના આપો….
એ ડૂબશે તો કોની પાસે ઉઘરાણી કરવી તે ખ્યાલ આવશે…

બેંક ડૂબી તો નેતા, અધિકારી કે અન્ય બધા એકબીજાની સામે જોશે પણ કોઈ તમારી સામે નહીં જુએ…

નોંધ : ૧૨૦૦ કરોડનું માધુપુરા બેંક ફ્રોડ થયું તેના આરોપી એવાં કેતન પારેખને તાત્કાલિક જામીન મળ્યા હતા…….

ગંભીરતા સમજો…

આ વ્યવસ્થામાં હવા દેખાય છે દિવા સાથે પણ જ્યારે ફૂંકાય ત્યારે પહેલાં દીવો જ ઓલવાય છે….

ફોટો : ગરીબના ઝુંપડા તૂટી રહ્યા છે એનો છે..
સંદર્ભ માટે છે (તમારું ગેરકાયદે ઝૂંપડું અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન ના એક નાના અધિકારીને પણ દેખાશે.. તોડી પાડવા તાત્કાલિક આદેશ છૂટી જશે પણ હજારો કરોડના ફ્રોડ મોટા અધિકારીઓને નહીં દેખાય…આંખો મીંચી લેશે…બધું લૂંટાઈ ગયા બાદ ફરિયાદ ને ન પુરી થનારી તપાસનું (ખાલી જગ્યા) ભજવશે…)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. ARAVINDKUMAR RAMCHANDBHAI BHAMBHI says:

    Sachi vat che

    • Sharuaat says:

      આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.